Home મધ્ય ગુજરાત અમદાવાદ રિલ્સ બનાવવાની ઘેલછામાં સામેથી ગુનાઓને આમંત્રણ આપી દેવાની ઘટના

રિલ્સ બનાવવાની ઘેલછામાં સામેથી ગુનાઓને આમંત્રણ આપી દેવાની ઘટના

19
0

(જી.એન.એસ) તા. 2

અમદાવાદ,

અમદાવાદમાં એક અજીબોગરીબ કિસ્સો બન્યો હતો જેમાં સોશિયલ મીડિયામાં પ્રખ્યાત થવા માટેની ઘેલછા કેટલી તકલીફો ઊભી કરે છે અને કેટલી નુકસાનકારક છે તે સમજવું ખૂબ જ અગત્યનું છે. એક નબીરાને પ્રખ્યાત થવા રિલ્સ બનાવવી ભારે પડી છે. ઘણું બધુ સોનું પહેરી અને સ્કોર્પિયો કાર સાથે નબીરાએ રિલ્સ બનાવી હતી. રિલ્સ જોઈને 4 યુવકે નબીરા પાસે વધુ પૈસા હોવાનું અનુમાન લગાવ્યું હતું. બાદમાં 3 યુવકોએ લિફટના બહાને નબીરાની કાર રોકી તેનું અપહરણ કરી લૂંટ ચલાવી હતી. આખરે પોલીસ ફરિયાદ કરતા પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. એક આરોપી ફરાર છે.

આ કિસ્સામાં અમદાવાદમાં નબીરાઓને રિલ્સ બનાવવાનો શોખ ચઢ્યો છે. રિલ્સની ઘેલછામાં સામેથી ગુનાઓને આમંત્રણ આપી દેવાની ઘટનાઓ પણ બનતી જઈ રહી છે. ત્યારે અમદાવાદમાં નબીરાનાં અપહરણનો કિસ્સો સામે આવ્યો છે. નબીરાએ સોનું પહેરી અને સ્કોર્પિયો કાર સાથે રિલ્સ બનાવી હતી. સોશિયલ મીડિયામાં રિલ્સ જોઈને 4 યુવકે નબીરા પાસે વધુ પૈસા હોવાનું અનુમાન લગાવ્યું હતું. બાદમાં 3 યુવકોએ લૂંટી લેવાનો પ્લાન બનાવ્યો હતો. યુવકોએ લિફટના બહાને નબીરાની કાર રોકી તેનું અપહરણ કરી લૂંટ ચલાવી હતી.

અમદાવાદના નબીરાને બેભાન કરી શખ્સોએ રૂ. 50,000ની લૂંટ ચલાવી હતી. ભાનમાં આવ્યા બાદ નબીરા યુવરાજસિંહે પોલીસ ફરિયાદ કરી હતી. ફરિયાદના આધારે સાણંદ GIDC પોલીસ, ગ્રામ્ય LCB અને SOGની ટીમે ઘટનાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે. આરોપી ભરત ચુડાસમા, વિકાસદીપસિંહ, સુમિત જાટવની ધરપકડ કરી છે. 1 આરોપી રણજીત હજી પણ પોલીસ પકડથી દૂર છે જેની શોધખોળ ચાલુ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુતની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્યપાલોની પરિષદમાં વડાપ્રધાન મોદીએ હાજરી આપી
Next articleભારતને હમાસ-ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધની અસર નડી, એર ઈન્ડિયાએ ફ્લાઈટ રદ કરવી પડી