(જી.એન.એસ), તા.૭
સીરિયામાં થયેલા રાસાયણિક હુમલા બાદ ગુસ્સે ભરાયેલા અમેરિકાએ મોટી જવાબી કાર્યવાહી કરી છે. ગુરુવારે રાતથી અત્યાર સુધીમાં અમેરિકાએ સીરિયન સરકારના એરબેઝ પર 50થી વધુ ક્રુઝ મિસાઈલો છોડી છે. અત્રે જણાવવાનું કે કથિત સીરિયન સરકારના રાસાયણિક હુમલામાં લગભગ 80 જેટલા લોકો માર્યા ગયા હતાં. મૃતકોમાં સૌથી વધુ સંખ્યા બાળકોની હતી. આ રાસાયણિક હુમલાથી સમગ્ર દુનિયા હચમચી હતી. હુમલામાં લગભગ 30 બાળકો અને 20 મહિલાઓ માર્યા ગયા હતાં. જ્યારે 400થી વધુ લોકો ઘાયલ થયા હતાં.
અમેરિકાના એક સૈન્ય અધિકારીએ આ હુમલાની પુષ્ટિ કરતા કહ્યું કે ગુરુવાર રાતે સીરિયાના એરબેઝ પર ડઝન ટોમહોક મિસાઈલ હુમલા કરવામાં આવ્યાં છે. પહેલીવાર એવું બન્યું છે કે વ્હાઈટ હાઉસે સીરિયન રાષ્ટ્રપતિ બશર અલ અસદના નજીકના સૈન્ય મથકો પર આ પ્રકારે કાર્યવાહી કરી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સીરિયાના ઈડલિબમાં થયેલા રાસાયણિક હુમલા માટે સીરિયન રાષ્ટ્રપતિ અસદને જવાબદાર ઠેરવ્યાં હતાં. ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા તે પછી આ પહેલી મોટી કાર્યવાહી છે.
અત્યાર સુધી સીરિયા, યમન અને ઈરાકમાં જે ઓપરેશન ચાલી રહ્યાં હતાં તે એક નક્કી પ્રક્રિયા હેઠળ અમેરિકી સૈન્ય અધિકારીઓની સીધી નિગરાણીમાં થઈ રહ્યાં હતાં. ટ્રમ્પના આ ફેસલાને ઉત્તર કોરિયા અને આવી ઉભરતી તાકાતો માટે કડક સંદેશ તરીકે જોવામાં આવી રહ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઉ.કોરિયા અને ઈરાન જેવા દેશોને સંદેશો આપી દીધો છે કે જો તેઓ આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ કરશે તો તેમની વિરુદ્ધ પણ કાર્યવાહી થશે. કહેવાય છે કે અમરિકા આ દેશોમાં પણ કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલીવાર સૈન્ય કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો.
સીરિયન મીડિયાએ અમેરિકાના આ હવાઈ હુમલાને આક્રમણ ગણાવ્યું છે. તેમના જણાવ્યાં મુજબ અમેરિકા સીરિયન સરકારના હવાઈ ઠેકાણા પર મિસાઈલો છોડી રહ્યું છે. સીરિયન સુરક્ષા દળોને સીધી રીતે નિશાન બનાવવામાં આવી રહ્યાં છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સીરિયાન સરકારના હવાઈ ઠેકાણાઓ પર ક્રુઝ મિસાઈલથી જે હુમલા થઈ રહ્યાં છે તેને સીરિયાના હિતમાં ગણાવ્યાં. તેમણે સીરિયાના નાગરિકોને અમેરિકાની મદદ કરવાની અપીલ કરી. તેમણે કહ્યું કે સીરિયામાં હત્યાઓ બંધ કરવા માટે નાગરિકો અમેરિકાને સાથ આપે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેમાં કોઈ પ્રકારના મતભેદો નથી કે સીરિયન સરકારે પ્રતિબંધિત રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરીને નિર્દોષ લોકોની હત્યા કરી. ટ્રમ્પે કહ્યું કે મેં સીરિયામાં હવાઈ હુમલાનો આદેશ આપ્યો છે. બશરે અનેક લોકોને મોતને ઘાટ પહોંચાડ્યા છે. જેના પગલે મારે કાર્યવાહી કરવા માટે મજબુર થવું પડ્યું.
સીરિયામાં માનવાધિકારો માટે કામ કરતી સંસ્થાઓ સાથે અમેરિકાનું માનીએ તો આ હુમલા પાછળ બીજુ કોઈ નહીં પરંતુ સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદ જ છે. જો કે ખુદ સીરિયન આર્મીની સાથે સાથે રાષ્ટ્રપતિ બશર અલ અસદના હકમાં વિદ્રોહીઓ પર હુમલા કરનાર રશિયાએ આ આરોપો ફગાવ્યાં હતાં.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.