Home જનક પુરોહિત લેણ દેણની વાત છે ભાઈ , વેંકૈયા નાયડુનો હિસાબ ચૂકતે

લેણ દેણની વાત છે ભાઈ , વેંકૈયા નાયડુનો હિસાબ ચૂકતે

514
0

ખાનપુર ભાજપ કાર્યાલય પાસે ઝરમર વરસાદમાં ગરમ ગોટાની મજા માણતા કાર્યકરો રાજકીય ગપસપ કરી રહ્યા હતા . એક કાર્યકરના મોબાઈલમાં મેસેજ આવ્યો કે ઉપરાષ્ટ્રપતિના ભાજપના ઉમેદવાર તરીકે કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુ નું નમ જાહેર . કાર્યકરોની ચર્ચાની દિશા નાયડુ તરફ ફંટાઈ . એક કાર્યકરે કહ્યું “ જોયું આપણા સાહેબનો માસ્ટર સ્ટ્રોક ! ઉત્તર માંથી ભાજપના રાષ્ટ્રપતિના ઉમેદવાર અને દક્ષીણ માંથી ઉપરાષ્ટ્રપતિ અને તે પણ વેંકૈયા નાયડુ જેવાં રાજકીય બાહોશ અનુજાતિ ની પસંદગી. ૨૦૧૯ માં હવે દક્ષિણ ભારતના રાજ્યો વિજય અપાવશે . ”
કાર્યકરોએ નાયડુના વિવિધ પ્રસંગો યાદ કર્યા ખુશી વ્યક્ત કરી . એક કાર્યકરે ગંભીરમુદ્રા માં કહ્યું “ લેણા દેણા ની વાત છે ભાઈ , વેંકૈયા નાયડુ નો હિસાબ પણ હવે ચૂકતે થઇ ગયો . ”
સૌને આશ્ચર્ય થયું . આ લેણા દેણા અને હિસાબ ચૂકતે અંગે સ્પષ્ટતા કરવા કહ્યું . કાર્યકરે કહ્યું કે “વેંકૈયાજી આમ તો પહેલાં સામેની બાજુ , એટલેકે મુરલી મનોહર જોશી અને સુષ્માજી ના જુથમાં હતા . પરંતુ રાજકીય હુનેરના કારણે તેમણે પવન જોઇને શઢ ફેરવી નાખ્યા હતા . આમતો હજુ તેમને ૭૫ વર્ષમાં ૬ – ૭ વર્ષ ખૂટે છે . હજુ તેઓ સક્રિય રાજકારણમાં રહીને મંત્રી પદ ભોગવી શકે તેમ છે . પરંતુ તેમને રાજકીય નિવૃત્તિ લેવડાવી દેવામાં આવી . ”
અન્ય કાર્યકરે કહ્યું “ તમારી વાતમાં થોડો દમ તો છે જ . વેંકૈયા નાયડુ પણ આપણા જેટલીજી ની માફક લોકસભામાં ચુંટાઈને આવી શકતાં નથી . રાજ્યસભામાં રહીને મંત્રી પદ ભોગવે છે તેમને રાજ્યસભાનો જ અનુભવ છે . જેથી હવે રાજ્યસભાના સ્પીકર બનીને પક્ષની થાય એટલી સેવા કરશે .”
મિટિંગ નો સમય થતાં કાર્યકરો કાર્યાલયના પગથીયા ચઢતાં મૌન થઇ ગયા .
સૌ પોતાનામાં જ ગુચવાયેલા છે જેથી વિપક્ષી એકતાને અવકાશ જ નથી
કોંગ્રેસ કાર્યાલયના પગથીયા પાસે જવાબદારી સંભાળતા નથી એવા એક સિનિયર નેતાનો ભેટો થઇ ગયો . શું ચાલે છે થી વાતની શરૂઆત થઇ . વાત રાષ્ટ્રપતિની ચુંટણીમાં વિપક્ષી દળો ની એકતા અંગે ચાલી . આ કોંગ્રેસી નેતાએ કહ્યું “ અત્યારે તમામ બિન ભાજપી – પક્ષો પોતાના જ પક્ષમાં એવા ગૂંચવાયેલા છે , કે ભાજપ સામે મોરચો માંડવા બધા વિપક્ષી દળો એક મંચ પર આવી શકે તેમ જ નથી. લાલુ યાદવ પરિવાર સામે મોદી સરકારે જે કાર્યવાહી શરુ કરી છે , તેમાંથી બચવા અને રાજકીય નુકસાન ઓછુ કરવા લાલુ યાદવ વ્યસ્ત છે . મુલાયમસિંહ ને પણ પરિવારની તૂટેલી એકતા ને ફરી લાઈનમાં લાવવાની છે . નીતીશ કુમારે તેમની ખુરશી સલામત રાખવા હવે તડજોડ ની રાજનીતિ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. માયાવતીની સ્થિતિ તો ચુંટણી પહેલાં જ નોટબાંધી માં ખરાબ થઇ ગઈ છે . અને વાત રહી અમારી કોંગ્રેસની , તો ગુજરાતમાં ચુંટણી સમયે જ બાપુએ કોથળી માંથી જે સાપ છુટો મુક્યો છે તે કોને ડંખશે તેની ચિંતામાં આખી પાર્ટી છે . હજુ રાજ્યસભાની ચુંટણી આવે છે . અમારા એહમદ ભાઈ હેમખેમ રાજ્યસભામાં પહોચી જાય તે પણ જોવાનું છે . અને આમ આદમી પાર્ટી તો દિલ્લી માં ચારે કોરથી ઘેરાઈ ગઈ છે . હવે તમે જ કહો આમાં વિપક્ષી દળોની એકતા ના ક્યાં ઠેકાણા પડવાના હતા . અને તેનો ફાયદો ભાજપ આરામથી ઉઠાવે છે . ”
રાજ્યસભાની ચુંટણી જાહેર થતાં જ કોંગ્રેસના ધારાસભ્યો પર શંકાના વાદળો ઘેરાવા લાગ્યા
ભાજપ દ્વારા સોશિયલ મિડિયાના માધ્યમ દ્વારા એક વાત વહેતી મુકવામાં આવી છે . વાત એવી છે કે રાજ્યસભાની ચુંટણીમાં ભાજપ એક ઉદ્યોગપતિને ત્રીજા ઉમેદવાર તરીકે ઉભા રાખી એહમદભાઈ પટેલને રાજ્યસભામાં પ્રવેશતા અટકાવશે અને આવું કરવા માટે ભાજપ દ્વારા કોંગ્રેસના ૧૧ થી વધુ ધારાસભ્યોને રાજીનામાં અપાવશે .
સચિવાલયમાં મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ચેમ્બર માંથી ઉત્તર ગુજરાતના કોંગ્રેસના એક ધારાસભ્ય બહાર આવ્યા . એજ સમયે પત્રકારો ત્યાં પહોચ્યા હતા . જેથી ધારાસભ્ય ને ઉભારાખી પૂછ્યું “ શું બાપુ ને મળવાનું કોઈ ખાસ પ્રયોજન ? તમારી વાત ચિત ચાલે છે ? ” ધારાસભ્ય એ ગુસ્સા પર કાબુ રાખી કહ્યું “ તમે લોકો આમને આમ અમને પુરા કરી નાખશો . અલ્યા ભઈ , મારા વિસ્તારના કામ માટે હું મંત્રીને રજૂઆત કરવા મળું નહિ ? ”
ધારાસભ્યને ઠંડા પડી કહ્યું કે અત્યારે જાત જાતની અફવાઓ ચાલે છે . તમારું નામ પણ સોશિયલ મિડિયા માં ચાલે છે એટલે પૂછ્યું . તો ધારાસભ્ય એ કહ્યું “ જુઓ આ રાજકારણ છે . તમે નામ મારું ચલાવશો , અને બીજા – ત્રીજા કોઈ ધડાકો કરશે , અને તમને ખબર પણ નહિ પડે . જે લોકો જવાના હોય છે , તેઓ બહુ ગુપ્તતા રાખતા હોય છે . કોઈને શંકા પણ ન જાય તે રીતે ઓપરેશનો થતાં હોય છે . તમારે ક્યાં ધ્યાન રાખવું એ પણ મારે શીખવવું પડશે ! ”
અને ધારાસભ્ય પત્રકારોને હિંટ આપી રવાના થઇ ગયા .
ગુજકોમાસોલ ના ચેરમેનની ચૂટણીમાં ઘણા નેતાઓને ઘણું શીખવા મળ્યું
તા. ૧૭ જુલાઈના રોજ ગુજરાતની મોટી કહી શકાય એવી સહકારી સંસ્થા ગુજકોમાસોલના ચેરમેનની ચુંટણી હતી . આમ તો ભાજપ દ્વારા સભ્યોની ચૂટણીમાં જ એવી ગોઠવણો પાર પડી હતી , કે ભાજપને બિન હરીફ સભ્યો દ્વારા જ બહુમતિ હાંસલ થઇ ગઈ હતી . ત્યારબાદ સાતેક સભ્યોની ચુંટણી થઇ તો તેમાં પણ ભાજપ જીત્યું હતું . રૂ. ૧૭૦૦ કરોડ નું ટર્ન ઓવર ધરાવતી આ સંસ્થાનું ચેરમેન પદ હાંસલ કરવા અનેક મુરતિયા લાઈન માં હતા . પરંતુ સૌના આશ્ચર્ય વચ્ચે આ પદ પણ પૂર્વ સહકાર મંત્રી દિલીપ સંઘાણીને મળ્યું . જયારે વાઈસ ચેરમેન પદ કોઈને કલ્પના ન હતી એવા કોડીનારના ગોવિંદભાઈ પરમારને મળ્યું .
દિવસભર આ ચેરમેન પદ અંગે રાજકારણીઓ અને પત્રકારો માં ચર્ચા રહી . સૌરાષ્ટ્રના પાટીદાર નેતા અને રાજકોટ જીલ્લાના સહકારી આગેવાન વિઠ્ઠલ રાદડિયા આ પદ માટે નિશ્ચિત મનાતા હતા . ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઈ શાહના સહુથી નીકટના ગણાતા હિતેશ બારોટ માટે પણ ભાજપમાં વ્યાપક અપેક્ષા જોવા મળતી હતી . પરંતુ સાહેબે તમામ અટકળોનો છેદ ઉડાવી ને દિલીપ સંઘાણીને આ મહત્વની સંસ્થાનું સુકાન સોપ્યું છે .
ભાજપના એક આગેવાને આશ્ચર્યતો વ્યક્ત કર્યું જ , સાથે એવું પણ કહ્યું કે આ વખતે ભાજપ માટે અમરેલી જીલ્લો અઘરો થઇ ગયો છે . તમામ બેઠકો જીતાડવાની શરતે સંઘાણીને આ ચેરમેન પદ મળ્યું હોવું જોઈએ .
ભાજપી મિત્ર ને કહ્યું કે એમ તો આ વખતે રાજકોટ જીલ્લો પણ નબળો છે તો રાદડિયાને આવી જવાબદારી સોપી શકાઈ હોય ને ! તો જવાબ મળ્યો “ સાહેબ જાણે છે કે કોનો વિશ્વાસ કરી શકાય , કોને જવાબદારી સોપીએતો પરિણામ લાવી શકાય. ”
જોઈએ હવે ગુજકોમાસોલ ના ચેરમેન અમરેલી જિલ્લામાં કેટલી બેઠકો લાવી આપે છે .

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article‘હું કડક શબ્દોમાં નિંદા કરું છું’ આ વાક્યનો પર્યાય હોય તો કહોને !
Next articleબાપુએ કોંગ્રેસ છોડી છતાં ભાજપનું 150 સીટોનું સપનું સાકાર કરવું કપરુ