Home ગુજરાત રૂપાણીના માહિતી ખાતામાં જ ભ્રષ્ટાચાર…?, કમિશ્નર કાલરિયા સામે ACB દ્વારા ખાતાકિય તપાસના...

રૂપાણીના માહિતી ખાતામાં જ ભ્રષ્ટાચાર…?, કમિશ્નર કાલરિયા સામે ACB દ્વારા ખાતાકિય તપાસના આદેશ….!?

1961
0

રાજ્યના માહિતી ખાતાના કોઇ વરિષ્ઠ અધિકારી સામે ACBએ તપાસનો પહેલો ચોંકાવનારો બનાવ, કાલરિયા સામે કથિત ગેરરીતિ અને નાણાંકિય લેતીદેતીના પણ ગંભીર આક્ષેપો, ગુજરાત સરકારે કાલરિયા સામે ઢીલુ વલણ રાખ્યું, રાજ્યના અનેક અખબારો દ્વારા કાલરિયાની સામે કથિત ભ્રષ્ટાચારના આક્ષેપોની કરાઇ હતી ફરિયાદ

(જી.એન.એસ., કાર્તિક જાની), તા.8
છેલ્લાં કેટલાક સમયથી ગુજરાતના લઘુ અને મધ્યમ અખબારોને ભારે મુશ્કેલીમાં મૂકનાર માહિતી કમિશ્નર અશોક કાલરિયાની સામે ACB દ્વારા તપાસ હાથ ધરાતાં સમગ્ર માહિતી ખાતાંમાં ભારે ખળભળાટ મચી ગયો છે. અનેક અખબાર દ્વારા કાલરિયાની સામે કથિત ભ્રષ્ટાચારના આક્ષેપોની ફરિયાદ ACBને પણ કરવામાં આવી હતી. જો કે ગુજરાત સરકારે કાલરિયા સામે કોઇ ખાતાકિય કાર્યવાહી ન કરી પણ ACBએ આક્ષેપોના સંદર્ભમાં કાલરિયા સામે તાકીદે ACB દ્વારા ખાતાકીય તપાસ કરી માહિતી આપવા આદેશ કરાયો હોવાની ચોંકાવનારી વિગતો મળી રહી છે.
આ અંગેની જે માહિતી મળી રહી છે તે મુજબ છેલ્લાં કેટલાક સમયથી લઘુ અને મધ્યમ અખબારો તથા માહિતી કમિશ્નર વચ્ચે જંગ ચાલી રહ્યો હતો. કાલરિયા દ્વારા સરકારી જાહેરખબરો આપવામાં ભેદભાવ રખાતો હોવાના આક્ષેપો થયાં છે. પોતાના માનીતા અખબારોની જાહેરખબરો કેમ અટકાવવામાં આવતી નથી અને નાના અખબારો પર કાલરિયા જોર ચલાવે છે, હેરાન કરે છે, વહાલાદવલાની નીતિ રાખે છે તેવા સંખ્યાબંધ આક્ષેપો સાથે ACBને લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં કાલરિયા સામે કથિત ગેરરીતિના પણ આક્ષેપો થયાં હતા. ગુજરાત સરકારે આવી ફરિયાદોના સંદર્ભમાં કાલરિયા સામે ખાતાકિય તપાસ કરવાનું ઢીલુ વલણ રાખ્યું પરંતુ ACBએ કડક વલણ અપનાવીને તેની તપાસ હાથ ધરવાનું નક્કી કર્યું હોય તેવા નિર્દેશો પણ મળી રહ્યાં છે.
વિગતોમાં જોઇએ તો……અશોક કાલરીયા જ્યારથી માહિતી કમિશનર બન્યા ત્યારથી સતત લઘુ અને મધ્યમ અખબારો પેનલથી દૂર કરી તેમની જાહેરાતો બંધ કરવા અંગેના નિત નવા નિયમો લાગુ કરી રહ્યા હતા જે નિયમો ગુજરાત સરકારની પોલિસીમાં નથી તેવા ખોટા મગડત નિયમો બતાવી એન-કેન પ્રકારે અખબારોને જાહેરખબરની ચેનલ પરથી હટાવવી તેમની જાહેરાતો બંધ કરવાની કાર્યવાહી ચાલી રહી હતી જેમા 2018 પહેલા જે અખબારો પેનલ પર હતા તેમાંના 50 ટકાથી વધુ અખબારોની જાહેરાતો બંધ કરી દેવામાં આવી હતી આ મુદ્દે અખબાર માલિકો અને તંત્રીઓ દ્વારા સચિવ કક્ષાએ તેમજ મુખ્યમંત્રી સહિતના ઉપલા લેવલના તમામ અધિકારીઓને સંખ્યાબંધ રજૂઆતો કરવામાં આવી હતી કેટલાક કિસ્સાઓમાં હાઇકોર્ટમાં કેસ દાખલ કરીને પણ દાદ માગવામાં આવી છે આ અખબાર માલિકો અને તંત્રીઓની ગુજરાત રજુઆત એવી હતી કે માહિતી કમિશનર અશોક કાલરીયા અને માહિતી ખાતાના જાહેરખબર વિભાગ દ્રારા મોટા પ્રમાણમાં ખાયકી થઈ રહી છે ભ્રષ્ટાચાર વ્યાપી રહ્યો છે અને અખબારોને જાહેરખબરની ચેનલ પર મુકવા માટે નાની મોટી રકમ લેવાઇ રહી છે ખોટા ડોક્યુમેન્ટ એના આધારે કેટલાક અખબારોની જાહેરાતો મંજૂર કરવામાં આવી છે જ્યારે જે અધિકારીઓ સાથે સાંઠગાંઠ નથી કરાવતા એવા અખબારોને નીતિનિયમ વિરૂદ્ધની ક્વેરીઓ કાઢી તેમને જાહેરખબરની પેનલમાથી દુર કરવામાં આવી રહ્યા છે આવા અનેક પ્રકારના ગંભીર આક્ષેપો છેલ્લા સતત બે વર્ષથી માહિતી કમિશનર અશોક કાલરીયા તથા ગુજરાત માહિતી ખાતાના ઉપર થઈ રહ્યા છે આવા સમયે કેટલાક અખબારના તંત્રી માલિકો દ્વારા મુખ્યમંત્રીશ્રી વિજિલન્સ વિભાગ સ્ટેટ આઇબી તથા cbi કક્ષાએ આ અંગે કથિત પુરાવાઓ રજૂ કરી રજૂઆતો કરવામાં આવી હતી જેના અનુસંધાનમાં થોડા સમય પહેલા થી સ્ટેટ આઇબી દ્વારા પર કેટલાક અખબાર માલિકો ને ફોન કરી અને માહિતી ખાતા તેમજ માહીતી કમિશન દ્વારા કથિત ભ્રષ્ટાચાર અંગે ના પુરાવા એકત્ર કરાયા હોવાની માહિતી પણ સુત્રો દ્વારા મળેલ છે.
અને તે દરમ્યાન ચોંકાવનારી માહિતી મળી છે તે મુજબ કાલરિયાની સામે ACBએ તપાસ હાથ ધરી છે. એજન્સીને જે ફરિયાદ મળી છે તેના જવાબો કાલરિયાએ આપવા પડશે, જેમાં નાણાંકિય લેતીદેતીના પણ ગંભીર આક્ષેપોનો સમાવેશ થાય છે. ગુજરાતમાં માહિતી ખાતાના કોઇ વરિષ્ઠ અધિકારી સામે ACBની તપાસ એ ચોંકાવનારો બનાવ છે. કેન્દ્રમાં ભાજપની સરકાર છતાં ગુજરાતમાં ભાજપની સરકારના માહિતી ખાતાનાં કમિશ્નર સામે ACBની તપાસ સૂચવે છે કે મુખ્યમંત્રીના પોતાની હસ્તકના માહિતી વિભાગમાં જ ભષ્ટ્રાચાર આચરાઇ રહ્યો છે. અશોક કાલરિયા સામે ACBની તપાસ…..ની વાત સમગ્ર માહિતી ખાતામાં અને સરકારમાં પહોંચતા સનસનાટી મચી ગઈ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleCMનું 191 કરોડનું પ્લેનઃ ભાજપનો અન-ઓફિસીયલ બચાવ, જીવનાં જોખમો મુસાફરી કરતા હતા VVIP
Next articleજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ કેસ, આજે સુપ્રીમનો ચુકાદો, દેશભરમાં હાઇ એલર્ટ