Home મધ્ય ગુજરાત અમદાવાદ રાહુલ ગાંધી કહેતા હતા કે કાશ્મીરમાં લોહીની નદીઓ વહે છે, 5 વર્ષ...

રાહુલ ગાંધી કહેતા હતા કે કાશ્મીરમાં લોહીની નદીઓ વહે છે, 5 વર્ષ થયા પણ કોઈની કાંકરી ચાળો કરવાની હિંમત નથી: કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમીત શાહ

34
0

(જી.એન.એસ) તા. 1

અમદાવાદ,

ગુજરાતમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા અંતર્ગત 7 મેના રોજ મતદાન યોજાશે. ચૂંટણી આડે હવે એક અઠવાડિયાનો જ સમય બાકી રહ્યો છે. તે દરમિયાન દરેક રાજકીય પક્ષો પૂર જોશમાં પ્રચાર કરી રહ્યા છે. અમદાવાદના નરોડામાં કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિત શાહે જંગી જાહેર સભાને સંબોધન કર્યુ હતું.

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી એ કહ્યુ હતું કે, હું આપ સૌને હસમુખ પટેલને જીતાડવાની અપીલ કરું છું. બે તબક્કાના મતદાનમાં 100 થી વધુ બેઠકો આવશે એ નક્કી છે, 400 થી વધુ બેઠકોનો લક્ષ્‍યાંક પૂરો કરવાનું શરૂ થયું છે. દેશભરમાં મોદી મોદીનો જ નારો છે. ગુજરાતની 25 બેઠકો જીતવાનો સંકલ્પ છે. નરેન્દ્ર મોદીના રાજમાં ગુજરાતમાં કર્ફ્યૂ અને હુલ્લડથી મુક્તિ મળી છે. ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલ્યાં છે.

અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, કાશ્મીર આપણું જ છે. નરોડા કે ગુજરાતનો એક એક વ્યક્તિ કાશ્મીર માટે જીવ આપવા તૈયાર છે. 370 ની કલમ હટાવવાનું કામ નરેન્દ્ર મોદીની સરકારે કર્યું. રાહુલ ગાંધી કહેતા હતા કે કાશ્મીરમાં લોહીની નદીઓ વહેશે, 5 વર્ષ થયા પણ કોઈની કાંકરી ચાળો કરવાની હિંમત નથી. ફરી મોદી સરકાર બનશે ત્યારે બે જ વર્ષમાં નક્સલવાદ ખતમ કરી દઈશું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગેનીબેન માટે પ્રિયંકા ગાંધી બનાસકાંઠામાં જનસભાને સંબોધશે, પ્રિયંકા ગાંધી 3 મેએ ગુજરાત આવશે
Next articleશિક્ષકને ખોટી રીતે હાંકી કાઢવા બદલ અમદાવાદની આદર્શ સ્કૂલની 25 ટકા ગ્રાન્ટ કાપવાનો ડીઇઓ દ્વારા આદેશ