Home ગુજરાત ઉત્તર ગુજરાત રાહુલ ગાંધી ‘ભારત જોડો યાત્રા’ માં પિગી બેંક રજૂ કરનાર વેપારીની લાશ...

રાહુલ ગાંધી ‘ભારત જોડો યાત્રા’ માં પિગી બેંક રજૂ કરનાર વેપારીની લાશ મળી

5
0

(જી.એન.એસ),તા.૧૪

મધ્યપ્રદેશ,

મધ્યપ્રદેશના સિહોરમાં રાહુલ ગાંધીની ન્યાયયાત્રામાં પીગી બેંક આપનારની ED દ્વારા રેડ કરાઈ હતી, જેથી ED એ મનોજની ધરપકડ કરી હતી. તેથી મનોજે ડરીને પગલું ભર્યું હોવાનું ચર્ચાયું છે. મધ્યપ્રદેશ ના સિહોર જિલ્લાના આષ્ટામાં શુક્રવારે સવારે જ્યારે વેપારી મનોજ પરમાર અને તેની પત્ની નેહાની લાશ તેમના ઘરમાં લટકતી હાલતમાં મળી આવી ત્યારે વિસ્તારમાં હંગામો મચી ગયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 5 ડિસેમ્બરે મનોજના ઈન્દોર અને સિહોર માં ચાર સ્થળો પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન, EDએ અહીંથી ઘણી જંગમ, સ્થાવર અને બેનામી સંપત્તિના દસ્તાવેજો જપ્ત કર્યા હતા. આ ઉપરાંત રૂ. 3.5 લાખનું બેંક બેલેન્સ પણ ફ્રીઝ કરવામાં આવ્યું હતું. ED એ મનોજની ધરપકડ કરી હતી. સાંસદ રાહુલ ગાંધીને પિગી બેંક રજૂ કરી હતી તમને જણાવી દઈએ કે મનોજ પરમારે ન્યાય યાત્રા દરમિયાન કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી ને પિગી બેંક ગિફ્ટ કરી હતી. ત્યારથી તે સમાચારોમાં છવાયેલો રહ્યો. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે આ ઘટના બાદથી તે બીજેપી ના નિશાના પર છે. મનોજના મોટા પુત્ર જતિનનું કહેવું છે કે ઇડી ના લોકોએ માનસિક દબાણ બનાવ્યું હતું. જેના કારણે માતાપિતાએ આત્મહત્યા કરી છે.’ મનોજના ભાઈ રાજેશ પરમાર નું કહેવું છે કે મનોજ ED ના માનસિક દબાણમાં હતો. આ કાર્યવાહી થાય તે પહેલા જ તે આ કારણે નારાજ હતો. કોંગ્રેસે ભાજપ પર આરોપ લગાવ્યો આ બાબતે સિહોર કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ કૈલાશ પરમાર કહે છે કે, મનોજ પરમારના પુત્રએ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં પિગી બેંકની ટીમ બનાવીને મદદ કરી હતી, ત્યારથી તે ભાજપની નજરમાં હતો. થોડા દિવસો પહેલા મનોજના પરિવારજનો EDના દરોડાથી માનસિક રીતે પરેશાન હતા, જેના કારણે તેમણે આત્મહત્યા જેવું પગલું ભરવું પડ્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field