Home દેશ - NATIONAL રિલાયન્સ હોમ ફાઈનાન્સએ રોકાણકારોને 1 મહિનામાં 60 ટકાથી વધારે રિટર્ન આપ્યું

રિલાયન્સ હોમ ફાઈનાન્સએ રોકાણકારોને 1 મહિનામાં 60 ટકાથી વધારે રિટર્ન આપ્યું

25
0

(જી.એન.એસ),તા.૧૯

અનિલ અંબાણીની કંપની રિલાયન્સ હોમ ફાઈનાન્સ વેચાઈ ગઈ છે. ઓથમ ઈન્વેસ્ટમેન્ટ્સ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે 3351 કરોડમાં આ કંપનીનું સંપાદન કર્યું છે. આ પ્રક્રિયા બાદ રિલાયન્સ હોમ ફાઈનાન્સના શેરમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી શેરના ભાવમાં 5% ની અપર સર્કિટ લાગી રહી છે. આજે એટલે કે મંગળવારે રિલાયન્સ હોમ ફાઈનાન્સના શેર 5 ટકાના વધારા સાથે 3.15 ના સ્તર પર છે. 5% ની અપર સર્કિટ લાગી છે. આજે શેર 5 ટકાના વધારા સાથે ખૂલ્યો હતો અને સીધી જ અપર સર્કિટ લાગી હતી. રિલાયન્સ હોમ ફાઈનાન્સના શેરનું 52 વીક લો લેવલ 1.70 રૂપિયા છે. તે મૂજબ શેરે 1 વર્ષમાં રોકાણકારોના નાણા અંદાજે ડબલ કર્યા છે..

આ શેરે છેલ્લા 5 દિવસમાં 16.67 ટકાનું વળતર આપ્યું છે. જો રૂપિયામાં વાત કરીએ તો તે 0.45 રૂપિયાનો વધારો થયો છે. 13 ડિસેમ્બરના રોજ શેરના ભાવ 2.70 રૂપિયા હતા અને તેમાં 0.45 રૂપિયાનો વધારો થયો છે. જો છેલ્લા 1 મહિનાની વાત કરીએ તો રિલાયન્સ હોમ ફાઈનાન્સના શેરે રોકાણકારોને 61.54 ટકા વળતર આપ્યું છે. જો રૂપિયામાં વાત કરીએ તો તે 1.20 રૂપિયા છે. 1 મહિના પહેલા શેરના ભાવ 1.95 રૂપિયા હતા, જેમાં 1.20 રૂપિયાનો વધારો થતા હાલમાં શેરના ભાવ 3.15 રૂપિયા છે. જે રોકાણકારોએ 1 મહિના પહેલા શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો તે 1.62 લાખ રૂપિયા થઈ ગયા હોત.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleયુરોપમાં ઈસ્લામને કોઈ સ્થાન નથી : ઈટાલી પીએમ જ્યોર્જિયા મેલોની
Next articleઇનોવા કેપટૅબ લિમિટેડ ટૂંક સમયમાં લાવી રહી છે IPO