Home ગુજરાત રાજ્યમાં કોરોના વધુ ઘાતક બન્યો: 24 કલાકમાં અધધ 687 કેસ, 18ના મોત

રાજ્યમાં કોરોના વધુ ઘાતક બન્યો: 24 કલાકમાં અધધ 687 કેસ, 18ના મોત

178
0

(જી.એન.એસ.)ગાંધીનગર,તા.3

રાજ્યમાં કોરોનાનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. અનલોક 1ના તબક્કામાં કોરોનાનાં કેસો 600ને પાર નીકળી ગયા હતા. તો હવે અનલોક 2ના તબક્કામાં કોરોના કેસો 700ને નજીક પહોંચી ગયા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં અત્યાર સુધીનાં સૌથી વધારે 687 કેસ નોંધાયા હતા. જ્યારે 18 દર્દીનાં મોત નિપજ્યા છે. તો 340 દર્દીઓ સ્વસ્થ થયા છે. આમ રાજ્યમાં કોરોના પોઝિટિવનો કુલ આંક 34686 થયા છે. જ્યારે મોતનો કુલ આંક 1906 અને ડિસ્ચાર્જનો કુલ આંક 24941 પર પહોંચ્યો છે.

આજે નોંધાયેલ કેસો પર નજર કરીએ તો, અમદાવાદ કોર્પોરેશન ૧૯૫, સુરત કોર્પોરેશન ૧૯૦, વડોદરા કોર્પોરેશન ૫૦, જુનાગઢ કોર્પોરેશન ૨૪, સુરત ૧૪, ખેડા ૧૪, સુરેન્દ્રનગર ૧૪, ભરૂચ ૧૩, પંચમહાલ ૧૩, જામનગર કોર્પોરેશન ૧૨, વડોદરા ૧૨, ભાવનગર કોર્પોરેશન ૧૧, પાટણ ૧૧, ભાવનગર ૧૦, ગાંધીનગર કોર્પોરેશન ૯,અમદાવાદ ૯, આણંદ ૯, બનાસકાંઠા ૮, ગાંધીનગર ૭, મહીસાગર ૭, રાજકોટ કોર્પોરેશન ૬, વલસાડ ૬, નવસારી ૬, મહેસાણા ૫, સાબરકાંઠા ૫, કચ્છ ૫, રાજકોટ ૪, નર્મદા ૩, તાપી ૩, બોટાદ ૨, જુનાગઢ ૨, મોરબી ૨, અરવલ્લી ૧, ગીર-સોમનાથ ૧, દાહોદ ૧, જામનગર ૧, દેવભૂમિ દ્વારકા ૧, પોરબંદર ૧ કેસ નોંધાયો હતો.

હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા ૭૮૩૯ છે, જેમાંથી ૬૧ દર્દીઓની હાલત ગંભીર છે, તો ૭૭૭૮ દર્દીઓની હાલત સ્થિર છે. આજનાં દિવસે અમદાવાદ કોર્પોરેશન ૧૦, સુરત કોર્પોરેશન ૩, સુરત ૨, પંચમહાલ ૧, ખેડા ૨ દર્દીઓએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યા હતા.


 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજ્યમાં કોરોનાનો રાફડો ફાટ્યો: 24 કલાકમાં રેકોર્ડ 675 કેસ નોંધાયા
Next articleરાજ્યમાં કોરોના બ્લાસ્ટ: રેકોર્ડબ્રેક 712 પોઝિટિવ કેસ અને 21ના મોત