Home દેશ - NATIONAL રામ મંદિર વિવાદ મુદ્દે કોર્ટ પાસે પણ નથી ઈલાજ : મોહન ભાગવત

રામ મંદિર વિવાદ મુદ્દે કોર્ટ પાસે પણ નથી ઈલાજ : મોહન ભાગવત

500
0

જી.એન.એસ, તા.૧૨
ઝારખંડના દેવઘરમાં આયોજિત હિંદુ સમાગમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે અયોધ્યામાં વિવાદીત સ્થાને રામમંદિર નિર્માણ મામલે મોટું નિવેદન આપ્યું છે.
ભાગવતે કહ્યું છે કે દેશવાસી રામજન્મભૂમિ સ્થાનમાં રામમંદિર નિર્માણ ઈચ્છી રહ્યા છે. કોર્ટમાં આનો કોઈ ઉપાય નથી. તો પછી આના માટે લડાઈ કેમ? કોઈ મત કે સંપ્રદાય આના વિરોધમાં ઉભો નથી.
આરએસએસ પ્રમુખે દાવો કર્યો છે કે ઈસ્લામના અનુયાયીઓ મંદિરનો વિરોધ કરી રહ્યાં નથી. પરંતુ રાજકીય કટ્ટરવાદને કારણે આના પર રોક લાગી છે. ભાગવતનું નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં રામમંદિર વિવાદ પર સામાન્ય સંમતિ ઉભી કરવાની સલાહ આપી છે.
મોહન ભાગવતે કહ્યું છે કે હિંદુસ્તાનમાં તમામ પંથ સ્વીકાર્ય છે. અહીંના લોકો તમામને સાથે લઈને ચાલે છે. તેમણે કહ્યુ હતુ કે સિંધુ નદીને કારણે હિંદુસ્તાનનું નામ પડયું. પરંતુ બાદમાં દુનિયાએ પોતાની જરૂરિયાત પ્રમાણે દેશને નામ આપ્યું છે. આખી દુનિયાએ આનો સ્વીકાર કર્યો છે કે આપણે સાચા છીએ.
રસ્તા અલગ છે પરંતુ લક્ષ્ય એક છે. સાથે મળીને ચાલવાની શીખ હિંદુઓ જ આપે છે. દુનિયાની જરૂરિયાત હિંદુઓ છે. હિંદુસ્તાનમાં રહેનારા તમામ લોકો હિંદુ છે. ભાગવતે એમ પણ કહ્યું છે કે હિંદુઓમાં મતાંતરણ નથી.
બહારના લોકોએ રાજકીય સ્વાર્થ માટે ઉપાસના પદ્ધતિ બદલી હતી. હિંદુઓ તમામ ધર્મસ્થાનો પર માથું ટેકવે છે. કોઈપણ ધર્મનું હિંદુઓ અપમાન કરતા નથી. આરએસએસ પ્રમુખે કહ્યું છે કે હિંદુઓની ઉદારતાને દુર્બળતા સમજીને અહીં ઈશા મસીહના નામે મિશનરીઓ આવે છે. તેમણે ક્હ્યું છે કે તેઓ પણ પૂજાની પદ્ધતિ બદલતા નથી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field