(જી.એન.એસ),તા.૦૨
નવીદિલ્હી,
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ, ગઈકાલે સોમવારે સંસદમાં રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચા દરમિયાન કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સંસદમાં 90 મિનિટ સુધી સંબોધન કર્યું હતું. જેમા હિંદુ ધર્મ, અગ્નવીર સહિત 20 મુદ્દાઓ પર ઉગ્રતાપૂર્વક વાત કરી. સંબોધન દરમિયાન વિપક્ષ અને સત્તાપક્ષ વચ્ચે ભારે હોબાળો મચ્યો હતો. દરમિયાન લોકસભામાં રાહુલ ગાંધીએ કરેલા સંબોધનમાંથી કેટલાક નિવેદનોને રેકોર્ડમાંથી હટાવી દેવામાં આવ્યા છે. આમાં અન્ય વિષયો અને મુદ્દાઓની સાથેસાથે ઉદ્યોગપતિઓ અદાણી, અંબાણીને લગતા નિવેદનોનો પણ સમાવેશ થાય છે. રાહુલ ગાંધીએ સંબોધન દરમિયાન એવુ નિવેદન કર્યું હતું કે, ભાજપ લઘુમતીઓ સાથે અન્યાયી વ્યવહારનો આરોપ લગાવ્યો હતો. તેને પણ લોકસભાની કાર્યવાહીના રેકોર્ડમાંથી હટાવી દેવામાં આવ્યો છે. આ સિવાય અગ્નિવીર સેનાની નહીં પણ PMOની યોજના છે, અને પોતાને હિંદુ કહેનારા હિંસા કરે છે તે નિવેદનને લોકસભાના રેકોર્ડમાંથી હટાવી દેવામાં આવ્યું છે. રાહુલ ગાંધી સરકારને ઘેરવા માટે ભગવાન શિવ, ગુરુ નાનક અને જીસસ ક્રાઈસ્ટની તસવીરો ગૃહમાં સાથે લઈને આવ્યા હતા. પોતાના સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ ભગવાન શિવની તસવીર બતાવી અને કહ્યું કે ભગવાન શિવ ના તો કોઈથી ડરવાનું શીખવે છે અને ના તો કોઈને ડરાવવાનું શીખવે છે. રાહુલ ગાંધીએ 20 મુદ્દાઓ પર સરકારને ઘેરી હતી. આમાં હિન્દુઓ, અગ્નિવીર, ખેડૂતો, મણિપુર, NEET, બેરોજગારી, નોટબંધી, GST, MSP, હિંસા, ભય, ધર્મ, અયોધ્યા, ગુજરાત, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, વડાપ્રધાન અને સ્પીકરનો પણ સમાવેશ થાય છે. રાહુલ ગાંધીના નિવેદનની પીએમ મોદીની સાથે અમિત શાહ અને રાજનાથ સિંહે, શિવરાજસિંહ ચૌહાણે પણ આકરી ટીકા કરી હતી. રાહુલ ગાંધીએ સંસદમાં હિન્દુઓને લગતા નિવેદન આપતાની સાથે જ હોબાળો મચી ગયો હતો. આ પછી પીએમ મોદીએ પોતાની બેઠક પરથી ઉભા થઈને, રાહુલ ગાંધીના નિવેદન પર વાંધો ઉઠાવ્યો હતો. રાહુલ ગાંધીના નિવેદન બાદ પીએમ મોદીએ કહ્યું કે હિન્દુ સમાજને હિંસક કહેવું ખોટું છે. આ પછી ગૃહમંત્રી અમિત શાહે પણ રાહુલ ગાંધીના નિવેદન પર વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે આ કરોડો હિન્દુઓનું અપમાન છે. હિંસાને કોઈપણ ધર્મ સાથે જોડવો ખોટું છે. રાહુલ ગાંધીએ સમગ્ર ગૃહની સાથેસાથે દેશની પણ માફી માંગવી જોઈએ. જ્યારે ભાજપે રાહુલ ગાંધી પર હિન્દુ ધર્મના અપમાનનો આરોપ લગાવ્યો ત્યારે પ્રિયંકા ગાંધીએ રાહુલ ગાંધીનો બચાવ કર્યો હતો. પ્રિયંકાએ કહ્યું કે રાહુલ ગાંધીએ હિંદુ ધર્મનું અપમાન કર્યું નથી. સાધુ સંતોએ પણ રાહુલ ગાંધીના નિવેદનની ટીકા કરી હતી અને હિન્દુ સમાજની માફી માંગવાની માંગ કરી હતી. જુના અખાડાના મહામંડલેશ્વર અવધેશાનંદ ગિરીએ રાહુલ ગાંધીના નિવેદન સામે વાંધો વ્યક્ત કર્યો હતો અને માફી માંગવાની અપીલ કરી હતી. રાહુલ ગાંધીએ સંસદમાં બોલતી વખતે અભય મુદ્રાનો ઉલ્લેખ કર્યો હતો. તેણે અભય મુદ્રાને ઈસ્લામ સાથે જોડી. રાહુલ ગાંધીના ‘અભય મુદ્રા’ અંગેના નિવેદનથી મુસ્લિમ સમુદાય પણ નારાજ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.