(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૧
રેલવે વિભાગ દ્વારા આગામી દિવસોમાં એટલે કે જુલાઈ માસમાં ગરીબ રથ ટ્રેનમાં યાત્રિકો માટે પેન્ટ્રીનો પ્રાયોગિક ધોરણે પ્રારંભ કરવામાં આવશે.જેના પ્રતિ ભાવના આધારે ભવિષ્યમાં રાજધાની અને દૂરંતો સહિત અન્ય ટ્રેનમાં આવી સુવિધા શરૂ કરાશે.
આવી સુવિધામાં યાત્રિકોને તેમનું જમવાનું રાખવા તેમજ ગરમ કરવાની સુવિધા મળે છે.હાલમાં રેલેવે વિભાગ દ્વારા માત્ર શતાબ્દી ટ્રેનમાં જ આવી સુવિધા આપવામાં આવે છે પણ હવે આાગામી દિવસોમાં રેલવે વિભાગ તરફથી ગરીબ રથ ટ્રેનમાં પણ આવી સુવિધા આપવામાં આવશે.
અને બાદમાં ધીમેધીમે અન્ય ટ્રેનોમાં પણ આવી સુવિધા શરૂ કરવામા આવશે. હાલ આઈઆરસીટીસી દ્વારા ૩૩૪ મેલ અને એકસપ્રેસ ટ્રેનમાં કેટરિંગની સુવિધા આપવામાં આવે છે. જેમાં ૨૬ ટ્રેનમાં જ પેન્ટ્રી કારની સુવિધા છે. જોકે હવે રેલવે વિભાગ દ્વારા આગામી જુલાઈ માસથી રાજધાની, દૂરંતો સહિત ૬૪ ટ્રેનમાં સ્માર્ટ મેન્યુનો આરંભ થઈ રહ્યો છે.
જેમાં યાત્રિકોને વિવિધ પ્રકારનાં ભોજન મળે તેવી સુવિધા આપવામા આવશે. જેમાં ખાસ કરીને ભોજનની ગુણવતા પર ભાર મૂકવામાં આવશે. રેલવે બોર્ડના ચેરમેન લોહાણીએ જણાવ્યું કે નવી વ્યવસ્થામાં પેન્ટ્રી કારની ડિઝાઈનમાં ફેરફાર કરી વધુ સ્વચ્છ અને સુવિધાયુકત બનાવવા નિર્ણય લેવામા આવ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું કે નવી જોગવાઈ અનુસાર ૨૦૧૭ની નવી ખાણીપીણી નીતિ હેઠળ આઈઆરટીસીને ખાણી પીણીની જવાબદારી સોંપવા ઉપરાંત ભોજન બનાવવા તેમજ તેનું વિતરણ કરવાની કામગીરી અલગ કરી દેવામાં આવી છે.આ માટે હવે ૧૬ બેસ કિચન તૈયાર થઈ ગયાં છે.
અને આગામી માર્ચ સુધીમાં આવાં કિચન ૩૫ થઈ જશે. જ્યારે ડિસેમ્બર સુધીમાં ૬૮ બેસ કિચન તૈયાર થઈ જશે. આ માટે તમામ ટ્રેનમાં એક જ સમાન ડિઝાઈન રાખવામાં આવશે. આ રીતે રેલવે વિભાગ તરફથી ગરીબ રથ ટ્રેનમાં પણ પેન્ટ્રીની સુવિધા આપવામાં આવશે અને બાદમાં ભવિષ્યમાં રાજધાની અને દૂરંતો સહિત અન્ય ટ્રેનમાં આવી સુવિધા શરૂ કરાશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.