Home મનોરંજન - Entertainment રિલીઝ પહેલા જ ‘સલાર’એ ફિલ્મ ‘ડંકી’ને પછાડી દીધી

રિલીઝ પહેલા જ ‘સલાર’એ ફિલ્મ ‘ડંકી’ને પછાડી દીધી

22
0

સાલાર ફિલ્મે રિલીઝ પહેલા 48.94 કરોડની કમાણી કરી, જયારે ડંકીએ 30 કરોડનું ક્લેક્શન કર્યું

(જી.એન.એસ),તા.૨૨

પ્રભાસની ફિલ્મ સાલાર આજથી દુનિયાભરમાં ધુમ મચાવશે, આ મોસ્ટઅવેટેડ ફિલ્મની લોકો ખુબ લાંબા સમયથી રાહ જોતા હતા પરંતુ હવે આ રાહ પૂર્ણ થઈ ગઈ છે. આજે એટલે કે, 22 ડિસેમ્બરના રોજ આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. સોશિયલ મીડિયા પર લોકો અલગ અલગ સ્થળોથી ફોટો અને વીડિયો પોસ્ટ કરી પ્રભાસની ફિલ્મનું સ્વાગત કરી રહ્યા છે. આ જશ્નના માહોલથી એ અંદાજો લગાવી શકાય છે કે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધુમ મચાવશે. ચાહકોએ આતાશબાજી અને ઢોલ નગારાની સાથે પ્રભાસની ફિલ્મ સાલારનું સ્વાગત કર્યું છે. ફિલ્મ રિલીઝ પહેલા જ પ્રભાસ માટે તેના ચાહકોનો અનોખો પ્રેમ જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર તેના ચાહકો ઓપનિંગ પહેલા ફિલ્મને રેટિંગ આપવા લાગ્યા હતા. સલારને પ્રભાસની બેસ્ટ ફિલ્મોમાંથી એક ગણાવી છે..

જાણવામાં આવી રહ્યું છે કે, 300 થી 400 કરોડના બજેટમાં બનેલી ફિલ્મ સલાર લોકો પર પોતાનો જાદુ ચલાવી રહી છે. તમને એ જાણીને પણ નવાઈ લાગશે કે, સાલાર ફિલ્મ રિલીઝ પહેલા જ 48.94 કરોડ રુપિયાનું કલેક્શન કરી લીધું છે. આ એડવાન્સ બુકિંગના આંકડા તમારા ફિલ્મને બ્લોકબસ્ટર થવાનો સંકેત આફી રહ્યા છે. આ સાથે એ અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, સાલાર ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર 50 થી 60 કરોડનો બિઝનેસ કરી શકે છે. તમને જણાવી દઈએ કે, 21 ડિસેમ્બરના રોજ રિલીઝ થયેલી શાહરુખ ખાનની ફિલ્મ ડંકીએ એડવાન્સ બુકિંગમાં આટલા રુપિયા કમાયા નથી. ડંકીએ 30 કરોડનું ક્લેક્શન કર્યું હતુ. પ્રભાસની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ આદિપુરુષ હતી. ટ્રેલર રિલીઝ થયું ત્યારથી ચાહકોને આ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. જો કે, આદિપુરુષની સફળતા બોક્સ ઓફિસ પર ચાલી શકી નહીં અને ફિલ્મ બ્લોકબસ્ટર બની શકી નહીં.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમરાઠા અનામત મુદ્દે મનોજ જરાંગે પાટીલનું મહારાષ્ટ્ર સરકારને અલ્ટીમેટમ
Next articleવિરાટ કોહલી પારિવારિક કારણોસર ભારત પરત ફર્યો