Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી લૂંટારુઓએ પોલીસ બની માર્યો મોટો હાથ, કરોડોની જ્વેલરીની દિલધડક લૂંટ

લૂંટારુઓએ પોલીસ બની માર્યો મોટો હાથ, કરોડોની જ્વેલરીની દિલધડક લૂંટ

43
0

રાજધાની દિલ્હીમાં ફરી એક વખત ગુનાખોરીની એક મોટી ઘટના સામે આવી છે. અહીં કરોડોના સોનાની લૂંટની ઘટનાએ ભારે ચર્ચા જગાડી છે. દિલ્હીના પહાડગંજ વિસ્તારમાં લૂંટારુઓએ આ ઘટનાને અંજામ આપ્યો છે. તેઓ લગભગ બે કરોડ રૂપિયાની જ્વેલરી લૂંટી ભાગી ગયા હતા. લૂંટારુઓએ કુરિયર કંપનીના કર્મચારીની આંખોમાં મરચાનું પાઉડર નાંખીને ઘટનાને અંજામ આપ્યો હતો. લૂંટની ઘટના બની હતી. કેટલાક અજાણ્યા લૂંટારુંઓ કુરિયર કંપનીના કર્મચારીની આંખમાં મરચા નાંખીને લગભગ બે કરોડ રૂપિયાની જ્વેલરી લૂંટી ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ તપાસમાં જાેતરાઇ છે. જ્યારે કહેવાઇ રહ્યું છે કે, તપાસ દરમિયાન પોલીસને કેટલાક મહત્વના પૂરાવા મળ્યા છે, જે બાદ આગામી ટૂંક સમયમાં જ આરોપીઓની ઘરપકડ કરવામાં આવી શકે છે. આ લગભગ બે કરોડ રૂપિયાની જ્વેલરી કુરિયર કંપનીના કર્મચારીને ચંડીગઢ અને લુધિયાણા મોકલવાની હતી. પોલીસને સવારે લગભગ પોણા પાંચ કલાકે આ ઘટનાની જાણ થઇ હતી. તપાસ કરવા પહોંચેલી પોલીસને જાણવા મળ્યું હતું કે, કરિયર કંપનીના કર્મચારી પાસે બે બેગ હતા જેમાં જ્વેલરી હતી. આ જ્વેલરી તે ચંડીગઢ અને લુધિયાણા મોકલવાનો હતો. મહત્વનું છે કે, ચાર આરોપીઓએ આ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. ખાસ કરીને એક આરોપી તો પોલીસના ડ્રેસમાં હતો અને આરોપીઓએ બે કુરિયર કંપનીના કર્મચારીઓને ચેકિંગ કરવા માટે રોક્યો હતો. જે બાદ બે લોકો પાછળથી આવ્યા અને કર્મચારીઓની આંખોમાં મરચાની ભૂખી નાંખી દીધી હતી અને તેમના બેગ લૂંટી લીધા હતા.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅરવિંદ કેજરીવાલે ૩ હજારનો સૂપ પીધો, ફોર સ્ટાર હોટેલે આપના નેતાઓના ત્રણ કલાકના રોકાણનું બિલ ૨.૧૮ લાખ આપ્યું!
Next articleઅમદાવાદના વેપારી સાથે છેતરપિંડીના સંડોવાયેલા આરોપીને ફરિયાદના એક વર્ષ બાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો