ગાંધીનગરના રૂપાલ ગામની સીમમાં બ્રેઝા કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી કટિંગ કરવાની તૈયારી કરતાં બુટલેગરને પૂર્વ બાતમીના આધારે ઝડપી પાડી પેથાપુર વિદેશી દારૂનો જથ્થો, મોબાઈલ ફોન તેમજ કાર મળીને કુલ રૂ. 5.94 લાખનો મુદામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગાંધીનગરના પેથાપુર પોલીસ મથક હદ વિસ્તારમાં પીએસઆઇ એમ એસ રાણાની ટીમ રાત્રિના સમયે પેટ્રોલીંગ કરી રહી હતી.
એ દરમિયાન બાતમી મળી હતી કે રૂપાલ ગામની સીમમાં રૂપાલથી વાસણ ગામ તરફ રોડની સાઇડમાં દિપકસિંહ પ્રહલાદસિંહ વાઘેલા (રહે. વાસણ ગામ) સફેદ કલરની બ્રેઝા ગાડીમાં (GJ18BN8378)ભારતીય બનાવટનો વિદેશી દારૂનો કેટલોક જથ્થો રાખી તેનુ કટીંગ કરવાના વેતરણમાં છે. જે અન્વયે પોલીસની ટીમે બાતમી વાળી જગ્યાએ પહોંચી જઈને મૂળ વાસણ ગામ ના વતની હાલમાં સેકટર – 13 પ્લોટ નંબર 958/1 માં રહેતા દિપકસિંહ વાઘેલાને ગાડી સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.
જે ગાડીની તલાશી લેતાં અંદરથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 97 બોટલો મળી આવી હતી. બાદમાં પોલીસે તેની કડકાઈથી પૂછતાંછ કરતાં ઉક્ત દારૂનો જથ્થો કટિંગ કરવાની વેતરણમાં હતો. જેનાં પગલે આ દારૂનો જથ્થો કટિંગ કર્યા પછી કોને પહોંચતો કરવાનો હતો એની ઘનિષ્ઠ તપાસ હાથ ધરી મોબાઇલ ફોન, કાર તેમજ દારૂની બોટલો મળીને કુલ રૂ 5.94 લાખનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.