Home દુનિયા - WORLD લાદેનને વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉડાવી દેવાનો વિચાર આવ્યો ક્યાંથી ? શું તમે...

લાદેનને વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉડાવી દેવાનો વિચાર આવ્યો ક્યાંથી ? શું તમે જાણો હકીકત?..

33
0

૯/૧૧નાં કાળમુખા દિવસે ઓસામા બિન લાદેનની આતંકી ટુકડીએ અમેરીકાનાં સુપ્રસિદ્ધ વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર બર્બરતાપૂર્ણ હુમલો કર્યો હતો. ઓસામાને ટાવર ઉડાવી દેવાનો આઈડીયા ૧૯૯૯માં ઈજીપ્તમાં થયેલા પ્લેન ક્રેશ પરથી મળ્યો હતો. ઈજીપ્શિયન પાયલોટે પ્લેનને એટલાન્ટીક મહાસાગરમાં ડુબાડી દીધું હતું. ઓસામાને પણ આ ઘટના પરથી અમેરીકા પર હુમલો કરવાનો આઈડીયા આવ્યો હોવાનો દાવો અલકાયદાએ કર્યો હતો.

અલકાયદાનાં મુખપત્ર જેવા વીકલી મેગેઝીન એવાં અલ મશરાહમાં પ્રસિધ્ધ થયેલા ”સપ્ટેમ્બર ૧૧ અટેક” હેડીંગવાળા આર્ટીકલમાં આ દાવો કરવામાં આવ્યો હતો. અલ કાયદાએ જણાવ્યું કે સપ્ટેમ્બર ૧૧ના હુમલાની પ્રેરણા ઈજીપ્તનાં કો-પાયલોટ ગમીલ અલ બતુતીની કથામાંથી મળી હતી. ગમીલ અલ બતુતીએ લોસ એન્જલસથી કૈરો જતી ઈજીપ્તની એર ફ્લાઈટને દરિયામાં ડુબાડી દીધી હતી.

આ ઘટનામાં ૨૧૭ લોકો માર્યા ગયા હતા જેમાં ૧૦૦ અમેરીકન હતા. અલ મશરાહ પ્રમાણે અલ કાયદાનાં ચીફ ઓસામા બિન લાદેને ઈજીપ્શિયન પ્લેન ક્રેશ થવાની ઘટના અંગે સાંભળ્યું હતું અને ત્યાર બાદ પ્રતિક્રિયા આપી હતી કે શા માટે પ્લેનને બિલ્ડીંગની પાસે ક્રેશ કરવામાં ન આવ્યું? લાદેને ત્યાર બાદ બિલ્ડીંગ સાથે પ્લેન ક્રેશ કરવાનો આઈડીયા બનાવ્યો હતો એવું જેરુસલેમ પોસ્ટે જણાવ્યું હતું. અલ બતુતીએ પ્લેનને દરીયામાં ખાબકી દીધું હતું.

ઘટના બાદ બતુતીનાં પરિવારજનો અને મિત્રોએ કહ્યું હતું કે તેનાં વિરુદ્ધ ઈજીપ્ત સરકારે શિસ્તભંગનાં પગલા ભર્યા હતા એટલે ઝનુનમાં આવી તેણે આવી ક્રુરતા કરી હતી. જાેકે, ત્યારે પણ આતંકવાદી ઘટના હોવાની વાત ભારે ચર્ચાસ્પદ બની હતી. લાદેને આ સ્ટ્રેટેજીનો અભ્યાસ કર્યો હતો.

આટલા મોટા પ્રમાણમાં થયેલી માનવ ખુવારી બાદ લાદેને પણ આવું જ કંઈક કરવાનું મન બનાવ્યું હતું એવું અલ મશરાહે લખ્યું છે. જ્યારે ઓસામાની સાથે ખાલીદ શેખ મહોમ્મદની મુલાકાત થઈ ત્યારે તેઓએ ૯/૧૧ પર ચર્ચા કરી હતી. ખાલીદને ૯/૧૧નો મુખ્ય ભેજાબાજ અને પ્લાનર માનવામાં આવે છે. ખાલીદના નામનો ઉલ્લેખ ૯/૧૧ કમિશનમાં પણ કરવામાં આવ્યો છે.

બાદમાં બન્નેએ સ્ટ્રેટજી વર્ક આઉટ કરી અમેરીકન એર પ્લેનને જ હાઈજેક કરવાની યોજના બનાવી હતી. ઓસામાની સમક્ષ પ્લાનનો ડેમો રજૂ કરતાં પહેલા શેખ ખાલીદે ૧૨ અમેરીકન પ્લેનને એકી સાથે ઉડાવી મુકવાની યોજના બનાવી હતી. ઓસામા અને શેખ ખાલીદ દ્વારા અલ કાયદાનાં નામથી પ્લાન ફાઈનલ કરવામાં આવ્યો હતો.

શેખ ખાલીદ અને ઓસામાએ વર્લ્ડ ટ્રેડ સેન્ટરને ટાર્ગેટ કરવાનું નક્કી કર્યું હતું. અલ મશરાહનું પ્રકાશન અનસાર અલ શરીયા દ્વારા અલ કાયદા માટે અરેબિયન પેનિનસ્યુલાથી કરવામાં આવે છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપાપુઆમાં ન્યુ ગીનીમાં ભયંકર ભૂકંપ આંચકા અનુભવ્યા, ભૂકંપની તીવ્રતા ૭.૭ માપવામાં આવી
Next articleવડાપ્રધાન મોદીએ લિઝ ટ્રસને બ્રિટિશ પીએમ બનવા બદલ આપ્યા અભિનંદન , બંને દેશો વચ્ચે વિવિધ મુદ્દાઓ પર કરી ચર્ચા