ભારતના ટેસ્ટ નિષ્ણાત બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ રોયલ લંડન વન-ડે કપમાં મંગળવારે શાનદાર બેટિંગ કરતા ત્રીજી સદી ફટકારી હતી. સસેક્સ તરફથી રમતા પુજારાએ 90 બોલમાં તોફાની 132 રનની ઈનિંગ રમતા ટીમે મિડલસેક્સ વિરુદ્ધ 50 ઓવરમાં ચાર વિકેટે 400 રન ખડક્યા હતા. પુજારાએ સસેક્સ તરફથી કેપ્ટન ઈનિંગ રમી હતી અને 20 ચોગ્ગા તેમજ બે છગ્ગા ફટકાર્યા હતા. ઓપનર ટોમ એલસોપે 155 બોલમાં 189 રન ફટકાર્યા હતા. પુજારા અને એલસોપે ત્રીજી વિકેટ માટે 240 રનની ભાગીદારી નોંધાવી હતી. અગાઉ પુજારાએ રોયલ લંડન વન-ડે કપમાં વૉર્વિકશાયર સામે 79 બોલમાં 170 રન તેમજ સરે સામે 174 રન કર્યા હતા જે લિસ્ટ-એમાં તેની કારકિર્દીનો સર્વોચ્ચ સ્કોર રહ્યો હતો. અગાઉ કાઉન્ટી ચેમ્પિયનશિપમાં શાનદાર બેટિંગની મદદથી પુજારા ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાં ભારતીય ટીમમાં કમબેક કરવામાં સફળ રહ્યો હતો.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.