Home ગુજરાત લીલી પેન વાપરવાના અભરખા રાખનાર અલ્પેશ પાસેથી મતદારોએ વાદળી પેન પણ છીનવી….!!

લીલી પેન વાપરવાના અભરખા રાખનાર અલ્પેશ પાસેથી મતદારોએ વાદળી પેન પણ છીનવી….!!

1675
0

(જી.એન.એસ. કાર્તિક જાની) તા.૨૪/૧૦

ગાંધીનગર: ગુજરાતની વિધાનસભાની પેટા ચૂંટણીના રિઝલ્ટ આવી ગયા છે. ત્યારે સોની નજર બાયડ સીટ ઉપર તેમજ રાધનપુર સીટ ઉપર હતી. બાયડમા બાગી નેતા ધવલસિંહની કારમી હાર થઈ છે અને કોંગ્રેસે પોતાનો ગઢ સાચવી રાખ્યો, જ્યારે રાધનપુરમાં પણ બાગી નેતા અલ્પેશ ઠાકોરની કારમી હર થઈ ગઈ છે. અગાઉ થી જ અલ્પેશ ઠાકોર સામે વિરોધ દેખાઈ રહ્યો હતો અને મતદાતાઓએ પોતાનો રોષ ઠાલવી અલ્પેશના અહંમનો અંત લાવી દીધો હોય તેવી લાગી રહયું છે. રાધનપુરની સીટ ઉપરથી જ જીતેલા અલ્પેશ ઠાકોરને આજે હારનો સામનો કરવો પડ્યો છે.અલ્પેશના સપના ચકનાચૂર થઈ ગયા અલ્પેશ ઠાકોરે એવો દાવો કર્યો હતો કે મારી ખુરસી મુખ્યમંત્રીની ઓફીસની બાજુમાં જ હશે અને હું લીલી પેન વાપરીશ પરંતુ હવે અલ્પેશ ઠાકોર વાદળી પેન વાપરવા લાયક પણ નથી રહયા, કેમ કે અલ્પેશ ઠાકોર પાસે હવે કોઈ હોદ્દો રહ્યો નથી, શુ થશે હવે અલ્પેશ ઠાકોરનું..? શુ અલ્પેશની રાજકારણની કારકિર્દી ખતમ.થઈ જશે..?
ઠાકોર સમાજમાંથી આવતા અલ્પેશ ઠાકોર દારૂબંધીનો મુદ્દો લઈને ઘણા ચર્ચામાં રહયા હતા અને સમાજનો વિશ્વાસ જીતવામાં સફળ રહયા હતા 2017ની વિધાનસભામાં કોંગ્રેસમાંથી ધારાસભ્ય બન્યા હતા, ત્યારબાદ સમાજ સાથે તેમજ કોંગ્રેસ પાર્ટી સાથે દગો કરી ભાજપમાં જોડાઈ ગયા હતા, અલ્પેશ ઠાકોરે જે સમાજને દગો આપ્યો હતો તે જ મતદારોએ આજે અલ્પેશ ને જવાબ આપી દીધો છે.આજે તારો સમય કાલે મારો સમય આવશે તે કહેવત આજે સાબિત થઈ હોય તેવું દેખાઈ રહયું છે. શુ આ અલ્પેશના અહંમનું પરિણામ છે..? કે પછી પક્ષપલ્ટો ભારે પડ્યો..? અલ્પેશ ઠાકોર હંમેશા વિવાદમાં સપડાયેલા જોવા મળ્યા છે ઠાકોર સમાજના આગેવાનોએ આક્ષેપો કર્યો હતા કે અલ્પેશે અમારા ઘરે ઘરે થી 100 રૂ ઉઘરાવી કરોડોનો આસામી બની ગયો,અને હવે સમાજ સામેં જોતો પણ નથી,કદાચ આજે એનું જ પરિણામ અલ્પેશે ભોગવ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે.. સુત્રોથી એવી પણ માહિતી આવી રહી છે કે અલ્પેશ ઠાકોરને હરાવવામાં ભાજપના ઘણા કાર્યકરોનો પણ હાથ હતો..! સાચું જે હોય તે પરંતુ હાલની સ્થિતિ જોવા જઈએ તો રાધનપુર બેઠક ઉપરથી અલ્પેશને જાકારો મળ્યો અને કારમી હારનો સામનો કરવો પડ્યો છે,હવે કદાચ અલ્પેશને પણ નહીં ખબર હોય કે હવે મારુ શુ થશે..? શુ ફરી અલ્પેશ દારૂનો મુદ્દો લઈને હીરો બનવા નીકળશે..?
અલ્પેશ ઠાકોરના સપના તેના અહંમના કારણે અધૂરા રહી ગયા..? અલ્પેશને લીલી પેન વાપરવાનો બહુ શોખ હતો શુ હવે એ શોખ ક્યારેય પૂરો થશે..? અંગત સુત્રોથી એવી માહિતી આવી રહી છે કે અલ્પેશે જે લીલીપેન વાપરવાની તેમજ સી.એમ.ની બાજુમાં બેસવાની વાત કરી હતી તેના કારણે હાર થઈ છે. શુ અલ્પેશની કારકિર્દી ખતમ થઈ જશે..?

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભાજપમાં ઉજળું એટલું દૂધ નથી, વ્યાપક પૂછાતો પ્રશ્ન શું લાગે છે ફેરફાર થશે..?
Next articleએક બેઠક હારતાં જ કેશુબાપાનું રાજીનામું લેવાયું હતું, તો રૂપાણી રાજમાં ત્રણ હાર્યા હવે શું થશે…??