ભાજપની નેતા સોનાલી ફોગાટને ડ્રિંક્સમાં તેના બે સહયોગીઓએ એક પાર્ટી દરમિયાન નશીલો પદાર્થ ભેળવીને આપ્યો હતો. સંભવતઃ તેના કારણે ફોગાટનું મોત થયું છે. આ બંને ફોગાટ હત્યાકાંડના આરોપી છે. હોવા પોલીસે શુક્રવારે આ જાણકારી આપી છે.
સૂત્ર પ્રમાણે આરોપીઓની પૂછપરછમાં ખુલાસો થયો કે સોનાલી ફોગાટને આપવા માટે 1.5 ગ્રામ MDMA કોઈ લિક્વિડમાં ભેળવી પાર્ટી માટે તૈયાર કરવામાં આવ્યું હતું. સૂત્ર અનુસાર આરોપીઓએ જણાવ્યું કે પાર્ટી દરમિયાન તે બોટલથી સોનાલી ફોગાટને ડ્રગ્સ આપવામાં આવ્યું હતું. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે અમે એફએસએલમાં વિસરા મોકલ્યો છે, એકવાર રિપોર્ટ આવ્યા બાદ તમામ વાત સ્પષ્ટ થઈ જશે.
ગોવા પોલીસે સોનાલી ફોગાટના મોત મામલામાં તેના અંગત સહાયક સુધીર સાંગવાનની સાથે સુખવિંદર સિંહની ધરપકડ કરી છે. સૂત્રોએ જણાવ્યું કે સુધીરે MDMA કોઈ ડ્રગ પેડલર પાસે ક્લબની બહારથી ખરીદ્યુ હતું. પાર્ટીના થોડા સમય પહેલા ડ્રગ પેડલર ક્બલની બહાર આવ્યા અને સુધીરને આ ડ્રગ્સ આપ્યું હતું. સૂત્રો અનુસાર સાંગવાને જણાવ્યુ કે બે ડ્રગ પેડલર એક બાઇક પર આવ્યા અને કર્લિસની બહાર તેણે ડ્રગ્સ આપ્યું હતું.
પોલીસ તેના નિવેદનની ખાતરી કરવા માટે કથિત ડ્રગ સપ્લાયરને શોધી રહી છે. પોલીસને એક સીસીટીવી ફુટેજ પણ મળ્યા છે. ફુટેજની તપાસથી જાણવા મળ્યું કે સોનાલી ફોગાટને કોઈ અપ્રિય પદાર્થ આપવામાં આવ્યો હતો, કારણ કે આ પહેલાના ફુટેજમાં તેને સામાન્ય રૂપથી ડાન્સ કરતી જોઈ શકાય છે. નોંધનીય છે કે હરિયાણાના હિસાર જિલ્લાની ભાજપ નેતા સોનાલી ફોગાટ 22 ઓગસ્ટે સાંગવાન અને સિંહની સાથે ગોવા ગઈ હતી અને અહીં એક હોટલમાં રોકાઈ હતી.
23 ઓગસ્ટની સવારે તબીયત ખરાબ થવાને કારણે તેને હોસ્પિટલ લઈ જવામાં આવી, પરંતુ ત્યાં પહોંચ્યા પહેલા તેનું નિધન થઈ ગયું હતું. ડોક્ટરોએ હાર્ટ એટેકને કારણે મોત થવાની આશંકા વ્યક્ત કરી હતી. સોનાલી ફોગાટના પરિવારજનોએ શરૂઆતથી હત્યાની આશંકા વ્યક્ત કરી હતી અને સીબીઆઈ તપાસની માંગ કરી હતી.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.