(જી.એન.એસ),તા.૦૪
મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના રાજકારણમાં લાઉડસ્પીકર વિવાદ ઉથલપાથલ મચાવી રહ્યો છે. લાઉડસ્પીકર દ્વારા અઝાનનો વિવાદ વધી રહ્યો છે. અલ્ટીમેટમનો સમય પૂરો થયા બાદ રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરોએ મુંબઈ અને તેની આજુબાજુના વિસ્તારોમાં અનેક જગ્યાએ મસ્જિદોની સામે હનુમાન ચાલીસાના પાઠ કર્યાનો મામલો સામે આવ્યો છે. નેરુલમાં મનસેના કાર્યકરોએ મસ્જિદ બહાર હનુમાન ચાલીસા વાંચ્યા. આ બધા વચ્ચે રાજ ઠાકરેએ બાળ ઠાકરેનો જૂનો વીડિયો શેર કર્યો છે. મનસેના પ્રમુખ રાજ ઠાકરેએ બાળ ઠાકરેનો જૂનો વીડિયો શેર કરીને શિવસેના અને ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું છે. આ વીડિયોમાં બાળ ઠાકરે મસ્જિદો પરથી લાઉડસ્પીકર હટાવવાની વાત કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે અમારી સરકાર આવશે તો અમે મસ્જિદો પરથી લાઉડસ્પીકર હટાવીશું. અત્રે જણાવવાનું કે લાઉડસ્પીકરનો ઉપયોગ કરીને મસ્જિદોમાં થતી અઝાનના વિરોધમાં મહારાષ્ટ્રના પાટનગર મુંબઈ સહિત અનેક વિસ્તારોમાં લાઉડસ્પીકરથી હનુમાન ચાલીસાનું પઠન કરવાના મામલા સામે આવ્યા છે. રાજ ઠાકરેએ ઓપન લેટર બહાર પાડીને લોકોને આગ્રહ કરતા કહ્યું હતું કે બુધવારે જ્યાં પણ લાઉડસ્પીકર પર અઝાન સંભળાય કે ત્યાં લાઉડસ્પીકરથી હનુમાન ચાલીસા વગાડે. એટલું જ નહીં પત્રમાં તેમણે એમ પણ કહ્યું હતું કે અઝાનનો અવાજ સંભળાય તો 100 નંબર ડાયલ કરીને પોલીસમાં ફરિયાદ કરવી. જો કે ત્યારબાદ સુરક્ષા કારણોસર પોલીસે વિવાદ વધતો અટકાવવા માટે મંગળવારે સાંજે રાજ ઠાકરેને સીઆરપીસીની કલમ 149 હેઠળ નોટિસ ફટકારી હતી. જો કે આ નોટિસની એમએનએસ કાર્યકરો પર કોઈ અસર થઈ નહીં અને અનેક વિસ્તારોમાં લાઉડસ્પીકરથી હનુમાન ચાલીસા વગાડવાના મામલા સામે આવ્યા છે. ત્યારબાદ મુંબઈ પોલીસે કાર્યવાહી કરતા અનેક કાર્યકરોને અટકાયતમાં પણ લીધા. એમએનએસ પ્રમુખ રાજ ઠાકરેએ તાજેતરમાં લાઉડસ્પીકર મુદ્દે મહારાષ્ટ્ર સરકારને અલ્ટીમેટમ આપતા કહ્યું હતું કે 3જી મે સુધીમાં મસ્જિદો પર લાગેલા લાઉડસ્પીકર હટી જવા જોઈએ. જો નહીં હટે તો તેઓ તેમની રીતે પહોંચી વળશે અને જેવા સાથે તેવાનો જવાબ આપતા મસ્જિદ બહાર હનુમાન ચાલીસના પાઠ કરશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.