Home ગુજરાત રાજ્યમાં કોરોનાનો રાફડો ફાટ્યો: 24 કલાકમાં રેકોર્ડ 675 કેસ નોંધાયા

રાજ્યમાં કોરોનાનો રાફડો ફાટ્યો: 24 કલાકમાં રેકોર્ડ 675 કેસ નોંધાયા

260
0

(જી.એન.એસ.)ગાંધીનગર,તા.1

અનલોકનાં તબક્કામાં ગુજરાતમાં કોરોનાનાં કેસોમાં ધરખમ ઉછાળો નોંધાયો છે. આજે પણ રાજ્યમાં કોરોનાનાં કેસો અત્યાર સુધીમાં સૌથી વધારે કેસો નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં વધારે 675 કેસ નોંધાયા છે. જ્યારે 21 લોકોનાં મોત નિપજ્યા છે અને 368 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યાં છે. આમ રાજ્યમાં કોરોનાનાં કેસોનો કુલ આંક 33318 પર પર પહોંચ્યો છે. જ્યારે મોતનો કુલ આંક 1869 અને ડિસ્ચાર્જનો કુલ આંક 24038 પર પહોંચ્યો છે.

આજે નોંધાયેલ કેસોની વિગત જોઈએ તો, અમદાવાદ કોર્પોરેશન ૨૦૮, સુરત કોર્પોરેશન ૧૮૦, વડોદરા કોર્પોરેશન ૫૦, નવસારી ૨૪, સુરત ૨૧, જામનગર કોર્પોરેશન ૧૫, ભરૂચ ૧૫, વલસાડ, ૧૫, બનાસકાંઠા ૧૨, સુરેન્દ્રનગર ૧૨, મહેસાણા ૧૦, રાજકોટ કોર્પોરેશન ૯, ખેડા ૯, ગાંધીનગર કોર્પોરેશન ૮, ગાંધીનગર ૮, આણંદ ૮, જુનાગઢ કોર્પોરેશન ૭, અમદાવાદ ૭, વડોદરા ૭, રાજકોટ ૬, પંચમહાલ ૫, સાબરકાંઠા ૫, મોરબી ૪, ભાવનગર કોર્પોરેશન ૩, અરવલ્લી ૩, કચ્છ ૩, ભાવનગર ૩, અમરેલી ૩, જામનગર ૩, પાટણ ૨, મહીસાગર ૨, બોટાદ ૨, દાહોદ ૨, છોટા ઉદેપુર ૨, નર્મદા ૧, ગીર-સોમનાથ ૧ કેસ નોંધાયો હતો.

રાજ્યમાં હાલ કુલ એક્ટિવ કેસોની સંખ્યા ૭૪૧૧ છે. જેમાંથી ૬૩ દર્દીઓ વેન્ટિલેટર પર તો ૭૩૪૮ દર્દીઓની હાલત સ્થિર છે. આજે અમદાવાદ કોર્પોરેશન ૮, સુરત કોર્પોરેશન ૪, રાજકોટ કોર્પોરેશન ૧, સુરત ૧, ભરૂચ ૧, અરવલ્લી ૧, બનાસકાંઠા ૧, ખેડા ૧, અમરેલી ૧, દાહોદ ૧ દેવભૂમિ દ્વારકા ૧ દર્દીનું મોત નિપજ્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleડો.વિવેક વાછાણીએ દોઢ માસની બાળકીને આપ્યુ નવું જીવતદાન
Next articleરાજ્યમાં કોરોના વધુ ઘાતક બન્યો: 24 કલાકમાં અધધ 687 કેસ, 18ના મોત