Home મધ્ય ગુજરાત અમદાવાદ લસણમાં ચાર દિવસમાં જ ૩૦ ટકાનો તોતિંગ વધારો

લસણમાં ચાર દિવસમાં જ ૩૦ ટકાનો તોતિંગ વધારો

12
0

ભાવ વધવાનું કારણ ચીન

(જી.એન.એસ)

અમદાવાદ,તા.૧૮

લસણ એ ભારતીય ખાદ્યપદાર્થોમાં એક મહત્ત્વનો ભાગ છે. અને હાલમાં કેટલાક સમયથી લસણનો ભાવ આસમાને પહોંચ્યા છે, ખરીદનાર અને વેચનાર બધાને લસણના ભાવ નડી રહ્યા છે. આ ભાવવધારો ડિસેમ્બર મહિનાથી શરૂ થયો હતો અને બે મહિના બાદ તે આસમાને પહોંચ્યો છે. અને વેપારીઓ અનુસાર લસણના ભાવ ઘટે તેવી કોઈ શક્યતા દેખાતી નથી. ત્યારે ફરી એકવાર લસણમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. આનું કારણ ચીન છે. તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ છે, અને ફરી એકવાર માર્કેટમાં લસણના ભાવ વધી ગયા છે. માત્ર ચાર દિવસમાં મણે 1000 રૂપિયાનો વધારો થયો છે. તમને વિશ્વાસ નહિ આવે, પરંતું લસણમાં ભાવ વધવાનું કારણ ચીન છે. એક તરફ તહેવારોને કારણે લસણની માંગ વધી છે. તો બીજી તરફ ચીનથી સપ્લાય ઘટી ગયું છે.  ચીનથી સપ્લાય ઘટી જતા ભારતમાંથી લસણની વિક્રમી નિકાસ થવા લાગતા લસણના ભાવમાં તેજી જોવા મળી રહી છે. માંગને કારણે લસણનો પ્રતિ મણનો ભાવ માત્ર ચાર-પાંચ દિવસમાં જ 1000 રૂપિયા પર પહોંચી ગયો છે.  યાર્ડમાં આશરે ૩૦ ટકાનો ભાવ વધારો નોંધાયો છે અને વધુ ભાવ મળતા સંગ્રહાયેલું લસણ પણ બજારમાં ઠલવાવા લાગ્યું છે. યાર્ડમાં હજુ તા.૧૨ ઓગષ્ટ સુધી લસણ પ્રતિ મણ 2500 થી 3500 રૂપિયાના ઉંચા ભાવે વેચાતું હતું. જેના ભાવ આજે ૩૦૦૦થી 4600 રૂપિયાએ પહોંચી ગયો છે. એટલે કે ચાર દિવસમાં જ ૩૦ ટકાનો તોતિંગ વધારો થયો છે. ગત વર્ષે ઓગષ્ટના આ સમયમાં લસણનો ભાવ 1200 થી 2200 રૂપિયાની વચ્ચે રહ્યો હતો. આમ, આશરે ૧૦૦થી ૧૫૦ ટકાનો વધારો થયો છે. આ અંગે અપેડા અનુસાર વિશ્વમાં સૌથી વધુ લસણની સપ્લાય ચીન પૂરી પાડે છે જે ૨૩૦ લાખ ટન સાથે પ્રથમ નંબરે છે પરંતુ, આ વર્ષે ચીનની સપ્લાય ઘટી છે. જેના પગલે વર્ષે ૩૩ લાખ ટના લસણનું ઉત્પાદન કરતા ભારતમાંથી ગત. છ માસિક ગાળામાં લસણની રેકોર્ડ ૫૬,૮૨૩ ટનની નિકાસ કૂલ રૂ।.૨૭૭ કરોડના ભાવથી થઈ છે. ઈ.સ. ૨૦૧૭- ૧૮ના વર્ષ પછી પ્રથમવાર આ નિકાસ ૫૦ હજાર ટનને આંબીને નવો વિક્રમ સજર્યો છે. લસણનું ઉત્પાદન વર્ષમાં બે વાર કરવામાં આવે છે, રવિ અને ખરીફ ઋતુમાં. ખરીફ ઋતુમાં જૂન-જુલાઈમાં તેની વાવણી થાય છે અને ઑક્ટોબર નવેમ્બરમાં લણણી અને રવિ ઋતુમાં, સપ્ટેમ્બર-નવેમ્બરમાં વાવણી થાય છે અને માર્ચમાં લણણી થઈને બજારમાં આવે. આ વર્ષે ઉત્પાદન પણ ઘટવાની આશંકા છે. કેમકે, ગુજરાત ખેતી કચેરીના સત્તાવાર આંકડા સૂચવે છે કે, ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષમાં લસણના ઉત્પાદનનો સરેરાશ વિસ્તાર 21,111 હેક્ટર હતો. 2023-24ની રવિ સિઝનમાં તે ઘટીને 17,143 હેક્ટર થઈ ગયું છે. એટલે લસણનું ઉત્પાદન આ વર્ષે ઘટશે અને તેથી, આ વર્ષે લસણની બજારમાં તંગી રહેશે. કમોસમી વરસાદના અને ધુમ્મસના લીધે લસણના પાકની ગુણવત્તા બગડે છે અને લસણ સંકોચાયેલું પાકે છે. જેના કારણે ખેડૂતને પાકનું વળતર ઓછું મળે છે. અને આ વર્ષે કમોસી વરસાદના કારણે પાકની ગુણવત્તાને પણ અસર થશે. લસણ એ જીવનજરૂરીઆતની વસ્તુ છે, તેનો ભાવ ગમે તેટલો હોય તે ભોજન બનાવવા માટે જોઈએ જ. અને આના કારણે લસણની માંગ સતત ચાલુ રહી છે અને પુરવઠો ઓછો હોવાથી ભાવ આસમાને પહોંચ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleચંપઈ સોરેનની ભાજપમાં જોડાવાની અટકળો તેજ
Next articleકેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે અમદાવાદને અંદાજિત ₹1003 કરોડનાં વિકાસકાર્યોની ભેટ આપી