Home દેશ - NATIONAL રામ મંદિર મહોત્સવને લઈ સોશિયલ મીડિયા પર બાજ નજર રાખવા સાયબર પોલીસ...

રામ મંદિર મહોત્સવને લઈ સોશિયલ મીડિયા પર બાજ નજર રાખવા સાયબર પોલીસ એલર્ટ

46
0

(જી.એન.એસ),તા.૧૬

રામમંદિરને લઈ દેશભરમાં ઉત્સાહનો માહોલ છવાયેલો છે. દેશમાં રામમય વાતાવરણ હવે જેમ જેમ પ્રતિષ્ઠા મહોત્સવનો દિવસ નજીક આવતો જાય છે, એમ અયોધ્યાને લઈ ઘરે ઘરે ભક્તિમય માહોલ જામી રહ્યો છે. આ દરમિયાન હાલમાં સોશિયલ મીડિયામાં ભગવાન રામને લઈ વીડિયો અને રીલ્સ ખોની સંખ્યામાં શેર થઈ રહી છે. આમ આવી સ્થિતિમાં સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક પોલીસ માટે માહોલમાં ખલેલ ના પહોંચે એ માટે સતત બાજ નજર રાખવામાં આવી રહી છે.   છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના દરેક જિલ્લાઓમાં પોલીસની સાયબર ટીમો એલર્ટ મોડમાં છે. આવી જ રીતે સાબરકાંઠા જિલ્લામાં પણ સાયબર ટીમો એલર્ટ કરી દેવામાં આવી છે અને સતત એવા કીવર્ડ ના કન્ટેન્ટ શેર થતા હોય તેની પર નજર રાખવામાં આવી રહી છે. અફવા ફેલાતી હોય કે ઉશ્કેરણી થતી હોય એવા કન્ટેન્ટને તુરત દૂર કરવાની કાર્યવાહી સાથે સાયબર ક્રાઈમ એક્ટ હેઠળ ગુના નોંધવામાં આવશે.  

આ ઉપરાંત ફ્રોડ કરનારા પણ અયોધ્યા મંદિરના નામે ફ્રોડ કરતા હોઈ શકે છે. આ માટે થઈને પણ પોલીસે સાવચેતી રાખવાની અપીલ સાથે ફ્રોડ કરનારાઓ પર કાર્યવાહી કરવા માટે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.  સાબરકાંઠા એસપી વિજય પટેલે જણાવ્યુ હતુ કે, અમે આ માટે સતત નજર રાખી રહ્યા છે. સાયબર ટીમને આ અંગે સતત એલર્ટ રાખેલ છે અને જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સ બાદ પણ કેટલાક દીવસ સતત સોશિયલ મીડિયા પર નજર રાખશે. પ્રસાદ અને દાન માટે પણ ફ્રોડ માટે જાળમાં ફસાવતી લીંકને લઈને પણ નજર રાખવામાં આવી રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઔરંગાબામાં દુકાનની સામે કાર પાર્ક કરવાને લઈને વિવાદ, 4ના મોત
Next articleઅયોધ્યામાં કોંગ્રેસ કાર્યકરો અને સ્થાનિકો વચ્ચે ઝપાઝપી