(GNS),30
દિલ્હી: તામિલનાડુના એક હિન્દુ બ્રાહ્મણ પરિવારનો છોકરો અભ્યાસ માટે હાર્વર્ડ પહોંચે છે. જ્યાં તેની મુલાકાત એક પારસી યુવતી સાથે થાય છે. એ યુવતી મુંબઈથી ગણિતનો અભ્યાસ કરવા માટે આવી હતી. પહેલી નજરમાં જ એ યુવતી એ યુવકની નજરમાં વસી જાય છે. એ જ સમયે ત્યાં પંડિત રવિશંકરનો સંગીતનો કાર્યક્રમ થવાનો હતો. યુવક એ કાર્યક્રમની ટિકિટ એ યુવતીને વેચવાનો પ્રયાસ કરે છે. આ રીતે બંનેના પ્રેમની ગાડી નીકળી પડે છે અને 10 જૂન 1966 ના રોજ સુબ્રમણ્યમ સ્વામી અને રોક્સાના કાપડિયાના લગ્ન કરી લે છે..
બંનેની પ્રેમ કહાની લગ્ન સુધી પહોંચી એ કિસ્સો પણ ઘણો રસપ્રદ છે. આ પ્રેમ કહાની છે પોતાના આખાબોલા સ્વભાવને કારણે હંમેશા ચર્ચામાં રહેતા ભાજપના નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીની. સ્વામીના શબ્દોમાં, ‘અમારા લગ્ન વર્ષ 1966માં થયા હતા. એક ચીની બૌદ્ધે અમારા લગ્નની વ્યવસ્થા કરી હતી અને લગ્ન માટે તેમણે $40 લીધા હતા. લગ્ન સમયે મારા માતા પણ ત્યાં જ હતા..
સુબ્રમણ્યમ સ્વામીએ માત્ર 24 વર્ષની વયે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં પીએચડી પૂર્ણ કર્યું. આ પહેલા તેણે દિલ્હી યુનિવર્સિટીમાંથી ગણિતમાં માસ્ટર્સ કર્યું હતું. તેમણે ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ, કલકત્તામાં પણ અભ્યાસ કર્યો હતો. હાર્વર્ડમાંથી અભ્યાસ પૂરો કર્યા પછી સ્વામીએ હાર્વર્ડમાં ભણાવવાનું પણ શરૂ કર્યું હતુ. તેણે 2011 સુધી હાર્વર્ડમાં સમર સેશનમાં અર્થશાસ્ત્ર ભણાવતા હતા..
મુસ્લિમોને લગતા એક વિવાદી લેખ લખ્યા બાદ તેમને હાર્વર્ડની વિઝિટિંગ ફેકલ્ટીની યાદીમાંથી પડતા મુકી દેવાયા હતા. રાજકારણમાં પ્રવેશતા પહેલા, સ્વામીએ 1969 થી 1970 ના દાયકાની શરૂઆતમાં IIT દિલ્હીમાં મેથેમેટિકલ ઈકોનોમિક્સ ભણાવ્યું હતું.વર્ષ 1963માં, ‘નોટ્સ ઓન ફ્રેકટાઈલ ગ્રાફિકલ એનાલિસિસ’ પરનું તેમનું પેપર ઈકોનોમેટ્રિકામાં પ્રકાશિત થયું હતું. વર્ષ 1974માં, સ્વામીએ પોલ સેમસન સાથે મળીને ઇન્ડેક્સ નંબર્સની થિયરી પર એક પેપર પબ્લિશ કર્યુ હતુ..
સ્વામીનો જન્મ 15 સપ્ટેમ્બર 1939ના રોજ તમિલનાડુના માયલાપુરમાં થયો હતો. તેમના પિતા સીતારામન સુબ્રમણ્યમ મદુરાઈના હતા. પિતા શરૂઆતમાં ભારતીય આંકડાકીય સેવા અધિકારી હતા. બાદમાં સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર તરીકે નિવૃત્ત થયા. તેમની માતા પદ્માવતી ગૃહિણી હતી. તે જ સમયે, સુબ્રમણ્યમ સ્વામીના પત્ની વ્યવસાયે ગણિતશાસ્ત્રી છે પરંતુ તેમણે સુપ્રીમ કોર્ટમાં કાયદાની પ્રેક્ટિસ પણ કરી છે. તેમણે અનેક કેસોમાં સ્વામી વતી વકીલાત પણ કરી છે..
સ્વામી અને રોક્સાનાને બે દીકરીઓ છે, ગીતાંજલિ અને સુહાસિની. સૌથી મોટી પુત્રી ગીતાંજલિ સ્વામી એન્ટરપ્રેન્યોર અને પ્રાઈવેટ ઇક્વિટી પ્રોફેશનલ છે. જ્યારે નાની પુત્રી સુહાસિની હૈદર પ્રિન્ટ અને ટેલિવિઝન પત્રકાર છે. તેમના લગ્ન પૂર્વ ભારતીય વિદેશ સચિવ સલમાન હૈદરના પુત્ર નદીમ હૈદર સાથે થયા છે..
ચીનની મેન્ડરિન ભાષા વિશ્વની સૌથી મુશ્કેલ ભાષાઓમાં સ્થાન ધરાવે છે. કોઈકે તેને એક વર્ષમાં આ ભાષા શીખવાની ચેલેન્જ કરી હતી. ડૉ.સ્વામીએ આ ચેલેન્જ સ્વીકારી અને તેને એક વર્ષને બદલે માત્ર ત્રણ મહિનાની અંદર જ એ ભાષા પર પોતોની માસ્ટરી સાબિત કરી હતી. ચીન પર સ્વામીનું વિશ્લેષણ એટલું સચોટ છે કે ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીથી લઈને મનમોહન સિંહ પણ ડ્રેગન સંબંધિત મુદ્દાઓ પર સુબ્રમણ્યમ સ્વામીનો અભિપ્રાય લેતા હતા. સ્વામીએ વિદેશી બાબતોને એક પુસ્તક પણ લખ્યુ છે. જેમા ચીન, પાકિસ્તાન અને ઈઝરાયેલ સાથે કેવી રીતે વ્યવહાર કરવો તે વિગતવાર જણાવવામાં આવ્યું છે..
સર્વોદય આંદોલનમાં જોડાયા બાદ સ્વામીએ રાજકારણમાં પ્રવેશ કર્યો. જનસંઘ તરફથી તેમને પ્રથમવાર રાજ્યસભામાં મોકલવામાં આવ્યા. 1974 થી 1976 સુધી રાજ્યસભાના સાંસદ રહ્યા. 1975માં જ્યારે તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ ઈમરજન્સી લાદી ત્યારે સ્વામી વિરુદ્ધ પણ ધરપકડ વોરંટ જારી કરાયું હતું. ધરપકડ વોરંટ હોવા છતાં, સ્વામીએ સંસદના સત્રમાં હાજરી આપી અને શીખની વેશભૂષા ધારણ કરી દેશમાંથી બહાર નીકળવામાં પણ સફળ રહ્યા હતા. 1977માં તેઓ પહેલીવાર લોકસભા સાંસદ બન્યા હતા. 1980માં ફરી લોકસભા માટે ચૂંટાયા હતા..
વર્ષ1988 થી 1994 દરમિયાન બે વખત રાજ્યસભાના સાંસદ રહ્યા. 1990 થી 91 દરમિયાન ચંદ્રશેખરની સરકારમાં કેબિનેટ મંત્રી બન્યા. વાણિજ્ય મંત્રી હોવાની સાથે સ્વામીને કાયદા અને ન્યાય મંત્રાલયનો વધારાનો હવાલો પણ આપવામાં આવ્યો હતો. સ્વામીએ 1990માં જનતા દળની સ્થાપના કરી હતી. તેઓ 1974 થી 1999 સુધી પાંચ વખત લોકસભાના સાંસદ રહ્યા હતા. સ્વામી જનતા દળના સ્થાપક સભ્યોમાંથી એક હતા. 1990માં જ્યારે પાર્ટીની સત્તાવાર રીતે સ્થાપના કરવામાં આવી ત્યારે તેઓ 1990 થી 2013 સુધી પાર્ટીના અધ્યક્ષ હતા. વર્ષ 2013માં તેમણે પોતાની પાર્ટીનો ભાજપમાં વિલય કર્યો. તે સમયે રાજનાથ સિંહ ભાજપના અધ્યક્ષ હતા. વર્ષ 2016માં સ્વામીને રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા..
આજથી 6 વર્ષ પહેલા સપ્ટેમ્બરમાં સુબ્રમણ્યમ સ્વામીના પત્નીનું એક પુસ્તક લોંચ થયુ હતુ. એ પુસ્તકના વિમોચન સમયે સ્વામીએ કહ્યુ હતુ કે જ્યારે હું બાયોગ્રાફી (આત્મકથા) લખીશ ત્યારે અનેરક લોકોની આબરુ ધૂળ ધાણી થઈ જષે. સ્વામી કહે છે કે જીવનમાં મારુ લક્ષ્ય એ વાત પર જ રહ્યુ છે કે જે ઈચ્છો તે કરો અને તેને જેટલુ શ્રેષ્ઠ રીતે કરી શકો એટલુ શ્રેષ્ઠ કરો. સુબ્રમણ્યમ સ્વામી વિશે ઘણીવાર એવું કહેવામાં આવે છે કે તેઓ મોદી સરકારમાં મંત્રી પદ ન મળવાથી નારાજ છે. આ જ કારણ છે કે અનેકવખત તેઓ પીએમ મોદી અને એનડીએ સરકારની નીતિઓની ખુલ્લેઆમ ટીકા કરતા પણ અચકાતા નથી..
મંત્રી પદ અને પીએમ મોદીથી નારાજગી અંગેના સવાલ પર સ્વામીએ એકવાર કહ્યું હતું કે મેં ક્યારેય નરેન્દ્ર મોદી કેબિનેટમાં મંત્રીપદ માંગ્યું નથી અને ન તો પીએમએ તેમને મંત્રી પદની ઓફર કરી હતી. જો કે, તેણે કહ્યું કે જ્યારે તેનો સમય આવશે, ત્યારે તેને તે મળી જશે જે તેમને મળવુ જોઈએ. સ્વામીના મંત્રી પદ અંગે જસ્ટિસ એફ. નરીમને કહ્યું હતું કે કેટલાક કોર્પોરેટ્સના કહેવા પર તેમને કેબિનેટમાંથી બહાર રાખવામાં આવ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.