Home દુનિયા - WORLD રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ભારતવાસીઓ તરફથી મહારાણી એલિઝાબેથને શ્રદ્ધાંજલિ આપી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ભારતવાસીઓ તરફથી મહારાણી એલિઝાબેથને શ્રદ્ધાંજલિ આપી

43
0

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ લંડનના વેસ્ટમિંસ્ટર હોલનો પ્રવાસ કર્યો, જ્યાં મહારાણી એલિઝાબેથ દ્વિતીયના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ભારતવાસીઓ તરફથી ક્વીન એલિઝાબેથને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. આ પહેલા રાષ્ટ્રપતિ શનિવારે બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયના રાજકીય અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે લંડન રવાના થયા હતા.

દ્રૌપદી મુર્મૂના લંડન પહોંચવાની જાણકારી તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આપવામાં આવી હતી. લંડન એરપોર્ટ પર તેમના ફોટો સાથે ટ્વીટમાં જણાવવામાં આવ્યું કે તેઓ મહારાણી એલિઝાબેથના નિધન પર ભારત તરફથી સંવેદના વ્યક્ત કરશે અને તેમના અંતિમ સંસ્કારમાં સામેલ થશે. નોંધનીય છે કે મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમ સંસ્કાર વેસ્ટમિંસ્ટર એમ્બેમાં રાજકીય સન્માન સાથે કરવામાં આવશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ લંડનના વેસ્ટમિંસ્ટર હોલ પહોંચીને ત્યાં મહારાણી એલિઝાબેથ દ્વિતીયને ભારતવાસીઓ તરફથી શ્રદ્ધાંજલિ આપી છે. ત્યારબાદ રાષ્ટ્રપતિ લંડનના લૈંકેસ્ટર હાઉસ પહોંચ્યા હતા. ત્યાં પહોંચીને મુર્મૂએ મહારાણી એલિઝાબેથ દ્વિતીયના સ્મૃતિમાં શોક પુસ્તક પર હસ્તાક્ષર કર્યાં. આ જાણકારી રાષ્ટ્રપતિના ટ્વિટર હેન્ડલ પર આપવામાં આવી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅડાલજખાતે ગુજકોમાસોલની ૬૧મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ
Next articleપ્રેમી અમેરિકાથી પ્રેમિકાને મળવા ઓસ્ટ્રેલિયા પહોંચ્યો, એવું શું થયું કે પ્રેમીએ ઘરે પરત ફરવું પડ્યું!