ટેકઓફ કર્યા બાદ ટેક્નિકલ ખામીને લઇને લંડન જતી ફ્લાઈટનું દિલ્હીમાં ઈમરજન્સી લેન્ડીંગ
(જી.એન.એસ),તા.૨૩
દિલ્હીથી લંડન જઇ રહેલી બ્રિટિશ એરવેઝની એક ફ્લાઈટે ટેકઓફ કર્યાના થોડા જ સમયમાં દિલ્હી પરત ફરવુ પડ્યુ. આ ફ્લાઈટમાં ટેક્નિકલ ખામીના કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ટેકઓફ કર્યા બાદ તરત જ ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. એરપોર્ટના એક અધિકારીના જણાવ્યા અનુસાર, લંડન જતી બ્રિટિશ એરવેઝની ફ્લાઈટનું આગ લાગવાની આશંકાના પગલે ટેકઓફ બાદ તરત જ ઇમરજન્સી લેન્ડિંગ કરાયુ હતુ. થોડી જ વારમાં ફ્લાઇટ નવી દિલ્હીમાં પરત આવી ગઈ હતી.. મળતી માહિતી મુજબ બ્રિટિશ એરવેઝની ફ્લાઈટ BA-142એ નવી દિલ્હી એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. આ ફલાઇટ લંડનના હીથ્રો જઇ રહી હતી. અધિકારીઓએ આપેલી જાણકારી અનુસાર ફ્લાઈટનું સવારે 10.26 કલાકે નવી દિલ્હીમાં સુરક્ષિત રીતે લેન્ડિંગ થયું હતુ. લગભગ 10.55 કલાકે ઈમરજન્સી હટાવી લેવામાં આવી હતી. જો કે હજુ સુધી આ મામલે એરલાઈન્સ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી..
આ પહેલા સ્પાઈસ જેટના વિમાનમાં પણ આ પ્રમાણેની જ ઘટના બની હતી. ફ્લાઈટમાં આગ લાગવાનો કિસ્સો સામે આવ્યો હતો. જો કે, વિમાનની જાળવણી પ્રક્રિયા દરમિયાન ભીષણ આગ લાગી હતી. જેને સમયસર નિયંત્રણમાં લઇ લેવામાં આવી હતી. ફ્લાઈટમાં આગ લાગવાની જે ઘટના બની હતી તે આ દિલ્હીના IGI એરપોર્ટ પર જ બની હતી.. બીજી તરફ ઢાકાથી મસ્કત જતી સલામ એરની ફ્લાઇટનું અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યુ હતુ. એક પેસેન્જરને અચાનક છાતીમાં દુખાવો ઉપડવાની ફરિયાદ કરી હતી. જે પછી અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયુ હતુ. ફ્લાઇટ ઢાકાથી વહેલી સવારે ઉપડી હતી. લગભગ 2 કલાક પછી ફ્લાઇટ અમદાવાદ નજીક હતી ત્યારે પેસેન્જરે છાતીમાં દુખાવો થતો હોવાનું કહી બૂમાબૂમ કરી મુકી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.