Home દેશ - NATIONAL રાહુલ ગાંધીએ ફરી પીએમ પર આકરા પ્રહાર કરતા કહ્યું”મણિપુર સળગ્યું, EU સંસદમાં...

રાહુલ ગાંધીએ ફરી પીએમ પર આકરા પ્રહાર કરતા કહ્યું”મણિપુર સળગ્યું, EU સંસદમાં ચર્ચા, પણ PM છે ચૂપ..”

18
0

(GNS),15

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફ્રાન્સ સાથેની નવી રાફેલ ડીલ અંગે ટ્વિટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. મણિપુર હિંસાનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ લખ્યું છે કે એક તરફ મણિપુર હિંસાની આગમાં સળગી રહ્યું છે જેને લઈને યુરોપિયન યુનિયન સંસદમાં ભારતની આંતરિક બાબતો અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ વડાપ્રધાન ફ્રાન્સની ‘બેસ્ટીલ ડે’ પરેડમાં વ્યસ્ત છે અને રાફેલ ડીલ કરી રહ્યા છે. રાહુલ ગાંધી અગાઉ પણ મણિપુર હિંસા મામલે પીએમ સહિત બીજેપી પાર્ટી પર આકરા પ્રહાર કરી ચૂક્યા છે. ત્યારે આ સમયે પીએમ ફ્રાન્સના પ્રવાસે છે ત્યારે ફરી રાહુલ ગાંધીએ પીએમની વિદેશ પ્રવાસ પર સવાલ ઉઠાવ્યા છે. પીએમ મોદી 13-14 જુલાઈ સુધી ફ્રાંસના પ્રવાસે હતા. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના વિશેષ આમંત્રણ પર, વડા પ્રધાને મુખ્ય અતિથિ તરીકે બેસ્ટિલ ડે પરેડમાં હાજરી આપી હતી. ત્યાં તેણે ઘણી ડીલ પણ કરી હતી જેમાં 26 નવા રાફેલ ખરીદવાનો કરાર થયો હતો. આ સિવાય 3 સબમરીન ખરીદવાનો મામલો પણ સામે આવ્યો છે.

મણિપુરમાં હિંસા માટે છેલ્લા ઘણા મહિનાઓથી યુરોપિયન સંસદ (EU)માં મોદી સરકારની ટીકા થઈ રહી છે. આ અંગે યુરોપિયન સંસદમાં પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવ્યો હતો, જેને ભારતે ફગાવી દીધો હતો. ભારતે પણ આ મામલે સખત વાંધો વ્યક્ત કર્યો છે. અમે ભારતની આંતરિક બાબતોમાં અન્ય કોઈ દેશની દખલગીરી સ્વીકારીશું નહીં. ભારત આવી બાબતો પર પહેલાથી જ પોતાનું કડક વલણ અપનાવી ચુક્યું છે. મણિપુર કેમ સળગી રહ્યું છે?.. મણિપુરમાં છેલ્લા બે મહિનાથી હિંસા ચાલી રહી છે. અત્યાર સુધીમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં કેટલાક સુરક્ષા દળના જવાનો પણ સામેલ છે. રાજ્યમાં જાતિય રમખાણો થયા પછી પરિસ્થિતિ વધુ વણસી, જેણે ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. મણિપુરમાં હિંસા મુખ્યત્વે મેઇતેઈ અને કુકી સમુદાયો વચ્ચે થઈ રહી છે. વિપક્ષના ભારે વિરોધ વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે પણ રાજ્યની મુલાકાત લીધી હતી, પરંતુ હજુ પણ સ્થિતિ સામાન્ય થતી જણાતી નથી. EU એ આ મુદ્દાઓ અંગે પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field