14 ફેબ્રુઆરી 2019ના રોજ થયો હતો પુલવામામાં હુમલો. હાલમાં જ ભારતીય સેનાના નિવૃત્ત કમાંડરે એક સનસનીખેજ ખુલાસો કર્યો છે. જેને કારણે ફરી એકવાર માહોલ ગરમાઈ ગયો છે. તેમણે પુલવામા અટેક અંગે ખુબ જ વિસ્ફોટક જાણકારી આપી છે. પુલવામા હુમલાના 10 દિવસની અંદર જ બીજો હુમલો થવાનો હતો. રિટાયર્ડ કમાન્ડરનો દાવો- આર્મીએ પાકિસ્તાની આતંકવાદીઓના ઢીમ ઢાળી દીધાં. 14 ફેબ્રુઆરી, 2019ના પુલવામા હુમલાના 10 દિવસની અંદર જ વધુ એક આત્મઘાતી હુમલો થવાનો હતો. આની ભનક ભારતીય સેનાને લાગી ગઈ હતી. સુરક્ષાદળોએ બે પાકિસ્તાની સહિત ત્રણ આતંકવાદીઓને મારીને આતંકવાદીઓની આ નાપાક યોજનાને નિષ્ફળ બનાવી દીધી હતી.
આ ખુલાસો ચિનાર કોર્પ્સના પૂર્વ કમાન્ડર લેફ્ટિનેન્ટ જનરલ (રિટાયર્ડ) કેજેસ ઢિલ્લોંએ પોતાના પુસ્તક ‘કિતને ગાઝી આયે, કિતને ગાઝી ગયે’માં કર્યો છે. આ પુસ્તકમાં ઢિલ્લોંએ લખ્યું છે કે આવા ઘણા આત્મઘાતી હુમલાઓ વિશે લોકો નથી જાણતા, જેની યોજના ફેબ્રુઆરી 2019માં જ બનાવી લીધી હતી. એક આતંકવાદીએ પોતાનો આત્મઘાતી હુમલાના ઈરાદા બતાવવા માટે એક વીડિયો બનાવ્યો હતો, જેમાં વિસ્ફોટક અને અન્ય હથિયારો દેખાઈ રહ્યા હતા. આ જ ઇનપુટના આધારે સુરક્ષાદળોએ જોઇન્ટ ઓપરેશન ચલાવીને તેમની આ નાપાક યોજનાને નિષ્ફળ કરી હતી.
ઉલ્લેખનીય છેકે, કિતને ગાઝી આયે કિતને ગાઝી ગયે પુસ્તક શુક્રવારે લોન્ચ કરવામાં આવ્યું હતું. પુલવામામાં 14 ફેબ્રુઆરી 2019ના હુમલો થયો હતો. જેમાં એક આત્મઘાતી હુમલાખારે પોતાના વાહનને CRPFના કાફલાની બસ સાથે ટક્કર મારી દીધી હતી. આ હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા. અને અનેક ઘાયલ થયા હતા. ઢિલ્લોંએ પોતાના પુસ્તકમાં લખ્યું હતું કે ‘પુલવામાની ઘટના પછી સુરક્ષા એજન્સીઓ, જમ્મુ કાશ્મીર પોલીસ અને ભારતીય સેનાએ પોતાના અભિયાનને શરૂ કરી દીધું હતું અને દક્ષિણ કાશ્મીર વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકી સંગઠનોના નેટવર્કમાં ઘૂસણખોરી કરીને ઘણી હદ સુધી તેને નિષ્ફળ બનાવીને સફળ રહ્યા હતા.’
14 ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામામાં થયેલા આતંકી હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા. સુરક્ષા એજન્સીઓએ જોઇન્ટ ઓપરેશન ચલાવ્યું હતું. આ પુસ્તકમાં જણાવ્યું હતું કે એજન્સીઓ સતત કામ કરી રહી હતી અને તુરીગામમાં જૈશના આતંકવાદીઓ છુપાઈને હુમલાની યોજના બનાવી રહ્યા હતા. સેના અને અન્ય સુરક્ષા એજન્સીઓએ 24 ફેબ્રુઆરી 2019ની રાતે એક સંયુક્ત અભિયાનની યોજના બનાવી હતી. તેઓ આ ઓપરેશનમાં ફેઇલ થવા માગતા નહોતા, કારણ કે જો આવું થાત, તો વધુ એક આત્મઘાતી હુમલો થઈ જાત. સંયુક્ત ટીમે ઓપરેશન ચલાવીને ત્રણ આતંકીઓને પકડ્યા હતા, ત્યારે તેના સાથીઓએ ગોળીબાર કર્યો હતો.
જમ્મુ-કાશ્મીર પોલીસના DSP અમન કુમાર ઠાકુરે જોયું કે ભારતીય સેનાના એક જવાન બલદેવ રામ પર આતંકવાદીઓ ગોળીઓ વરસાવી રહ્યા હતા. ઠાકુરે પોતાનો જીવ જોખમમાં મુકીને ઘાયલ સૈનિકને સુરક્ષિત સ્થાન પર પહોંચાડ્યા હતા. આ દરમિયાન છુપાઈને બેસેલો એક આંતકવાદીએ ઠાકુરને ગોળી મારી હતી, જેના કારણે ઠાકુર ઘાયલ થયા હતા. ગોળી વાગ્યા પછી પણ ઠાકુર ઊભા રહ્યા નહોતા અને આતંકીની પાસે પહોંચીને ધડાધડ ગોળીઓ ચલાવીને તેને મારી નાખ્યો હતો. માર્યા ગયેલા આ આતંકીની ઓળખાણ પાકિસ્તાનનો નોમાનના રૂમમાં થઈ હતી.
તે જૈશ-એ-મોહમ્મદનો આતંકી હતો. પુલવામા હુમલાનો બદલો લેવા માટે ભારતે પાકિસ્તાનમાં એર સ્ટ્રાઇક કરી હતી. શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા. પુસ્તકમાં 34 RRના નાયબ સુબેદાર સોમબીરની વીરતાના પણ વખાણ થયા છે. સોમબીરે એક પાકિસ્તાની આતંકવાદી ઓસામાને સામ-સામી ગોળીબારમાં મારી નાખ્યો અને પોતે શહીદ થયા હતા. DSP ઠાકુર અને નાયબ સુબેદાર સોમબીર, બન્નેએ ઓપરેશનમાં પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. બન્નેને શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.