Home દેશ - NATIONAL રેકોર્ડ સપાટીએ શેરબજાર ખુલ્યું, Sensex 65000 ને પાર પહોંચ્યું

રેકોર્ડ સપાટીએ શેરબજાર ખુલ્યું, Sensex 65000 ને પાર પહોંચ્યું

17
0

(GNS),03

ભારતીય શેરબજારમાં તેજીનો સિલિસલો યથાવત છે. આજે ભારતીય શેરબજાર નવી સર્વોચ્ચ સપાટીએ (Share Market All Time High Level) ખુલ્યા છે. sensex 65000 ને પાર પહોંચ્યો છે. છેલ્લા કેટલાક સેશનથી સતત વધારાએ રોકાણકારોને માલામાલ બનાવ્યા છે. નિષ્ણાંતો અનુસાર શેરબજારની દૃષ્ટિએ જુલાઇ મહિનો ખૂબ જ સકારાત્મક રહે છે. અત્યાર સુધીના આંકડાઓની વાત કરીએ તો, 20માંથી 16 વર્ષમાં સરેરાશ વળતર 3% મળ્યું છે.

શેરબજારના જાણકારોના મટે નિફ્ટી 18550 અને બેન્ક નિફ્ટી 43000 પર સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશનમાં રાખી શકાય છે. નિફ્ટી અને બેન્ક નિફ્ટી માટે પણ મહત્વપૂર્ણ સ્તરનું અનુમાન જાહેર કરવામાં આવ્યું છે. આ સંજોગો શેરબજાર હજુ નવા વિક્રમ સ્થાપિત કરી શકે છે. શેરબજાર સતત ત્રીજા દિવસે રેકોર્ડ સપાટી નોંધાવી કારોબાર કરી રહ્યું છે. નિફ્ટીએ પ્રથમ વખત 19250 ના પડાવને પાર કર્યો છે અને બેન્ક નિફ્ટીએ પ્રથમ વખત 45,000ને સ્પર્શ કર્યો છે. પ્રથમ વખત સેન્સેક્સ 65,000ને પાર કરીને નવી ઊંચાઈ નોંધાવી ટ્રેડ થઈ રહ્યો છે.

શેરબજારમાં તેજીના 5 કારણો પણ સામે આવ્યા જેમાં મજબૂત વૈશ્વિક સંકેતોનો આધાર અને જૂનમાં GST કલેક્શનના સારા આંકડા અને લાર્જકેપ શેરોમાં મજબૂત ખરીદી અને ડોલર સામે ભારતીય રૂપિયો મજબૂત થઈ રહ્યો છે અને જો બીજુ કારણ એ કે આ વખતે દેશભરમાં પડેલો સારો વરસાદ. જેવા કારણોથી બજાર તેજી તરફ દોડ્યું છે. શરૂઆતી ટ્રેડિંગમાં સેન્સેક્સમાં સમાવિષ્ટ 30માંથી 9 શેરોમાં વેચવાલી જોવા મળી તો 21 શેરોમાં ખરીદારી દેખાઈ હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાતનું GIFT CITY નવું નાણાકીય હબ બનશે
Next articleભારતીય શેરબજાર માટે તોફાની તેજી : GIFT NIFTY 19400 નજીક પહોંચ્યો