Home ગુજરાત લાતી પ્લોટમાં મંડપ સર્વીસના ડેલામાં તસ્કરો ત્રાટક્યા

લાતી પ્લોટમાં મંડપ સર્વીસના ડેલામાં તસ્કરો ત્રાટક્યા

35
0

મોરબીમાં તસ્કરોનું સામ્રાજ્ય હવે ફેલાતું જાય છે. પહેલા રહેણાંક મકાનોને ટાર્ગેટ કર્યા બાદ હવે તસ્કરોએ દુકાન અને ગોડાઉનમાં ચોરીને અંજામ આપવાનું શરુ કર્યું છે. જ્યાં લાતી પ્લોટમાં આવેલા મંડપ સર્વીસના ડેલામાં રૂ. 1.68 લાખના મુદ્દામાલની ચોરી થયાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે મોરબી સીટી એ-ડીવીઝન પોલીસમાં ફરિયાદ દાખલ થવા પામી છે. આ અંગે દુકાનના માલિક પ્રવીણ હંસરાજ રંગપરીયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, લાતીપ્લોટ શેરીનં. 2માં આવેલી તેમની શીવમંડપ સર્વીસ નામના ડેલામાં તા. 28/9/2022ના રાત્રીના તેમના કારીગર મહેન્દ્ર બીજી સાઇટ ઉપરથી કામ પરથી મંડપ સર્વીસએ આવતા હતા ત્યારે તેને પાછળનું શટર ખુલેલું નિહાળ્યું હતું.

જેથી તેણે પ્રવીણને જાણ કરી હતી અને પ્રવીણે દુકાને આવીને ચકાસતા નાની ખીલી 18 બોક્ષ કિંમત રૂ.5400, નેટ ખીલ્લા ચાર ઇંચના 100 કિલો કિંમત રૂ. 9000, નટબોલ 45 કિલો તથા થાંભલા ખીલા 20 કિલો મળી કિંમત રૂ. 8950, મોટા લોખંડના ખીલ્લા 10 કિલો કિંમત રૂ.1000, ફેબ્રિકેશન ફ્રેમ 2 કિંમત રૂ. 1000/-, સ્ટેન્ડ લોખંડના નંગ 76 કિંમત રૂ. 30,400/-, ચુલા નંગ 2 કિંમત રૂ. 2000, નાના સ્ટેન્ડ નંગ-15 કિંમત રૂ.6000, લોખંડની ધાતુ નંગ 94 કિંમત રૂ.18,400, ચોરસ ગોળ પાઇપ નંગ 46 કિંમત રૂ. 4600, પાણી પાઇપ ફુવારાના નંગ 2 કિંમત રૂ. 2000, મંડપના સળીયા નંગ 50 કિંમત રૂ. 2500, લોખંડના ટેબલ નંગ 43 કિંમત રૂ. 64500 અને સ્ટીલ સ્ટેન્ડ નંગ 13 કિંમત રૂ.13000 મળી કુલ રૂ. 1,68,750/-ના મુદ્દામાલની ચોરી થયાનું સામે આવ્યું હતું.

તેમના મતે રાત્રીના તેમના મંડપ સર્વીસના ડેલામા કોઇએ પ્રવેશ કરી તાળાની ઓફીસમાંથી ચાવી શોધી શટર ખોલી નાખી તસ્કરી હતી. આ ફરિયાદીના આધારે પોલીસે આઇ.પી.સી કલમ. 380,457 મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field