Home ગુજરાત રૂપાણીનું “મા અમૃતમ” ભ્રષ્ટાચારી ડેગ્યુના ભરડામાં….આરોગ્ય તંત્ર નિષ્ફળ

રૂપાણીનું “મા અમૃતમ” ભ્રષ્ટાચારી ડેગ્યુના ભરડામાં….આરોગ્ય તંત્ર નિષ્ફળ

321
0

(જી.એન.એસ કાર્તિક જાની), તા.15

ગુજરાત રાજ્યમાં ભ્રષ્ટાચાર મુક્ત કરવાની વાતો કરતી સરકાર ભ્રષ્ટાચાર રોકવામાં ઘણા અંશે નિષ્ફળ રહી છે..! ગુજરાત રાજ્યમાં ભ્રષ્ટાચારે એટલી માજા મૂકી છે કે કોઈ હદ નથી, કોઈ પણ વિભાગમાં એવું નથી કે જયાં ભ્રષ્ટાચાર ના થતો હોય, ગુજરાતમાં લોકો ભ્રષ્ટાચાર કરવામાં થોડી પણ શરમ રાખતા નથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં પણ કોઈ શરમ રાખવામા આવતી નથી,માનવતા નેવે મૂકી ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે, તો પણ સરકાર કેમ ચૂપ બેસી રહી છે.? ગુજરાત રાજ્યમાં આરોગ્ય તંત્ર ખાડે ગયું છે તે વાતથી કોઈ અજાણ નથી, ગુજરાત રાજ્યમાં મા- અમૃતમ કાર્ડ યોજના લાવીને મધ્યમ અને ગરીબ વર્ગ માટે યોજના તો લાગુ કરવમાં આવી પરંતુ તેનો લાભ લેતા- લેતા દર્દીઓને આંખે પાણી આવી જાય છે, તે વાત સરકાર પણ સારી રીતે જાણે છે , ઘણી હોસ્પિટલો એવી છે કે જયાં દર્દી કાર્ડ લઈને જાય તો કહી દેવામાં આવે છે કે અહીં આ કાર્ડ નહીં ચાલે અને તેને નિરાશા જ હાથ લાગે છે સરકારની સિવિલ હોસ્પિટલોની વાત કરીએ તો પણ ત્યાં આ કાર્ડ નો ઉપયોગ અમુક રોગોમાં થતો નથી, અને તેને બહારથી દવાઓ લાવીને પોતાનો ઈલાજ કરવો પડતો હોય છે, સરકારની સિવિલોની જો વાત કરીએ તો ઓર્થોપેડિક વિભાગમાં જ મા અમૃતમ કાર્ડ ચલાવવામા આવતું નથી ત્યાં જઈને દર્દી કહે કે સાહેબ મારી પાસે કાર્ડ છે તો ત્યાંથી એવા જવાબ મળે છે કે જે નિયમો મંજુર કર્યા છે તેમાં ઓર્થેપેડીકનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી આથી તમારું કાર્ડ અહીં નહીં ચાલે, શુ શરીર ના કોઇ અંગ ઉપર ફેક્ચર કે નુકશાન થાય તો તે આરોગ્ય સાથે જોડાયેલું નથી..? કેમ તે દર્દીને ફેક્ચર વાળા ભાગે નાખવામાં આવતી પ્લેટો કે સળિયા બહારથી મંગાવવામાં આવે છે..? બહારથી મંગાવવામાં આવતી દવાઓ, પ્લેટો કે સળિયા સિવિલના ડોકટરોની સેટિંગ તો નથી ને…? કેમ આવી રીતે દર્દીની હેરાન કરવામાં આવે છે તે આપડે સારી રીતે જાણીએ છીએ..!
આ રીતે થતા ભ્રષ્ટાચાર રોકવામાં સરકાર કેમ નિષ્ફળ છે..? ગુજરાત રાજયમાં છેલ્લાએ કેટલાય સમયથી ડેંગ્યુ જેવા ભયંકર રોગોએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે આજ સુધી તેને રોકવામાં કેમ સરકારી તંત્ર નિષ્ફળ નીવડયું છે..? એટલે સ્પષ્ટ પણે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આરોગ્ય તંત્ર ખાડે જ છે..!
ગુજરાતમાં ઘણા એવા શહેરો છે જયાં નકલી ડોકટરો બનીને લોકોની હેલ્થ સાથે ચેડા કરી રહયા છે, છતાં પણ આરોગ્ય તંત્રના અધિકારીઓ આંખ આડા કાન કરે છે…! અને આવા નકલી ડોકટરો લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ રમત કરી રહયા છે , અને જો કોઈ જાગૃત નાગરિક દ્વારા કે કોઈ મીડિયા દ્વારા આવા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવે અને સરકારને કે આરોગ્ય અધિકારીઓને જાણ કરવામાં આવે તો તેમના ઉપર કાર્યવાહી કરવાને બદલે તેમને સમજાવીને થોડા સમય માટે બંધ કરાવવામાં આવે છે અને થોડા દિવસ પછી પાછું ફરી નકલી ડોક્ટરનું દવાખાનું ધમધમે છે, ગુજરાતમા આરોગ્ય વિભાગની કેમ આટલી બેદરકારી…? કેમ સરકાર લોકોના આરોગ્ય સાથે ચેડા થતા રોકી નથી શકતી..? ભ્રષ્ટાચાર થતો રોકવાનું મિશન છે તમારું તો કેમ આરોગ્ય તંત્ર ઉપર એક નજર રાખવામાં આવી નથી..? ગઈ કાલે ચેક પોસ્ટ નાબુદ કરી તેનાથી ભ્રષ્ટાચાર ઓછો થશે તે સાચી વાત છે, પરંતુ આવી જ કામગીરી આરોગ્ય વિભાગ માટે કરવી એટલી જ જરૂરી છે. નીતિનભાઈ તમારી સરકારમાં જે પ્રાઇવેટ દવાખાના ચાલી રહયા છે ને તેમાં ઘણા ખરા ક્લિનિકોના ડોકટરો પાસે ડિગ્રીઓજ નથી અને જો ડોક્ટર પાસે ડીગ્રી હોય તો દવાખાનામાં કામ કરતા નર્સો પાસે ડિગ્રીઓ નથી અને આના કારણે દવાખાને આવેલ દર્દી સાજો તો નથી થઈ શકતો પરંતુ વધારે મુશ્કેલીમાં મુકાય છે અને ઘણા સમયે તો મોતને પણ ભેટે છે, નીતિનભાઈ તમે પણ ઘણા કિસ્સા સાંભળ્યા હશે કે ડોકટરોની લાપરવાહીના કારણે દર્દીઓના મોત નીપજે છે.આનું મુખ્ય કારણ આરોગ્ય વિભાગની લાપરવાહી તો નથી ને..? નીતિનભાઈ જલ્દી આરોગ્ય ખાતા ઉપર નજર રાખી તપાસના હુકમો કરો તો ઘણા લોકોના જીવ જોખમમાં મુકાતા બચી જશે..
જેવું દેખાય છે અને જેવું ચાલી રહ્યું છે તે જ લખ્યું છે, હા થોડું કડવું છે પણ સત્ય છે, નીતિનભાઈ પટેલ એક વખત આ ધ્યાનથી વાંચી વિચારજો મને અને ગુજરાતની જનતાને વિશ્વાસ છે કે તમે કંઈક સુધારો લાવશો…..

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleશું ગુજરાતમાં વ્યાપમ કૌભાંડ…?, PSI મોડ-2ની ભરતીમાં ગડબડ ગોટાળાના આરોપો…..!
Next articleમોદીના “મંદબુદ્ધિ” મંત્રીઓનો મંદી પર બફાટ….!!, અરે કોઇ તો રોક લો…..