Home મનોરંજન - Entertainment લિયોએ રિલીઝ પહેલા 160 કરોડના વર્લ્ડવાઈડ કલેક્શન સાથે સાઉથની સૌથી મોટી હિટ

લિયોએ રિલીઝ પહેલા 160 કરોડના વર્લ્ડવાઈડ કલેક્શન સાથે સાઉથની સૌથી મોટી હિટ

49
0

(GNS),19

સાઉથના સ્ટાર વિજય થલપતિની ફિલ્મ લિયોએ એડવાન્સ બુકિંગમાં શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર જવાનને પાછળ રાખી છે. 19 ઓક્ટોબરે લિયોની વર્લ્ડવાઈડ રિલીઝ છે. તેના આગલા દિવસ સુધીમાં લિયોની 20 લાખ ટિકિટ્સનું એડવાન્સ બુકિંગ થયું છે. શાહરૂખની કરિયરની સૌથી મોટી હિટ અને બોલિવૂડમાં માઈલસ્ટોન સમાન ‘જવાન’ની 15.75 લાખ ટિકિટ્સનું એડવાન્સ બુકિંગ થયું છે. લિયોએ રિલીઝ પહેલા વર્લ્ડવાઈડ રૂ.160 કરોડનું બુકિંગ મેળવ્યું છે અને સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી મોટી હિટ તરીકે સ્થાન મેળવ્યું છે.. સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ આપેલી હિટ ફિલ્મોમાં બાહુબલિ, પુષ્પા, કેજીએફ, પોન્નિયન સેલ્વનનો સમાવેશ થાય છે. આ તમામ ફિલ્મો કરતાં વધુ સારો રિસ્પોન્સ મેળવવાની સાથે બોલિવૂડની જવાનનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. તામિલનાડુમાં લિયો માટે સૌથી વધારે ઉત્સુકતા છે અને તેના કલેક્શનમાં આ રાજ્યનો સૌથી મોટો ફાળો છે. તામિલનાડુમાં વહેલી સવારે ચાર વાગ્યે ફિલ્મનો શો રાખવાની મેકર્સની ઈચ્છા હતી, પરંતુ તેની મંજૂરી મળી નથી. સવારે 7 વાગ્યે પહેલો શો રાખવામાં આવ્યો છે. શાહરૂખની જવાન 40 દિવસ અગાઉ રિલીઝ થઈ હતી. તેને દેશની હાઈએસ્ટ ગ્રોસર હિન્દી ફિલ્મ માનવામાં આવે છે. એડવાનાસ બુકિંગમાં પહેલા દિવસ માટે જવાનની 15.75 લાખ ટિકિટ્સ દેશભરમાં વેચાઈ હતી. જ્યારે લિયોના તમિલ વર્ઝનની 13.75 લાખ, તેલુગુની 2.10 લાખ અને હિન્દીની 20,000 ટિકિટ્સ વેચાઈ છે. જો કે જવાનની એવરેજ ટિકિટ પ્રાઈઝ લિયો કરતાં ઘણી ઓછી છે. જવાનની ટિકિટ પહેલા દિવસે રૂ.251ની એવરેજમાં વેચાઈ હતી, જ્યારે લિયોની સરેરાશ પ્રાઈઝ રૂ.202 છે..

લિયોની થીયેટર રિલીઝ પહેલાં જ રૂ.200 કરોડનું પ્રી-સેલ્સ થવાનો અંદાજ છે. આ ટિકિટ્સ રવિવાર સુધીના ચાર દિવસ માટે બુક થયેલી છે. રિપોર્ટ્સ મુજબ, બુધવાર સવાર સુધીમાં રૂ.160 કરોડનું એડવાન્સ બુકિંગ થયું હતું. જેમાં પહેલા દિવસના પ્રીવ્યૂ સહિત રૂ.90 કરોડની ટિકિટ વેચાઈ છે. મોડી રાત સુધીમાં રૂ.100 કરોડનું કલેક્શન તેને મળી શકે છે. આ સાથે જ કોલિવૂડની સૌથી મોટી હિટ તરીકે લિયોનું નામ આવી જશે. પ્રી-સેલ્સમાં રૂ.87 કરોડ ભારતમાંથી અને વિદેશમાંથી રૂ.73 કરોડની આવક થઈ છે. ચાર દિવસના વીકેન્ડમાં તામિલનાડુમાં સૌથી વધુ રૂ.50 કરોડની ટિકિટ્સ બુક થઈ છે. શરૂઆતના ચાર દિવસમાં માત્ર તામિલનાડુમાંથી જ રૂ.100 કરોડનું કલેક્શન સરળતાથી મળી જશે. લિયોને નોર્થ ઈન્ડિયાના ઓડિયન્સની સરખામણીએ સાઉથમાંથી વધારે સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. જવાનને હિન્દી ઓડિયન્સે ભરપૂર પ્રેમ આપ્યો હતો અને તેના કારણે રૂ.1000 કરોડથી વધુનું કલેક્શન મળ્યું છે. રિલીઝના 40 દિવસ બાદ પણ આ ફિલ્મ થીયેટરમાં ચાલી રહી છે. લિયોની શરૂઆતને જોતાં આ ફિલ્મ પણ રૂ.1000 કરોડની ક્લબમાં સ્થાન મેળવે તેવી શક્યતા છે. 2023નું વર્ષ પૂરુ થવામાં હજુ અઢી મહિના બાકી છે ત્યારે ત્રીજી ફિલ્મને આ સિદ્ધિ મળવાની શક્યતાથી ઈન્ડસ્ટ્રીમાં ઉત્સાહ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field