રાજકોટમાં ટેસ્ટ સદી ફટકારનાર રોહિત શર્મા છઠ્ઠો ભારતીય બેટ્સમેન
(જી.એન.એસ),તા.૧૫
રાજકોટ,
ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમે માત્ર 33 રનમાં જ 3 વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ રોહિત શર્માની સાથે મળી રવિન્દ્ર જાડેજાએ ટીમ ઈન્ડિયાને મોટા સ્કોર તરફ લઈ ગયા હતા. રોહિત શર્માએ રાજકોટના મેદાન પર પોતાની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી હતી. રાજકોટમાં ટેસ્ટ સદી ફટકારનાર રોહિત એકંદરે 10મો અને છઠ્ઠો ભારતીય બેટ્સમેન છે.રોહિત શર્માએ રાજકોટ ટેસ્ટમાં 157 બોલનો સામનો કરીને પોતાની સદી પૂરી કરી હતી. ત્યારે કહી શકાય કે રવિન્દ્ર જાડેજાએ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં બેટ નહિ પરંતુ તલવાર ચલાવી છે. તેમણે એક હાથે બોલને ફટકારતો જોવા મળ્યો હતો.
રવિન્દ્ર જાડેજાએ હોમગ્રાઉન્ડમાં 21મી અડધી સદી ફટકારી હતી. આમ સદીની નજીક પહોંચ્યો હતો. રવિન્દ્ર જાડેજા છેલ્લા કેટલાક વર્ષોથી ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. પહેલી ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજાએ 87 રનની ઈનિગ્સ રમી હતી પરંતુ બીજી ટેસ્ટ મેચમાં ઈજાગ્રસ્ત થયો હોવાથી રમી શક્યો ન હતો. હવે રાજકોટની ક્રિઝ પર રનનો ઢગલો કરતા જોવા મળ્યો હતો. રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ ટી સેશન સુધી ભારતની કોઈ વિકેટ પડવા દીધી ન હતી. રોહિત શર્મા આઉટ થયા બાદ ડેબ્યુ કરી રહેલો ખેલાડી સરફરાજ ખાન ક્રિઝ પર આવ્યો હતો. રવિન્દ્ર જાડેજાએ પોતાની સદી પૂરી કરી લીધી છે. પરંતુ રવિન્દ્ર જાડેજાના કારણે સરફરાઝ ખાન આઉટ થયો હતો. સરફરાઝ ખાન 62 રન બનાવીને આઉટ થયો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.