Home ગુજરાત લુણાવાડામાં અપક્ષ ઉમેદવારો અને કોંગ્રેસને આડેહાથ લઈ ભાજપને જંગી બહુમતીથી જીતાડવા આપીલ...

લુણાવાડામાં અપક્ષ ઉમેદવારો અને કોંગ્રેસને આડેહાથ લઈ ભાજપને જંગી બહુમતીથી જીતાડવા આપીલ કરી

31
0

રાજ્યમાં વિધાનસભા ચૂંટણીનું પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. ત્યારે બીજા તબક્કાના મતદાન માટે માટે રાજકીય પક્ષો દ્વારા જોર સોરમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જેમાં લુણાવાડા વિધાનસભાના ઉમેદવાર જીગ્નેશ સેવકના સમર્થનમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ મધવાસ ખાતે જંગી સભાને સંબોધતા પ્રચંડ બહુમતિથી લુણાવાડા બેઠક પર જીગ્નેશ સેવકને જીતાડી ગાંધીનગર મોકલવા અપીલ કરતા જણાવ્યું કે, પહેલી વખત જ્યારે હું આવ્યો હતો ત્યારે જિગ્નેશ સેવકના કામનો અનુભવ નહોતો. હવે તો સેવકનું કામ પણ સેવક જેવું છે એનો અનુભવ તો બધાએ કર્યો હશે. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ વધુમાં કહ્યું કે, અપક્ષ ઉમેદવારો વાતો ફેલાવે છે કે મતદારો હમણાં અમને મત આપો પછી અમે ભાજપમાં જ આવવાના છીએ તો તમારે ભાજપમાં જ જવું છે.

તો અત્યારે જ ભાજપના ભેગા જ બેસોને. ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઈ ચોરી કરવા આવે એ એમ કહે ખરો કે હમણાં ચોરી કરી લઈ જાઉંને પછી પાછા આપી જાઈશ એટલે આવા લોકોથી ચેતજો. ભાજપે એમને ઘણું આપ્યું હતું પણ એમણે ભાજપ સાથે ગદ્દારી કરી છે. અત્યારે અમુક નાની નાની ચીજો હમણાં એમ કહે છે કે અમે એમનેમ થોડા નીકળ્યા છીએ અમારી સાથે મોટું પીઠબળ છે, તો પીઠબળવાળાને આગળ કરીને જુવો તો ખબર પડે. એકવાર જેને સસ્પેન્ડ કર્યા એ કેન્સલ કરાવી તો જુવો. તમે તમારા નામે મત માંગી જુઓ ભાજપના નામે શું નીકળી પડ્યા છો.

તેમ જણાવી ભાજપ પક્ષ છોડી અપક્ષ ઉમેદવારી કરનારને પોતાના આગવા અંદાજે આડે હાથ લીધા હતા. તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરી કોંગ્રેસને મૂળિયા સાથે ઉખાડી નાખવા અપીલ કરી હતી. વધુમાં તેમણે મોદી સરકારની આયુષ્માન ભારત સહિતની જનકલ્યાણકારી યોજનાઓ વિષે તેમના આગવા અંદાજમાં લોકોને રસ તરબોળ કર્યા હતા. યુક્રેનના ઉદાહરણ સાથે નરેન્દ્ર મોદીએ સાચા અર્થમાં ભારત દેશનું નામ વિજય વિશ્વ તિરંગા પ્યારા કરી બતાવ્યું છે.

તેમણે પાંચમી ડિસેમ્બરે જંગી મતદાન કરવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ બારીયા, લુણાવાડા વિધાનસભા બેઠકના ઉમેદવાર જીગ્નેશ સેવક, પૂર્વ ધારાસભ્યો કાળુભાઈ માલીવાડ, હીરાભાઈ પટેલ, મહામંત્રીઓ, સંગઠનના હોદ્દેદારો કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field