Home મનોરંજન લાંબા સમયથી કેન્સરથી પીડાઈ રહ્યા અને શિવ કુમાર સુબ્રમણ્યમે હવે કહ્યું દુનિયાને...

લાંબા સમયથી કેન્સરથી પીડાઈ રહ્યા અને શિવ કુમાર સુબ્રમણ્યમે હવે કહ્યું દુનિયાને અલવિદા

75
0

(જી.એન.એસ) ,તા.૧૧
મુંબઈ
બોલીવુડ સ્ટાર એક્ટર શિવ કુમાર સુબ્રમણ્યમના નિધનના સમાચાર ફિલ્મ નિર્દેશક હંસલ મહેતાએ તેમના ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વીટ કરી આપ્યા છે. હંસલ મહેતાએ ટ્વીટ કરી શિવ કુમાર સુબ્રમણ્યમના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે, શિવ કુમારના અંતિમ સંસ્કાર મુંબઇના અંધેરી વેસ્ટમાં સોમવારની સવારે કરવામાં આવ્યા. હંસલ મહેતાએ તેમના ટ્વિટર એકાઉન્ટથી શિવ કુમાર સુબ્રમણ્યમના નિધન પર બે ટ્વીટ કર્યા છે. પહેલા ટ્વીટમાં તેમણે માત્ર તેમના નિધનની જાણકારી આપી છે અને ત્યારબાદ તેમણે એક પોસ્ટ શેર કરી જેમાં કેટલીક મહત્વની વાત લખી – “દુ:ખ સાથે તમને જણાવી રહ્યો છું કે માણસના રૂપમાં સૌથી પ્રતિષ્ઠિત અને મહાન આત્માઓમાંથી એક- આપણા પ્રિય શિવ સુબ્રમણ્યમ આપણે અલવિદા કહી ગયા છે.” હંસલ મહેતાએ લખ્યું- ‘તેઓ અવિશ્વસનીય રીતે ટેલેન્ટેડ હતા, તેમને વ્યક્તિગત રીતે તેમજ પ્રોફેશનલ રીતે પ્રેમ અને આદર આપવામાં આવતો હતો.’ શિવ કુમાર સુબ્રમણ્યમના નિધન બાદથી બોલીવુડના તમામ સ્ટારે ટ્વીટ કરી એક્ટરના નિધન પર તેમના પરિવાર, મિત્રો અને ફોલોઅર્સ પ્રતિ સહાનુભૂતિ વ્યક્ત કરી છે. તમને જણાવી દઈએ કે શિવ કુમાર સુબ્રમણ્યમ લાંબા સમયથી કેન્સરથી પીડાઈ રહ્યા હતા. આજે તેઓ દુનિયાને અલવિદા કહી ગયા છે. બોલીવુડ સ્ટાર એક્ટર શિવ કુમાર સુબ્રમણ્યમનું નિધન થું છે. શિવ કુમારે મીનાક્ષી સુંદરેશ્વર, નેલ પોલિસ, હિચકી, રોકી હેન્ડસમ, 2 સ્ટેટ્સ અને કમીને જેવી ઘણી હિટ ફિલ્મોમાં મહત્વનો રોલ નિભાવ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપંજાબ કોંગ્રેસનુ અધિકૃતે હેકરે ટ્વિટર હેન્ડલ હેક કર્યુ અને શેર આ ટ્વિટ
Next articleઝારખંડમાં રોપવે અકસ્માતમાં 48 લોકોના મોત, રેસ્ક્યૂ વર્કમાં જોડાઈ એરફોર્સ