Home રમત-ગમત Sports રેણુકા સિંઘે કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ ક્રમાંક પ્રાપ્ત કર્યો

રેણુકા સિંઘે કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ ક્રમાંક પ્રાપ્ત કર્યો

34
0

(જી.એન.એસ),તા.૧૦
નવીદિલ્હી
ભારતની ઝડપી બોલર રેણુકા સિંઘ તાજેતરના વિમેન્સ આઈસીસી ટી૨૦ રેન્કિંગમાં તેના કારકિર્દીના સર્વશ્રેષ્ઠ ક્રમે પહોંચવામાં સફળ રહી છે. રેણુકા મંગળવારે જાહેર થયેલા નવા રેન્કિંગમાં ૧૮માં ક્રમે રહી હતી. બર્મિંગહામ ખાતે હાલમાં જ યોજાયેલા કોમનવેલ્થ ગેમ્સમાં વિમેન્સ ક્રિકેટનો સમાવેશ કરાયો હતો. જેમાં ગોલ્ડ મેડલ મેચમાં ભારતનો ઓસ્ટ્રેલિયા વિમેન્સ સામે પરાજય થતાં ભારતીય મહિલા ટીમે સિલ્વર મેડલ જીત્યો હતો. રેણુકા સિંઘે કોમનવેલ્થ ગેમ્સમાં ૧૧ વિકેટો ઝડપીને સપાટો બોલાવ્યો હતો. આઈસીસી વિમેન્સ ટી૨૦ રેન્કિંગમાં રેણુકા ૧૦ સ્થાનના લાભ સાથે સૌપ્રથમ વખત ટોપ ૨૦માં પહોંચવામાં સફળ રહી હતી. જેમિમાહ રોડ્રિગ્સે પણ પોતાનું ફોર્મ પરત મેળવતા કોમનવેલ્થ ગેમ્સમાં કુલ ૧૪૬ રન કર્યા હતા. શાનદાર બેટિંગની મદદથી તે સાત સ્થાન આગળ વધીને ઓક્ટોબર ૨૦૨૧ પછી પ્રથમ વખત ટોપ ૧૦માં પહોંચી હતી. જેમિમાહ વિમેન્સ ટી૨૦ બેટર રેન્કિંગમાં ૧૦માં ક્રમે રહી હતી. સ્મૃતિ મંધાના બે સ્થાનના નુકસાન સાથે ચોથા જ્યારે શેફાલી વર્મા એક સ્થાન નીચે સરકીને છઠ્ઠા ક્રમે રહી હતી. ભારતની દીપ્તિ શર્મા બે સ્થાનની આગેકૂચ સાથએ ૩૬માં ક્રમે પહોંચી હતી. બોલર્સમાં ડાબોડી સ્પિનર રાધા યાદવે આગળ વધીને ૧૪માં ક્રમે રહી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદક્ષિણ આફ્રિકાના પૂર્વ અમ્પાયર રૂડી કર્ટઝનનું કાર અકસ્માતમાં નિધન
Next articleવિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં મુખ્યમંત્રી પટેલ વચ્ર્યુઅલી જાેડાયા