રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં કોલકાતામાંથી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી
(જી.એન.એસ),તા.૧૨
કોલકાતા,
રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને મોટી સફળતા મળી છે. NIAએ આ કેસમાં કોલકાતામાંથી બે આરોપીઓની ધરપકડ કરી છે. તેમાંથી એકનું નામ અબ્દુલ મતીન તાહા છે જ્યારે બીજાનું નામ મુસાવીર હુસૈન શાઝેબ છે. બંનેની ધરપકડ બાદ NIAએ નિવેદન જાહેર કર્યું છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ કહ્યું કે શાઝેબ વિસ્ફોટનો મુખ્ય આરોપી છે. તેણે જ કેફેમાં IED મૂક્યો હતો. જ્યારે, તાહા આ બ્લાસ્ટનો પ્લાનર હતો. તેણે જ આ વિસ્ફોટનો સમગ્ર પ્લાન તૈયાર કર્યો હતો. તપાસ એજન્સીનું કહેવું છે કે શાઝેબ જ વિસ્ફોટકોને કેફેમાં લઈ ગયો હતો. બંનેને શોધવા માટે NIAએ કર્ણાટક, તમિલનાડુ અને યુપીમાં 18 સ્થળોએ દરોડા પાડ્યા હતા. NIAએ બંને પર 10-10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. તમને જણાવી દઈએ કે શાઝેબ અને તાહા બંને ISIS સાથે જોડાયેલા છે.
તમને જણાવી દઈએ કે આ પહેલા NIAએ ગયા મહિને (26 માર્ચ) બેંગલુરુમાંથી મુઝમ્મિલ શરીફની ધરપકડ કરી હતી. શરીફે બંને આરોપીઓને લોજિસ્ટિક્સ પુરું પાડ્યું હતું. મુઝમ્મિલની ધરપકડ કરવા NIAએ ત્રણ રાજ્યો કર્ણાટક, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં દરોડા પાડ્યા હતા. સર્ચ દરમિયાન કેટલીક રોકડ સાથે કેટલાક ડિજિટલ ઉપકરણો પણ જપ્ત કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે બેંગલુરુના રામેશ્વરમ કેફેમાં 1 માર્ચે આઈડી બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં કોઈનું મોત થયું નથી. આ બ્લાસ્ટમાં 10 લોકો ઘાયલ થયા છે. ઘટના બાદ કાફે બંધ કરી દેવામાં આવ્યો હતો. આ કાફે 9 માર્ચે ખોલવામાં આવ્યો હતો. હુમલા બાદ જ્યારે સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી તો તેમાં જોવા મળ્યું કે માસ્ક પહેરેલો એક વ્યક્તિ કેફેની નજીક બસમાંથી ઉતર્યો અને કાફેમાં ઘુસ્યો. આરોપી પાસે બેગ હતી. તે બેગ તેણે કાફેમાં રાખી અને ચાલ્યો ગયો. થોડી વાર પછી જોરદાર વિસ્ફોટ થયો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.