શિલ્પા શેટ્ટીને પણ પતિ રાજ કુન્દ્રાની આદતનો રંગ લાગ્યો છે. પોર્નોગ્રાફી કેસના વિવાદમાં જેલવાસ બાદ રાજ કુંદ્રા ફોટોગ્રાફર્સથી દૂર ભાગતા હતા. બાદમાં તેમણે પોતાનો ચહેરો દેખાય નહીં તે માટે માસ્ક પહેરીને જાહેરમાં દેખાવાનું શરૂ કર્યુ હતું. શિલ્પાની સાથે હોય ત્યારે પણ તે માસ્ક પહેરીને જ રાખતા હતા. હવે શિલ્પાએ પણ પતિના પગલે ચાલીને માસ્ક પહેરવાનું શરૂ કર્યું છે. એલઈડીથી ચમકતું માાસ્ક પહેરીને રાજ અને શિલ્પાએ ફોટોગ્રાફ્સ પડાવ્યા હતા. રાજ કુંદ્રાએ માસ્ક પહેરવાની શરૂઆત કરી ત્યારે તેને ચહેરો છુપાવવાની કવાયત ગણવામાં આવી હતી. બાદમાં રાજ કુંદ્રાએ માસ્કમાં પણ અવનવી વેરાયટી સાથે નવો ટ્રેન્ડ શરૂ કર્યો હતો. હવે, રાજ કુંદ્રા વટભેર માસ્ક પહેરીને ફોટોગ્રાફ્સ પડાવતા હોય છે. બોલિવૂડના લોકપ્રિય કપલ શિલ્પા અને રાજના લગ્નને 14 વર્ષ પૂરા થયા છે. તેઓ અવાર-નવાર જાહેરમાં સાથે જોવા મળે છે. તાજેતરમાં એક ડિનર ડેટ દરમિયાન શિલ્પાએ પણ રાજની જેમ ચહેરા પર માસ્ક લગાવેલું હતું..
શનિવારે રાત્રે શિલ્પા અને રાજ મુંબઈ ખાતે બ્લેક આઉટફિટ્સ અને એલઈડી ફેસ માસ્ક સાથે જોવા મળ્યા હતા. રાજની જેમ શિલ્પાએ પહેલી વાર માસ્ક પહેરીને ફોટોગ્રાફ્સ પડાવ્યા હતા. શિલ્પાનો આ નવો અંદાજ જોઈને ઘણાં લોકોએ શિલ્પા અને રાજને પાવર રેન્જર્સ સાથે સરખાવ્યા હતા. અગાઉ રાજને માસ્ક મેન તરીકે ઓળખવામાં આવતો હતો. જો કે શિલ્પાએ પણ માસ્ક લગાવી લેતાં આ કપલને નવું નામ મળ્યુ હતું. અગાઉ રાજ કુન્દ્રા જેલમાં હતો ત્યારે તેના સપોર્ટમાં શિલ્પા અડીખમ હતી. રાજ કુન્દ્રાના જીવન પર એક ફિલ્મ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. જેમાં શિલ્પા શેટ્ટીનો સ્પેશિયલ રોલ છે, પરંતુ રાજ કુન્દ્રાએ એક્ટિંગ કરવાની ના પાડી છે. રાજની ઈચ્છા પ્રોડક્શન સંભાળવાની છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.