Home દેશ - NATIONAL રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટ તરફથી મળી રાહત, સરનેમ કેસમાં સજા પર લાગી...

રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટ તરફથી મળી રાહત, સરનેમ કેસમાં સજા પર લાગી રોક

18
0

(GNS),04

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા રદ કરવાના મામલે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી માટે અડધા કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો હતો, જેમાં બંને પક્ષના વકીલોને બોલવા માટે 15-15 મિનિટનો સમય મળ્યો હતો. આ કેસમાં રાહુલ ગાંધીને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે તેની સજા પર રોક લગાવી છે. રાહુલ ગાંધી તરફથી એવી દલીલ કરવામાં આવી છે કે તેમણે સમગ્ર સમુદાયનું અપમાન કર્યું નથી, આવા કિસ્સામાં માત્ર રાહુલને જ આવી સજા મળી છે.રાહુલ ગાંધી તરફથી વકીલ અભિષેક મનુ સિંઘવીએ આ મામલે દલીલ કરતા કહ્યું કે રાહુલ ગાંધીએ તેમના ભાષણમાં જે લોકોની સરનેમનો ઉપયોગ કર્યો છે તે 13 કરોડના સમુદાયમાંથી કોઈએ દાવો કર્યો નથી, પરંતુ તેમાં માત્ર ભાજપના નેતાઓ જ દાવો કરી રહ્યા છે. વકીલે કહ્યું કે અરજદારની અસલી અટક મોદી નથી, તે મોઢ અટક પરથી મોદી બની ગયા છે. તેણે એવી દલીલ પણ કરી હતી કે સાક્ષીઓએ સ્પષ્ટપણે કહ્યું છે કે રાહુલે સમગ્ર સમુદાયનું અપમાન કર્યું નથી. અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે આ કોઈ અપહરણ, બળાત્કાર કે હત્યાનો મામલો નથી, આવું બહુ ઓછું થયુ છે કે આવા કેસમાં 2 વર્ષની સજા થઈ હોય. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે અભિષેક મનુ સિંઘવીને અટકાવતા કહ્યું કે તમે અહીં રાજકીય ચર્ચા ન કરો, તેને રાજ્યસભા માટે સાચવો. આ જોઈને સિંઘવી પણ હસી પડ્યા. રાહુલ ગાંધીના વકીલે કહ્યું કે અરજદાર પાસે રાહુલ ગાંધી વિરૂદ્ધ કોઈ પુરાવા નથી, દાખલ કરવામાં આવેલી ફરિયાદ પણ અખબારના કટિંગના આધારે છે જે વોટ્સએપ પર મળી આવી હતી.

શું છે સમગ્ર કેસ?… જે જણાવીએ તો, આ કેસમાં રાહુલ ગાંધીને 2 વર્ષની સજા સંભળાવવામાં આવી છે, જેના કારણે તેમનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. તે સજા પૂરી થયાના 6 વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં. ભાજપના નેતા પૂર્ણેશ મોદીએ સુરતની કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ અરજી કરી હતી. વર્ષ 2019ની ચૂંટણીમાં રાહુલ ગાંધીએ કર્ણાટકમાં એક રેલીમાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે મોદી સરનેમ પર ટિપ્પણી કરી હતી. આ મામલે પૂર્ણેશ મોદીએ અરજી દાખલ કરી હતી, રાહુલે માફી માંગવાની ના પાડી દીધી અને કોર્ટે તેમને સજા ફટકારી. સુરત કોર્ટના નિર્ણય સામે રાહુલ ગાંધીએ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી હતી. તેમને અહીંથી પણ રાહત મળી ન હતી અને માર્ચમાં, જ્યારે ગુજરાત સરકારે નિર્ણયને યથાવત રાખ્યો હતો, ત્યારે રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. રાહુલે પોતાનો સત્તાવાર બંગલો પણ ખાલી કરી દીધો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવારાણસીના જ્ઞાનવાપી પરિસરમાં ASI સરવે શરૂ કરાયો
Next articleમુંબઈ-પુણેમાં આતંક મચાવવાના ષડયંત્રનો પર્દાફાશ, એટીએસે સ્થળ પર દરોડો પાડ્યો