Home મધ્ય ગુજરાત અમદાવાદ રોજમદાર કામદાર કાયમી બનવા હકદાર તેમજ ચોક્કસ કાર્યકાળ પૂર્ણ કરે તો કાયમી...

રોજમદાર કામદાર કાયમી બનવા હકદાર તેમજ ચોક્કસ કાર્યકાળ પૂર્ણ કરે તો કાયમી બનવા હકદાર તેમજ કાયમી બન્યા બાદ પેન્શન અને ઉચ્ચ પગાર ધોરણનાં લાભો મેળવવાનો પણ અધિકાર છે: ગુજરાત હાઇકોર્ટ

32
0

(જી.એન.એસ) તા. 15

અમદાવાદ,

રોજમદાર કામદારો અંગે ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક મોટો ચૂકાદો આપવામાં આવ્યો છે. જેમાં હોઈકોર્ટે કહ્યું છે કે, રોજમદાર કામદાર કાયમી બનવા હકદાર છે. તેમજ ચોક્કસ કાર્યકાળ પૂર્ણ કરે તો કાયમી બનવા હકદાર છે. તેમજ કાયમી બન્યા બાદ પેન્શન અને ઉચ્ચ પગાર ધોરણનાં લાભો મેળવવાનો પણ અધિકાર છે.

આ સમગ્ર મામલે રાજ્યનાં વન વિભાગ દ્વારા નિમણૂંક કરાયેલા કામદારો દ્વારા કોર્ટમાં પિટિશન કરાઈ હતી. જેમાં દૈનિક વેતન કામદારોનો કાર્યકાળ લાંબો હોવા છતાં વન વિભાગે તેમને નિર્ધારિત લાભો કે અધિકારો આપ્યા ન હતો. હાલમાં કામદારો હકદાર છે તેનાં કરતા ઓછું મહેનતાણું મળતું હોવાનું કોર્ટ દ્વારા અવલોકન કરવામાં આવ્યું હતું. આ બાબતે હાઈકોર્ટે કહ્યું હતું કે, વન વિભાગે સરકારી ઠરાવનાં લાભોનો અમલ કર્યો નથી. દૈનિક વેતન કામદારોએ કાયમી થવા માટેની અવધિ પૂર્ણ કરી હોવા છતાં તેઓને કાયમી કરાયા નથી કે લાભો અપાયા નથી. વન વિભાગને આઠ સપ્તાહમાં નિર્ણય લેવા હુકમ કર્યો હતો. કાયદા મુજબ નિર્ણય લેવા સત્તાવાળાઓને કોર્ટે તાકીદ પણ કરી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઇન્ડી ગઠબંધન 4 જૂને નવી સરકાર બનાવી રહી છે
Next articleમાવઠાએ તો ભારે કરી!! છેલ્લા 24 કલાકમાં 118 તાલુકામાં 3 ઇંચ સુધી વરસાદ ખાબક્યો