Home રમત-ગમત Sports રોહિત શર્મા સીએસકે વિરુદ્ધ શાનદાર સદી સાથે ઓરેન્જ કેપની રેસમાં સામેલ

રોહિત શર્મા સીએસકે વિરુદ્ધ શાનદાર સદી સાથે ઓરેન્જ કેપની રેસમાં સામેલ

44
0

(જી.એન.એસ),તા.૧૫

મુંબઈ,

મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ સીએસકે વિરુદ્ધ શાનદાર સદી ફટકારી હતી. આ સાથે તેમણે ઓરેન્જ કેપની રેસમાં સામેલ ટોપ-5 બેટ્સમેનમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. હિટમેને ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ 63 બોલ પર 11 ચોગ્ગા અને 5 સિક્સ ફટકારી 105 રન પર અણનમ રહ્યો હતો. તેમ છતાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ જીતવામાં સફળ રહી ન હતી. આઈપીએલ 2024માં રોહિત શર્માના નામે 6 ઈનિગ્સમાં 261 રન થયા છે. આ સીઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની લિસ્ટમાં વિરાટ કોહલી, રિયાન પરાગ, સંજુ સેમસન બાદ ચોથા સ્થાને રોહિત પહોંચી ગયો છે. રોહિત શર્માએ આઈપીએલ 2024માં આ 261 રન બનાવ્યા છે. હિટમેનનું નામ એ ખેલાડીઓના લિસ્ટમાં પણ જોડાઈ ચુક્યું છે, જેમણે આ સીઝનમાં સદી ફટકારી હોય. આઈપીએલ 2024માં અત્યારસુધી કુલ 3 વખત સદી ફટકારી છે. રોહિત પહેલા વિરાટ કોહલી અને જોસ બટલર આ કારનામું કરી ચુક્યા છે. ઓરેન્જ કેપ પર હાલ વિરાટ કોહલીનો દબદબો છે. કિંગ કોહલી 319 રન સાથે ટોપ પર છે. કોહલી સિવાય કોઈ પણ બેટ્સમેન અત્યારસુધી 300 રનનો આંકડો પાર કરી શક્યો નથી. રોહિત શર્મા અને વિરાટ કોહલી વચ્ચે માત્ર 58 રનનું અંતર છે. આપણે આઈપીએલ 2024માં સૌથી વધુ વિકેટ લેનાર બોલરની વાત કરીએ તો યુઝવેન્દ્ર ચહલ 11 વિકેટ સાથે ટોપ પર છે. ત્યારબાદ મુંબઈનો જસપ્રિત બુમરાહ ચેન્નાઈને વિરુદ્ધ એક પણ વિકેટ મળી નહિ તેના કારણે તે 10 વિકેટ સાથે બીજા નંબર પર છે. પર્પલ કેપની રેસમાં સામેલ ટોપ-5 બોલરમાં આ સિવાય મુસ્તફિઝર રહેમાન 10 વિકેટ, કાગિસો રબાડા 9 વિકેટ અને ખલીલ અહમદ 9 વિકેટ લીધી છે.

IPL 2024 ઓરેન્જ કેપ લિસ્ટ

  • વિરાટ કોહલી- 319 રન
  • રિયાન પરાગ-284 રન
  • સંજુ સેમસન-264 રન
  • રોહિત શર્મા-261 રન
  • શુભમન ગિલ-255 રન

IPL 2024 પર્પલ કેપ લિસ્ટ

  • યુઝવેન્દ્ર ચહલ-11 વિકેટ
  • જસપ્રિત બુમરાહ-10 વિકેટ
  • મુસ્તફિઝુર રહમાન-10 વિકેટ
  • કાગિસો રબાડા-9 વિકેટ
  • ખલીલ અહમદ-9 વિકેટ

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરિહાનાના Ex બોયફ્રેન્ડને ડેટ કરી રહી છે બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા!
Next articleગુજરાત રાજ્ય સહકારી ટ્રીબ્યુનલ અમદાવાદનું ઉનાળુ વેકેશન તા. ૧૩-૦૫-૨૦૨૪ થી તા. ૦૧-૦૬-૨૦૨૪ સુધીનું રહેશે