(જી.એન.એસ) તા. 11
ફિલમેકર રામ ગોપાલ વર્માએ સોશયલ મીડિયા પર પોતાની આગામી ફિલ્મ હોરર-કોમેડીની ઘોષણા કરી છે. આ ફિલ્મમાં રામ ગોપાલ વર્મા દ્વારા મનોજ બાજપાયી સાથે ૨૬ વરસ પછી કામ કરવા જઈ રહ્યા છે.
રામ ગોપાલ વર્માએ પોતાના એક્સ હેન્ડલ પરથી જણાવ્યું છે કે સત્યા, કૌન અને શૂલ ફિલ્મો પછી મને આ ઘોષણા કરતાં બેહદ ખુશી થઇ રહી છે કે, હું અને મનોજ બાજપાયી વધુ એક વખત હોરર-કોમેડી પોલીસ સ્ટેશનમાં ભૂત નામના શિર્ષકની ફિલ્મ સાથે પાછા આવી રહ્યા છીએ.
ફિલ્મની વાર્તા વિશે રામ ગોપાલ વર્માએ હિન્ટ આપતાં કહ્યું હતું કે, એક પોલીસ સ્ટેશન પર પોલીસ અને ગુંડાઓ વચ્ચે ઝપાઝપી થયા પછી એ પોલીસ સ્ટેશન ભૂતિયા પોલીસ સ્ટેશન બની જતું હોય છે.
એ પોલીસ સ્ટેશનમાં સઘળા પોલીસવાળાઓ ગેન્ગસ્ટરના ભૂતોથી બચવા માટે ડરના માર્યા ભાગતા હોય છે. અત્યાધૂનિક વીએફએક્સથી હોરરર ઇફેક્ટસ સાથે આ ફિલ્મ જોવાનું દર્શકોને પસંદ પડશે.
ઉલ્લેખનીય છે કે, સ્ત્રી ટુ અને મુંઝ્યા જેવી ફિલ્મોની સફળતા પછી હોરર-કોમેડી ફિલ્મ બનાવવાનો ટ્રેન્ડ બોલીવૂડમાં વધી ગયો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.