Home રમત-ગમત રિઝવાન, હરમનપ્રીતને ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ

રિઝવાન, હરમનપ્રીતને ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ

45
0

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર અને પાકિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાનને સપ્ટેમ્બર મહિના માટે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ જીત્યો હતો. હમનપ્રીત કૌરે ઈંગ્લેન્ડ સામેની વન-ડે શ્રેણીમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હોવાથી મહિલાઓની કેટેગરીમાં કૌરને આ પ્રતિષ્ઠિત એવોર્ડ આપવામાં આવ્યો હતો.

હરમનપ્રીતની સાથે આ એવોર્ડ માટેની રેસમાં વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાના અને બાંગ્લાદેશની નિગાર સુલતાના હતી. હરમનપ્રીતના નેતૃત્વમાં ભારતીય ટીમે 1999 બાદ ઈંગ્લેન્ડ પ્રવાસમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતા યજમાન ટીમને 3-0થી પછાડી હતી. આ શ્રેણીમાં હરમનપ્રીતે 103.27ના સ્ટ્રાઈક રેટથી 221 રન નોંધાવ્યા હતા જે સિરીઝમાં સર્વોચ્ચ હતા.

પુરૂષોની શ્રેણીમાં પાકિસ્તાનના રિઝવાન ઉપરાંત ભારતનો સ્પિનર અક્ષર પટેલ અને ઓસ્ટ્રેલિયાનો ઓલ રાઉન્ડર કેમરૂન ગ્રીન પ્લેયર ઓફ ધ મંથની રેસમાં હતા. રિઝવાને છેલ્લી 10 મેચમાં સાતમાં અડધી સદી નોંધાવી છે. એશિયા કપમાં તેણે હોંગકોંગ અને ભારત સામે 70થી વધુ રનની ઈનિંગ રમી હતી.

GNS NEWS

Previous articleમહિલા એશિયા કપમાં ભારતની અંતિમ ગ્રુપ મેચમાં 9 વિકેટે થાઈલેન્ડ સામે જીત
Next article‘રિતિક રોશન ફાઈટર’ માટે રિયલ ટાઈમ ટ્રેનિંગ લેશે