(જી.એન.એસ) તા. 6
નવી દિલ્હી,
પૂર્વ નાયબ વડાપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીને મંગળવારે ફરીથી તબિયત બગડતા એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે તેમની હાલત હાલ સ્થિર છે. અડવાણીને વૃદ્ધાવસ્થા સંબંધિત બિમારીઓને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક સૂત્રએ જણાવ્યું કે, “લાલકૃષ્ણ અડવાણીની હાલત સ્થિર છે.” યુરોલોજી, કાર્ડિયોલોજી અને જેરીયાટ્રીક મેડીસીન સહિતના વિવિધ નિષ્ણાતો દ્વારા તેની તપાસ કરવામાં આવી રહી છે.
આ પહેલા તેમને ગયા મહિને જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેને થોડા દિવસ સારવાર માટે રજા આપવામાં આવી હતી. 96 વર્ષીય અડવાણીને અગાઉ પણ અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેના થોડા દિવસો પહેલા તેને ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં લઈ જવામાં આવ્યો હતો. AIIMSમાં રાત્રિ રોકાણ બાદ તેમને રજા આપવામાં આવી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.