Home ગુજરાત રૂપાણી ઉત્તરાયણ બાદ એકાએક સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ ફેસબુક પર લાઇવ થતાં ચકચાર….

રૂપાણી ઉત્તરાયણ બાદ એકાએક સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ ફેસબુક પર લાઇવ થતાં ચકચાર….

532
0

ભ્રષ્ટાચાર સામેની લડાઇ અંગેના સીએમના વિડિયોથી ચકચાર, શું રંધાઇ રહ્યું છે…?
ઉત્તરાયણ બાદ નેતૃત્વ પરિવર્તનનો ઇશારો મળતા બચાવમાં વિડિયો જહેર કર્યો હોવાનું અનુમાન
કેશુભાઇની સ્ટાઇલમાં પોતાની સરકાર બચાવવાનો પ્રયાસ તો નથી ને…? ચર્ચાતો સવાલ

(જી.એન.એસ., પ્રવિણ ઘમંડે) તા.16
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ઉત્તરાયણ બાદ એકાએક સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ ફેસબુક પર લાઇ થઇને પોતાની સરકાર ભ્રષ્ટ અધિકારીઓ અને ભ્રષ્ટાચાર સામેની લડાઇ લડી રહ્યો હોવાનું જાહેર કરતાં તે વિડિયાને લઇને રાજકીય અને વહીવટીય ક્ષેત્રે ભારે ચર્ચાનો વિષય બન્યો છે. રૂપાણીએ આ વિડિયો દ્વારા પોતાને નબળા માનીને તેમને પદ પરથી દૂર કરવા માંગતા રાજકીય પરિબળોને જવાબ આપવાનો પ્રયાસ કર્યો છે કે કેમ એવું પણ એક અનુમાન થઇ રહ્યું છે. આ વિડિયોને લઇને તરેહ તરેહની અટકળો પણ વ્યક્ત થઇ રહી છે.
સુખ્યમંત્રી રૂપાણીએ આજે ફેસબુક પર લાઇવ થઇને ભ્રષ્ટાચાર અંગેની વાત જાહેર કરી હતી. આ વિડિયોમાં તેઓ કહી રહ્યાં છે કે ભ્રષ્ટાચારને રોકવા મેં કોઇ પગલા ભર્યા નથી એમ કોઇ કહે છે. પરંતુ તેમની સરકારે જમીનના એનએ કરાવવામાં થતો ભ્રષ્ટાચાર, ખનિજની લીઝ લેવામાં થતો ભ્રષ્ટાચારને રોકવા તમામ વહીવટી પ્રક્રિયા ઓનલાઇન કરીને ભ્રષ્ટાચારને બંધ કરવાનું પગલુ ભર્યું હોવાનો ખુલાસો કર્યો હતો.
સૂત્રોએ કહ્યું કે સીએમ રૂપાણીએ મહિનામાં આ ત્રીજીવાર વિડિયો અપલોડ કરીને પોતાના વિરોધીઓને જવાબ આપવાનો પ્રયાસ કર્યો છે. જો કે તેમણે તેમની સરકારની કોણ ટીકા કરે છે તેનો કોઇ ઉલ્લેખ કર્યો નહોતો. એમ મનાય છે કે 1995માં ભાજપના તત્કાલિન સીએમ કેશુભાઇ પટેલને ખજૂરાહો કાંડ બાદ દૂર કરવાનો નિર્ણય લેવાયો ત્યારે તેમણે પોતાની સરકાર કામ કરી રહી છે અને તે વખતે પોલીસ અધિકારી કુલદિપ શર્મા દજિલ્હીથી માફિયા ડોન લતિફને પકડી લાવ્યા હતા. તેનો ઉલ્લેખ પણ કેશુભાઇએ કરીને અખબારોમાં પોતાની સરકાર અંગે એવો પ્રચાર કર્યો કે મારો વાંક શું…મારો ગુનો શું…? એટલે કે મારી સરકાર કામ કરી રહી છે છતાં તેમને પદ પરથી શા માટે દૂર કરવામાં આવી રહ્યાં છે એવા સવાલો કર્યા હતા.
સૂત્રોએ કહ્યું કે તે વખતે ફેસબુકનો જમાનો નહોતો. તેથી સીએમ રૂપાણીએ આજના સમયમાં મિડિયાને બોલાવીને આ જાહેરાત કે લાગણી વ્યક્ત કરવાને બદલે ફેસબુકનો સહારો લીધો છે. અત્રે એ પણ નોંધનીય છે કે તત્કાલિન સીએમ આનંદીબેન પટેલે પણ પોતાના રાજીનામાની સૌ પ્રથમ જાહેરાત ફેસબુક પર કરીને સૌને ચોંકાવ્યા હતા. રૂપાણીએ પણ ફેસબુકનો સહારો લઇને પોતે ભ્રષ્ટાચાર સામેની લડાઇ લડી રહ્યાં હોવાનું જણાવીને શું તેમને દૂર કરવા માંગતા વિરોધીઓને કેશુભાઇની જેમ કોઇ જવાબ આપવાનો પ્રયાસ તો કર્યો નથી ને…? એવો પણ એક સવાલ ચર્ચાઇ રહ્યો છે.
સૂૂત્રોએ કહ્યું કે ભાજપના અધ્યક્ષ અમિત શાહ તાજેતરમાં જ ગુજરાતમાં હતા. તે વખતે તેમણે સંભવ છે કે રૂપાણીને આવો કોઇ ઇશારો કર્યો હોય અને તેનાથી નારાજ થઇને રૂપાણીએ પોતે નબળા નથી અને મારી સરકારમાં ભ્રષ્ટાચાર સામે પગલા લેવાયા છે એવો કોઇ જવાબ આપવાનો પ્રયાસ કર્યો હોવાની છાપ ઉપસી રહી છે. તેમનો આ વિડિયો રાજકારણમાં ટોક ઓફ ધી ટાઉન બની ગયો છે.
સૂત્રોએ કહ્યું કે ઉત્તરાયણ બાદ કેન્દ્ર સરકારના મંત્રીમંડળમાં ફેરફારોનો અહેવાલ અગાઉ પ્રસિધ્ધ થયો હતો. તે વખતે એમ કહેવાયું હતું કે ગુજરાતમાં રૂપાણી અને નીતિન પટેલને દિલ્હી લઇ જઇને ગુજરાતની બાગડોર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને સોંપાય તેવી શક્યતા છે એમ કહેવાયું હતું. ઉત્તરાયણ પૂરી થયા બાદ કદાજ ગુજરાત સરકારના નેતૃત્વમાં ફેરફારનો ઇશારો રૂપાણીને થયો હોય કે મળ્યો હોય અને તેથી તેમણે આ વિડિયો વાયરલ કરીને પદ બચાવવાનો પ્રયાસ કર્યો હોય એમ પણ મનાઇ રહ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાતના વધુ એક IPS કેન્દ્રમાં, મનોજ શશીધર બનશે CBIના જોઈન્ટ ડાયરેક્ટર
Next articleઅનામત-બિનઅનામતઃએક પરિપત્રને લઇને શું ગુજરાત ફરી એકવાર વર્ગ વિગ્રહના માર્ગે….?