Home ગુજરાત લદાખ બોર્ડર પર ખેરાલુના જવાને દમ તોડ્યો, અંતિમયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા

લદાખ બોર્ડર પર ખેરાલુના જવાને દમ તોડ્યો, અંતિમયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા

24
0

મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ચાણસોલ ગામના અને જમ્મુમાં લદાખ બોર્ડર પર ફરજ બતાવતા જવાન ભરતસિંહ રાણાનુંઓક્સિજન લેવલ ઘટી જતા તેઓએ દમ તોડ્યો હતો. તેઓના પાર્થિવદેહને ચાણસોલ ગામે લાવતા સમગ્ર ગામ શોકમય બન્યું હતું. 5 કિલોમીટર લાંબી અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. અંતિમયાત્રામાં ગામલોકો હિબકે ચડ્યા હતા. દરેક લોકોની આંખ આંસુના દરિયા વહાવી રહી હતી. ગામલોકોએ ભારત માતા કી જયના નારા લગાવી જવાનને અંતિમ વિદાય આપી હતી. ખેરાલુના ચાણસોલ ગામના ભરતસિંહ રાણા અને તેમના ભાઇ બંને આર્મીમાં ફરજ બજાવતા હતા. ભરતસિંહ રાણા લદાખ બોર્ડર પર અને તેમના ભાઇ હિમાચલ પ્રદેશમાં ફરજ બજાવે છે.

ભરતસિંહ રાણા એકાદ અઠવાડિયા પહેલાં ડ્યુટી પર હતા ત્યારે વાતાવરણ ઠંડુ હોવાથી તેમનું ઓક્સિજન લેવલ ઘટી ગયું હતું. જેથી તેમને ચંદિગઢ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યાં થોડી રિકવરી આવી હતી. જોકે, ફરીથી તેમનું ઓક્સિજન લેવલ ઘટી જતાં તેમનું મોત થયું હતું. તેમના મોતના સમાચાર પરિવારજનો અને ગ્રામજનોને મળતાં સમગ્ર ગામ શોકમાં ડૂબી ગયું હતું. આજે ભરતસિંહ રાણાના ભાઇ જે આર્મીમાં ફરજ બજાવે છે. તેઓ તેમના ભાઇના પાર્થિવ દેહ લઇને ગામમાં આવ્યાં હતા અને અંતિમ વિધિ યોજાઇ હતી.

અંતિમ વિધિને લઇને આજે આખા ગામે બંધ પાળીને જવાન ભરતસિંહ રાણાને શ્રદ્ધાજલિ આપી હતી. જ્યારે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત વચ્ચે જવાનની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. તેમજ જવાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ચાણસોલ ગામનો યુવાન લેહમાં ફરજ દરમિયાન બીમાર થતા શહીદ થયો હતો. જવાનનાં પાંચ વર્ષ અગાઉ જ લગ્ન થયાં હતાં. જવાન ડિસેમ્બરની શરૂઆતમાં જ પોતાના ગામથી નોકરી પરત ફર્યો હતો.

તેમજ ખેરાલુ ખાતે થોડા દિવસ અગાઉ રજાઓમાં આવ્યો હતો. નોકરીમાં પરત ફર્યા બાદ લેહ ખાતે બીમાર થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તે શહીદ થયો હતો. જવાનનો મોટો ભાઈ પણ હિમાચલ પ્રદેશમાં સેનામાં ફરજ બજાવે છે. તેને આ ઘટનાની જાણ થતાં ભાગી પડ્યો હતો.

બાદમાં પોતાના ભાઈના મૃતદેહ સાથે પોતે પોતાના વતન આવી અંતિમ ક્રિયા કરી હતી. સમગ્ર ઘટનાના પગલે ખેરલુ પંથકમાં શોકનો માહોલ છવાયો હતો. અંતિમવિધિ દરમિયાન મોટી સંખ્યામાં ભીડ ઊમટી હતી.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field