Home ગુજરાત રાજ્યમાં ૧૦ વર્ષમાં વિવિધ વિભાગોમાં ૧,૫૬,૪૧૭ જગ્યાઓની ભરતીના આયોજન સામે ફેબ્રુઆરી-૨૦૨૩ સુધીમાં...

રાજ્યમાં ૧૦ વર્ષમાં વિવિધ વિભાગોમાં ૧,૫૬,૪૧૭ જગ્યાઓની ભરતીના આયોજન સામે ફેબ્રુઆરી-૨૦૨૩ સુધીમાં ૧,૬૭,૨૫૫ ઉમેદવારોની ભરતી કરાઈ : પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

26
0

•છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગોમાં કુલ ૩૫,૦૩૮  જગ્યાઓ પર સરકારી અધિકારી-કર્મચારીઓની નિમણૂક કરાઈ

•વિવિધ ભરતી બોર્ડ દ્વારા વર્ષ ૨૦૨૪માં કુલ ૨૧,૦૮૪ જગ્યાઓ પર ભરતી કરવાનું આયોજન

•વર્ષ ૨૦૨૪ થી ૨૦૩૩ સુધીના ભરતી કેલેન્ડર બનાવવાની પ્રકિયા ચાલુ : ૧.૩૦ લાખ થી વધુ જગ્યાઓ ભરવાની દરખાસ્ત GAD ને મળી

•દેશમાં હાલ બેરોજગારીનો દર ૩.૨ ટકા છે. જેની સામે ગુજરાતમાં માત્ર ૧.૭ ટકા

(જી.એન.એસ),તા.૧૪

ગાંધીનગર,

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, વર્ષ ૨૦૧૪ થી ૨૦૨૩ દરમિયાન દસ વર્ષમાં સીધી ભરતીથી વિવિધ વિભાગોમાં કુલ ૧,૫૬,૪૧૭ જગ્યાઓ પર ઉમેદવારોને ભરતી કરવાનું આયોજન હતું. જેની સામે ફેબ્રુઆરી ૨૦૨૩ સુધીમાં ૧,૬૭,૨૫૫ ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે.  આ ઉપરાંત વર્ષ ૨૦૨૪ થી ૨૦૩૩ સુધીના ભરતી કેલેન્ડર બનાવવાની પ્રકિયા હાલ ચાલુ છે જેમાં આગામી સમયમાં ૧.૩૦ લાખ થી વધુ જગ્યાઓ ભરવાની દરખાસ્ત GADને મળી છે.

રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં કરવામાં આવેલી ભરતી વિશે માહિતી આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૨ અને ૨૦૨૩માં રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગોની  કુલ ૩૫,૦૩૮  જગ્યાઓ પર ઉમેદવારોને નિમણૂંક આપવામાં આવી છે. જેમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ-૧ અને વર્ગ-૨ની જગ્યાઓ માટે ૩૭૮૦ ઉમેદવારો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ધ્વારા વર્ગ-૩ની જગ્યાઓ માટે ૬,૪૦૮, પોલીસ ભરતી બોર્ડ ધ્વારા વર્ગ-૩ની જગ્યાઓ માટે ૧૨,૧૪૫, પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ૧૨,૭૦૫ ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ચાલુ વર્ષ ૨૦૨૪માં કુલ ૨૧,૦૮૪ જગ્યાઓ ભરવા માટે પણ વિવિધ ભરતી બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ૭,૪૫૯ જગ્યાઓ, પોલીસ ભરતી બોર્ડ દ્વારા ૧૨,૦૦૦, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ૧,૬૨૫ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યુ હતુ કે, કેન્દ્ર સરકારના ઓક્ટોબર-૨૦૨૩માં પ્રસિધ્ધ થયેલ આંકડા પ્રમાણે દેશમાં હાલ બેરોજગારીનો દર ૩.૨ ટકા છે. જેની સામે ગુજરાતમાં બેરોજગારીનો દર માત્ર ૧.૭ ટકા છે.  ડિસેમ્બર-૨૦૨૩ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં ૩,૧૦,૫૯૦ બે વર્ષમાં ૫,૮૫,૩૯૦ અને છેલ્લા પાંચ વર્ષમાં કુલ ૧૪,૪૩,૭૯૦ લોકોને રોજગારી આપવામાં આવી હોવાનું મંત્રીશ્રીએ કહ્યું હતુ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field