Home ગુજરાત રાજ્યમાં વધુ એક દુષ્કર્મ, રાજકોટમાં નવ વર્ષની બાળકી પર બળાત્કાર

રાજ્યમાં વધુ એક દુષ્કર્મ, રાજકોટમાં નવ વર્ષની બાળકી પર બળાત્કાર

689
0

રાજકોટમાં આરોપી યુવકની ધરપકડ, સુરતમાં હજુ આરોપીઓની ઓળખ જ મળતી નથી…!!
(જી.એન.એસ.) ગાંધીનગર, તા.16
એક તરફ જમ્મુ કાશ્મીરના કઠુઆમાં 8 વર્ષની બાળકી સાથે બીભત્સ રેપ અને પછી નિર્મમ હત્યાની ઘટનાથી દેશભરમાં હોબાળો મચ્યો છે ત્યારે 6 એપ્રિલે સુરતના પાંડેસરા વિસ્તારમાંથી 11 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો તે અંગે પોલીસ તેજ તપાસ કરી રહી છે, 10 દિવસથી વધુ સમય વિતિ ગયો છતાં હજુ સુધી આ કેસમાં કોઈ પગેરું મળ્યું નથી કે બાળકીના માતા-પિતા કે સગા અંગે પણ કોઈ માહિતી મળી નથી.
જ્યારે બીજી તરફ રાજકોટમાં હજી ગત અઠવાડિયે જ હજુ 8 વર્ષની બાળાકનો કેસ નોંધાયો હતો ત્યારે સોમવાારે ફરી રાજકોટમા મહિલા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જેમા 9 વર્ષની બાળકીને ટીવી જોવા બોલાવી તેને બિભત્સ વીડિયો બતાવી તેની સાથે 24 વર્ષના યુવાને ત્રણ ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે પોસ્કો સહિતની કલમો લગાવી આરોપીને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. બાળકીના પિતાનું અવસાન થયું હોવાથી તે વિધવા માતા સાથે રહેતી હતી.
ગાંધીગ્રામના શાસ્ત્રી નગરના હવસખોર શખ્સ કમલેશ ઉર્ફે મુરલીએ ટીવી જોવાના બહાને બિભત્સ ફિલ્મ બતાવી બીજા ધોરણમા ભણતી બાળકીને અડપલા કરી ત્રણ ત્રણ વખત દુષ્કર્મ કર્યાની ફરિયાદ વિધવા માતાએ લખાવતા નરાધમ પર ફિટકાર વરસી રહ્યો છે. વિધવા માતાએ જણાવ્યું હતું કે, મેં પ્રથમ લગ્ન કર્યા તેમા છૂટાછેડા થયા હતા બાદમા બીજા લગ્ન કર્યા હતા તેમાં દીકરી અવતરી હતી. મારા પતિ હયાત નથી જે બીજા ધોરણમાં ભણે છે. બાળકી જેને કાકા કંહી બોલાવતી તે જ નરાધમે દીકરીની જિંદગી બરબાદ કરી નાખી છે.
માતાએ જણાવ્યું હતું કે, દીકરી જેને કાકા કહી બોલાવતી તેણે જ આવું કર્યું. શંકા જતા મે દીકરીને પૂછ્યુ શું થાય છે, શું તકલીફ છે, દીકરી હેબતાય ગઇ અને રડવા લાગી હતી અને હકીકત જણાવી હતી કે, આવું આવું કર્યું અને કોઇને કહીશ તો હજુ આવું જ કરીશ તેમ જણાવ્યું હતું. અંતે હિંમત કરી મે પોલીસની સલાહ લીધી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે દીકરીને પૂછતા તેણે પંદર દિવસમા ત્રણેક વખત દુષ્કર્મ કર્યાનુ કહ્યું હતું. જો કે આરોપી હાથવેંતમાં જ હોવાનું પોલીસે જણાવ્યું હતું. જે છૂટક મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે તેના ભાઇ અને પિતા સાથે જ રહેતો હોવાનું જાણવા મળ્યું છે.
સુરતમાં અજાણી બાળકી લાશ અંગે પોલીસની તપાસ વચ્ચે સુરત પોલીસ કમિશનરે આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને તપાસ અંગેની અને બાળકીના પરિવારને શોધવાની તપાસ અંગે વાત કરી. તો બાળકી ક્યાંની છે તે માટે પણ સઘન તપાસ કરાઈ રહી હોવાનું કમિશનર સતિષ શમર્એિ જણાવ્યું છે.
પાંડેસરા વિસ્તારમાંથી મળેલી બાળકીના શરીર પર 86 ઘાના નિશાન છે અને તે ઘટના બન્યાના 1થી 7 દિવસ જૂના છે, આના પરથી સ્પષ્ટ થાય છે કે બાળકી સાથે બળાત્કાર બાદ તેની નિર્મમ રીતે હત્યા કરાઈ છે. ડોક્ટરોએ કરેલી તપાસના આધારે આ બાળકીનું મોત ગળું દબાવવાથી થયું હોવાનું પોલીસ જણાવી રહી છે. શહેર કમિશનર સતિષ શમર્એિ જણાવ્યું કે, બાળકીના હત્યારાઓને શોધવા માટે તપાસ કરાઈ રહી છે પણ તેના પહેલા તેની ઓળખ થાય તે જરુરી છે, આના માટે શહેરમાં 1200 પોસ્ટર લગાવવામાં આવ્યા છે, અને બાળકી ગુજરાત બહારની હોવાનું માનીને ગુજરાત બહાર જતી ટ્રેનો પર પણ બાળકીના પોસ્ટર લગાવવામાં આવ્યા હોવાનું શમર્એિ જણાવ્યું હતું.
બાળકીની લાશ પાંડેસરાના વિસ્તારમાંથી મળેલી લાશ વાળી જગ્યા પર તપાસ કરતા કોઈ પગેરું મળ્યું નથી અને પોલીસે કરેલી તપાસમાં બહાર આવ્યું છે કે બાળકીની હત્યા અન્યત્ર કરીને તેની લાશ અહીં અવાવરું જગ્યા પર ફેંકીને આરોપીઓ ફરાર થઈ ગયા છે. બાળકીની લાશ રાત્રે 11થી સવારના 6-30ની વચ્ચે ફેંકવામાં આવી હોવાની શંકા પણ કમિશનર શમર્એિ વ્યક્ત કરી છે. તપાસ માટે અલગ-અલગ રાજ્યોમાં પણ તપાસ તેજ કરાઈ છે જોકે, બાળકી ઓરિસા કે બંગાળની હોવાનું લગવાથી આ રાજ્યોમાં વધારે સઘન તપાસ કરાઈ રહી હોવાનું પોલીસ જણાવી રહી છે. કમિશનરે કહ્યું કે, એક વખત બાળકીની ઓળખ થઈ જાય પછી આરોપીઓને શોધવામાં વધારે મદદ મળી શકે છે. તો આ ઘટનામાં પરિવારના સભ્યોની સંડોવણી હોવાની બાબતે પણ બાળકીની ઓળખ થયા પછી વધુ માહિતી મળી શકે છે તેમ કમિશનરે જણાવ્યું છે.
પોલીસે બાળકીના ઘરવાળાની માહિતી આપ્નારને 20,000 રુપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે, પણ હજુ સુધી બાળકીના પરિવાર અંગે કોઈ પત્તો મળ્યો નથી. ફોરેન્સીક તપાસમાં બાળકી પર રેપ થયો હોવાનું સામે આવ્યું છે. અજાણ્યા લોકો સામે પોલીસે આઈપીસીની કલમ અને પોસ્કો હેઠળ કેસ નોંધ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદેશમાં બેન-દીકરીઓ અસુરક્ષિત અને મોદી વિદેશમાં ફરવા ગયા : તોગડિયા
Next articleહિન્દુત્વના મૂળ એજન્ડાથી ભટકી રહ્યો છે સંઘ…..?