Home દુનિયા - WORLD લીમાના એરપોર્ટના રન વે પર ઉડી રહેલું વિમાન ટ્રક સાથે અથડાયું, બે...

લીમાના એરપોર્ટના રન વે પર ઉડી રહેલું વિમાન ટ્રક સાથે અથડાયું, બે કર્મચારીના થયા મોત

40
0

લીમાના આંતરરાષ્ટ્રીય એરપોર્ટતી ઉડાન ભરી રહેલા લેટેમ એરલાઈન્સનું એક વિમાન શુક્રવારે રનવે પર એક ફાયરની ગાડી સાથે ટકરાઈ ગયું અને તેને આગ લાગી ગઈ હતી. એરપોર્ટના અધિકારીઓએ કહ્યું કે, વિમાનના તમામ યાત્રીઓ અને ચાલક દળ સુરક્ષિત છે, પણ ટ્રકમાં સવાર બે ફાયર જવાનોના મોત થઈ ગયા છે. લીમાના જોર્જ શાવેજ હવાઈ એરપોર્ટનું સંચાલન કરનારી કંપની લીમા એરપોર્ટ પાર્ટનર્સે એક ટ્વિટમાં કહ્યું કે, એરપોર્ટ પર ઉડાન સેવાઓનું સંચાલન હાલમાં રોકી દેવામાં આવ્યું છે.

દુર્ધટનાનો શિકાર થયેલી એરબસ A320neoમાં 102 યાત્રી અને ચાલક દળના છ સભ્યો સવાર હતા. હિન્દુસ્તાન ટાઈમ્સના એક રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું કે, લીમા એરપોર્ટની પાર્ટનર્સ કંપનીએ કહ્યું કે, અમારી ટીમ તમામ યાત્રીઓની જરુરી દેખરેખની સુવિધા આપી રહી છે. તમામ યાત્રીઓ સારી સ્થિતિમાં છે.

ફાયર વિભાગના જનરલ કમાંડર લુઈસ પોંસ લા જારાએ કહ્યું કે, એરપોર્ટ પર થયેલી આ દુર્ઘટનામાં બે કર્મચારીઓના મોત થયા છે અને એક ઘાયલ થયો છે. જે લોકો ટ્રકમાં હતા. તેઓ વિમાનની ચપેટમાં આવી ગયા છે. જ્યારે વિમાન અને ટ્રક અથડાયા ત્યારે બંને ફુલ સ્પિડમાં હતાં.

પેરુના રાષ્ટ્રપતિ પેડ્રો કેસ્ટિલોએ એક ટ્વિટમાં ફાયરકર્મીના બાદ મોત તેમના પરિવારોને સંવેદના વ્યક્ત કરી છે. કહેવાય છે કે, આ ફ્લાઈટ LA2213 લીમાના મુખ્ય એરપોર્ટથી પેરુના જુલિયાકા શહેર માટે ઉડાન ભરી રહી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં રન વે પર એક મોટા વિમાનમાંથી ધુમાડો નિકળતો દેખાઈ રહ્યો છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઋષિ સુનક સરકારે બ્રિટેનમાં મંદી આવતા અર્થવ્યવસ્થાને બચાવવા મોટી જાહેરાત કરી
Next articleકેન્દ્રએ ડેટા પ્રોટેક્શન બિલમાં તમામ જાતિઓ માટે સર્વનામ She, Herનો કર્યો ઉપયોગ