Home ગુજરાત લોકડાઉન-4 હવે અંશતઃ, મંગળવારથી રાજ્યમાં “મંગળ”, જનજીવન ધબકશે

લોકડાઉન-4 હવે અંશતઃ, મંગળવારથી રાજ્યમાં “મંગળ”, જનજીવન ધબકશે

553
0

સમગ્ર ગુજરાતમાં એસટી બસ સેવા શરૂ કરાશે, એક રીક્ષામાં વધુમાં વધુ બે મુસાફર બેસાડી શકાશે.

અમદાવાદ પૂર્વ વિસ્તારમાં ખાનગી ઓફિસો બંધ રહેશે

ઓટો રીક્ષા, બસ સેવા, ઓફિસો, અન્ય દુકાનો, પાનના ગલ્લા સહિતની છૂટછાટની જાહેરાતો..

ગાંધીનગર, તા, 18

ન્દ્ર સરકાર દ્વારા કોરોના  લોકાડાઉન-4ની ગાઈડલાઈન નક્કી કરવામાં આવ્યા બાદ આજે મોડી સાંજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતને ફરીથી ધમધમતુ કરવા  માટે લોકડાઉનની છૂટછાટ અંગે જાહેરાત કરી છે. જેમાં કન્ટેઇન્મેન્ટ ઝોનને બાદ કરતા સમગ્ર રાજ્યમાં ઘણી છૂટછાટ આપવામાં આવી છે. જેમાં ઓટો રીક્ષા, બસ સેવા, ઓફિસો, અન્ય દુકાનો, પાનના ગલ્લા સહિતની છૂટછાટની જાહેરાતો કરવામાં આવી છે. અમદાવાદમાં પશ્ચિમ વિસ્તારમાં દુકાનો, ઓફિસો ખુલી શકાશે, પરંતુ પૂર્વ વિસ્તારમાં પ્રથમ તબક્કામાં છૂટછાટ આપવામાં આવી નથી. જોકે ટેક્સી સેવા શરૂ કરી શકાશે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું છે. માસ્ત ફરજિયાત છે અને થ્રી લેયર વાળુ માસ્ક માત્ર 5 રૂપિયામાં અને એન95 માસ્ક 65 રુપિયામાં અમૂલ પાર્લર પર મળી શકશે. માવા(પાનમસાલો)ના શોખીનો માટે સારા સમાચાર છે કે તેમને હવે માવા વગર રહેવું નહીં પડે…..

મુખ્યમંત્રીની જાહેરાતો પર એક નજર…..

કન્ટેઇન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં દુકાનો ઓડ અને ઇવન નંબર પ્રમાણે દુકાનો ખોલી શકાશે

નોન કન્ટેઇન્મેન્ટ ઝોનમાં એક દુકાન પર એક સમયે પાંચથી વધુ ગ્રાહકો ન રહેવા જોઇએ

કન્ટેઇન્મેન્ટના લોકોને બહાર અવર-જવર કરવા દેવામાં આવશે નહીં

સમગ્ર ગુજરાતમાં એસટી બસ સેવા શરૂ કરાશે, પણ બસોને અમદાવાદમાં આવવા દેવામાં આવશે નહીં

અમદાવાદ પૂર્વ વિસ્તારમાં ખાનગી ઓફિસો બંધ રહેશે

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પાન-ગલ્લા, દુકાનો ખુલ્લા રાખવામાં આવશે.

નોન કન્ટેઇન્મેન્ટ ઝોનમાં હેર સલૂન ખોલી શકાશે.

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ટેક્સી સેવા શરૂ કરાશે.

સમગ્ર રાજયમાં રેસ્ટોરાં માત્ર કેન્ટેઇન્મેન્ટ ઝોનમાં હોમ ડિલીવરીના હેતુથી ચાલુ રહેશે.

33 ટકા કર્મચારીઓ સાથે ખાનગી ઓફિસો શરૂ કરી શકાશે.

કન્ટેઈન્મેન્ટ ઝોનમાં આવશ્યક ચીજ વસ્તુઓ સિવાય કોઈપણ પ્રકારની છૂટછાટ નહીં.

સવારના 8થી બપોરના ત્રણ વાગ્યા સુધી આવશ્યક વસ્તુઓના વેચાણની છૂટ અપાઈ.

બન્ને ઝોનમાં બંધ શાળા-કોલેજો, જીમ, સ્વિમિંગ પૂલ, બાગ બગીચા, મોલ, સિનેમાગૃહો, ધાર્મિક કાર્યક્રમો બંધ રહેશે, સિટી બસ સેવા, ખાનગી સેવાઓ પણ બંધ રહેશે.

અમદાવાદ અને સુરત સિવાય સમગ્ર રાજ્યમાં ઓટોરીક્ષા શરૂ કરવામાં આવશે એક રીક્ષામાં વધુમાં વધુ બે મુસાફર બેસાડી શકાશે.

લગ્નમાં 50 લોકોને જવાની મંજૂરી અને મરણમાં 20 લોકોની હાજરીને મંજુરી આપવામાં આવી.

હીરના કારખાના, લુમ્સના કારખાના 50 ટકાના સ્ટાફ સાથે શરૂ કરી શકાશે.

54 દિવસથી ગુજરાતની જનતા એક થઇને કોરોના સામે લડી રહ્યાં છે.

અત્યારસુધી લોકડાઉનમાં જનતાએ સહકાર આપ્યો.

દરેક વ્યક્તિએ બીજાનો વિચાર કરીને સાથ આપ્યો.

અધિકારીઓ, કર્મચારીઓએ સારી કામગીરી કરી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમુંગેરીલાલને આવ્યું વી…સ…..લા…ખ કરો….ડનું સપનું…!!
Next articleકેવી કરૂણતા કહેવાયઃ નઠારા-નઘરોળ તંત્ર સામે કોરોના વોરિયર્સને હાઇકોર્ટના દ્વાર ખટખટાવવા પડ્યા…!