Home રમત-ગમત Sports લગ્ન પહેલા પાકિસ્તાનના ઓપનર ઈમામ ઉલ હકની પ્રાઈવેટ ચેટ ફરીથી લીક થઈ

લગ્ન પહેલા પાકિસ્તાનના ઓપનર ઈમામ ઉલ હકની પ્રાઈવેટ ચેટ ફરીથી લીક થઈ

38
0

(GNS),21

પાકિસ્તાનના ક્રિકેટરોને મુશ્કેલીઓ જાણે કે પીછો છોડતી જ નથી. ફરી એકવાર ઓપનર ઈમામ ઉલ હકની પ્રાઈવેટ ચેટ લીક થઈ ગઈ છે. આ ચેટ હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ છે. હકના આગામી 25 નવેમ્બરે લગ્ન છે અને એ પહેલા જ તેની ચેટ લીક થવાને લઈ તેની મુશ્કેલીઓ વધી ગઈ છે. ઓપનર ઈમામ ઉલ હકે એક મહિલા સાથે ચેટ કર્યુ હતુ અને જે ચેટના સ્નેપશોટ હવે સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યા છે. લગ્નને આડે હવે માંડ થોડાક દિવસો બચ્યા છે, ત્યાંજ આ પ્રકારે પ્રાઈવેટ ચેટ વાયરલ થવાને લઈ મુશ્કેલી વધી છે. હકને લઈ હવે ચારે તરફ પાકિસ્તાનમાં ચર્ચાઓ થવા લાગી છે..

પાકિસ્તાન ક્રિકેટ ટીમ વિશ્વકપમાં લીગ તબક્કામાં જ બહાર ફેંકાઈ ગઈ છે. પાકિસ્તાનનુ વિશ્વકપમાં પ્રદર્શન ખરાબ રહ્યુ હતુ. જેને લઈ તે લીગ તબક્કામાં જ બહાર થવા માટે નિશ્ચિત હતી. જેને લઈ પાકિસ્તાનમાં પોતાની જ ટીમના ક્રિકેટરો સામે રોષ ફાટી નિકળ્યો હતો. બાબર આઝમે તો કેપ્ટનશિપ પણ છોડવી પડી છે. આ દરમિયાન હવે વધુ એક બબાલ સામે આવી છે, જોકે આ મામલો ક્રિકેટની રમત સાથેનો નહીં હોવાને લઈ પાકિસ્તાન બોર્ડને કેટલેક અંશે રાહત હશે. પરંતુ તેમની ટીમના ઓપનરને માટે મુશ્કેલીઓ ઉતરી આવી છે. ઈમામ ઉલ હકના આગામી 25 નવેમ્બર નિકાહ થનાર છે. એટલે કે આગામી શનિવારે હક લગ્ન કરનાર છે. જ્યારે તેના આગળના દિવસે રિસેપ્શન યોજાનાર છે..

રવિવારે યોજાનારા રિસેપ્શનમાં અનેક જાણિતી હસ્તીઓને નિમંત્રણ અપાયા છે. આમ લગ્ન પ્રસંગમાં અનેક હસ્તીઓ ઉપસ્થિત રહેશે. જોકે વિશ્વકપમાં ભારત પ્રવાસે આવનાર હકને અત્યારે વિશ્વકપ હારવા કરતા પોતાના અંગત જીવનને લઈ સમસ્યા વધુ ઘેરી રહી છે. આ પહેલા પણ ઈમામ ઉલ હક એક મહિલા સાથેના અફેરની ચર્ચાને લઈ મુશ્કેલીમાં મુકાયો હતો. 2019ના અરસા દરમિયાન એક મહિલાએ એકત જ સમયે અનેક યુવતીઓ સાથે અફેર રાખવાનો આરોપ લગાવ્યો હતો. તેણે એ સમયે વ્હોટસેપ ચેટ પણ લીક કરી હતી, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field